બાળ કાવ્ય સંપદા/નમતાં થઈએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
No edit summary
Line 22: Line 22:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = તડકો (૨)
|previous = તડકો (૨)
|next = ઝાડ
|next = તો
}}
}}

Revision as of 00:53, 27 March 2025

નમતાં થઈએ

લેખક : સોલિડ મહેતા (મૂળ નામ : હરીશ મહેતા)
(1953)

પગલે પગલે નમતાં થઈએ
ઈશ્વરને પણ ગમતાં થઈએ

ભેદ બધાએ ભૂલી જઈને
સાથે બેસી જમતાં થઈએ

નીડરતાના ગુણ કેળવવા
જંગલ પ્હાડો ભમતાં થઈએ

સમય હવે બરબાદ કરો મા
ચાલો ભેરુ રમતાં થઈએ

સૂરજ ચાંદો રમતાં રમતાં
તડકો છાંયો ખમતાં થઈએ.