સુમન શાહ સાહિત્યસંપુટ/૮. જયેશ ભોગાયતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| I love Modernist, તમે Modernist છો. |'''જયેશ ભોગાયતા''' }} {{Poem2Open}} સુમન શાહ મારા આદરણીય ગુરુ, મારા પરમ મિત્ર. સુમન શાહ સાથેની મારી સ્મૃતિઓ, સંભારણાં અને નિકટ સહવાસની વાતો લખવા માટે મેં ઐતિહાસિક આલે...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 6: Line 6:
સુમન શાહ મારા આદરણીય ગુરુ, મારા પરમ મિત્ર.

સુમન શાહ સાથેની મારી સ્મૃતિઓ, સંભારણાં અને નિકટ સહવાસની વાતો લખવા માટે મેં ઐતિહાસિક આલેખ પસંદ કર્યો છે. અને પ્રકાશક શ્રી અતુલભાઈ રાવલની મંજૂરી લઈને નિયત શબ્દસંખ્યા ઓળંગી છે.

ઈ.સ. ૧૯૭૪ની ૦૧ જાનુઆરીના રોજ હું જામનગરના ટેલિફોન એક્સચેંજમાં ટેલિફોન ઓપરેટર તરીકે સર્વિસમાં જોડાયો હતો. એ વખતે મારી ઉંમર વીસ વર્ષની હતી. મારી જોડે મારા વતન જામખંભાળિયાનો મિત્ર મહેશ ચઠ સર્વિસ કરતો હતો. એ વખતે મને સામયિકો વાંચવાનો ખૂબ શોખ હતો. બૂક સ્ટોર્સ – પેપર એજન્સીના બુક સ્ટોર્સમાંથી કવિતા, નવનીત અને સમર્પણના અંકો ખરીદતા. અને રવિવારે ચાંદી બજારમાં ગુજરી બજાર ભરાતી, ત્યાંથી જૂનાં સામયિકો અને પુસ્તકો ખરીદતા. એક રવિવારે મને ૧૯૭૦થી ૧૯૭૩નાં વર્ષોની સમર્પણની ફાઇલો મળી. હું તો ખૂબ જ રાજી થયો. ઘરે આવીને નિરાંતે ત્રણેય વર્ષોની ફાઇલો મેં જોઈ. તેમાં કવિતા, વાર્તા અને સુંદર લેખોનો અનુક્રમ વાંચીને ખુશ થયો. એ અંકોમાં મને તમારી વાર્તાઓ મળી! વાર્તાનાં શીર્ષકો જ વાંચીને મનમાં વેગ આવી ગયો. ‘પબ્લિક પાર્ક ઊર્ફે બનાવટી વાર્તા, બપોરે કૉફીકપમાં ઠરેલી વેદનાનું કોલ્ડ્રિંક, ઝુણુક ઝુણુક વાંસવનમાં પીળાં પીળાં લીંબુની ખુશબૂ’. એક પછી એક વાર્તાઓ વાંચીને મને મનમાં ટૂંકી વાર્તા વિશે એક નવો જ અનુભવ થયો. વાર્તાનાં પાત્રો, વાર્તાની ભાષા, બધું ઝટ ઊઘડે નહીં. પણ એક ચમત્કાર થયો જાણે! આસપાસની સૃષ્ટિનું વાતાવરણ નવું બની ગયું. મારા મિત્રો આગળ આ બધી વાર્તાનાં શીર્ષકો સડસડાટ બોલી જતો. ચા પીવા જઈએ હિંગળાજ હોટલમાં, પ્રાગરાય હોટલમાં, ત્યાં વાર્તાના પેરેગ્રાફ વાંચતા. મિત્રો પૂછતા કે આ સુમન શાહ કોણ છે, ક્યાં રહે છે? તમને મળવાની, જોવાની એક તમન્ના હતી. નિયતિએ તમારી સાથે જોડાવાનું ગોઠવ્યું હશે, તે સૌ પ્રથમ તમારી વાર્તાઓ રૂપે તમારો પરિચય થયો. તમારી રોમેન્ટિક પણ વિષાદની છાયાવાળી વાર્તાઓ દ્વારા.
ઈ.સ. ૧૯૭૪ની ૦૧ જાનુઆરીના રોજ હું જામનગરના ટેલિફોન એક્સચેંજમાં ટેલિફોન ઓપરેટર તરીકે સર્વિસમાં જોડાયો હતો. એ વખતે મારી ઉંમર વીસ વર્ષની હતી. મારી જોડે મારા વતન જામખંભાળિયાનો મિત્ર મહેશ ચઠ સર્વિસ કરતો હતો. એ વખતે મને સામયિકો વાંચવાનો ખૂબ શોખ હતો. બૂક સ્ટોર્સ – પેપર એજન્સીના બુક સ્ટોર્સમાંથી ‘કવિતા’, ‘નવનીત’ અને ‘સમર્પણ’ના અંકો ખરીદતા. અને રવિવારે ચાંદી બજારમાં ગુજરી બજાર ભરાતી, ત્યાંથી જૂનાં સામયિકો અને પુસ્તકો ખરીદતા. એક રવિવારે મને ૧૯૭૦થી ૧૯૭૩નાં વર્ષોની સમર્પણની ફાઇલો મળી. હું તો ખૂબ જ રાજી થયો. ઘરે આવીને નિરાંતે ત્રણેય વર્ષોની ફાઇલો મેં જોઈ. તેમાં કવિતા, વાર્તા અને સુંદર લેખોનો અનુક્રમ વાંચીને ખુશ થયો. એ અંકોમાં મને તમારી વાર્તાઓ મળી! વાર્તાનાં શીર્ષકો જ વાંચીને મનમાં વેગ આવી ગયો. ‘પબ્લિક પાર્ક ઊર્ફે બનાવટી વાર્તા, બપોરે કૉફીકપમાં ઠરેલી વેદનાનું કોલ્ડ્રિંક, ઝુણુક ઝુણુક વાંસવનમાં પીળાં પીળાં લીંબુની ખુશબૂ’. એક પછી એક વાર્તાઓ વાંચીને મને મનમાં ટૂંકી વાર્તા વિશે એક નવો જ અનુભવ થયો. વાર્તાનાં પાત્રો, વાર્તાની ભાષા, બધું ઝટ ઊઘડે નહીં. પણ એક ચમત્કાર થયો જાણે! આસપાસની સૃષ્ટિનું વાતાવરણ નવું બની ગયું. મારા મિત્રો આગળ આ બધી વાર્તાનાં શીર્ષકો સડસડાટ બોલી જતો. ચા પીવા જઈએ હિંગળાજ હોટલમાં, પ્રાગરાય હોટલમાં, ત્યાં વાર્તાના પેરેગ્રાફ વાંચતા. મિત્રો પૂછતા કે આ સુમન શાહ કોણ છે, ક્યાં રહે છે? તમને મળવાની, જોવાની એક તમન્ના હતી. નિયતિએ તમારી સાથે જોડાવાનું ગોઠવ્યું હશે, તે સૌ પ્રથમ તમારી વાર્તાઓ રૂપે તમારો પરિચય થયો. તમારી રોમેન્ટિક પણ વિષાદની છાયાવાળી વાર્તાઓ દ્વારા.
એ પછી લાંબો અંતરાલ! પણ એ વર્ષો મેં ખૂબ વાંચ્યું. ૧૯૭૬માં જામનગરની ડી.કે.વી. કૉલેજમાં એફ.વાય.બી.એ.માં એડમિશન લીધું. દિવસે ભણવાનું, રાત્રે નોકરી. ૧૯૭૯માં બી.એ. થયો. મુખ્ય વિષય ગુજરાતી.

આપણે સૌપ્રથમ રૂબરૂ મળ્યા ૧૯૮૫માં! એ વખતે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં એમ.એ.નો વિદ્યાર્થી હતો. તમે મારા ભવનમાં ‘સાહિત્યમાં આધુનિકતા’ વિશે વ્યાખ્યાનો આપવા આવ્યા હતા. બળવંતભાઈ જાનીએ તમારો પરિચય આપેલો. તમે દેખાવે પ્રભાવક. પેન્ટશર્ટ, હાથમાં નાનું પાકીટ, સ્વભાવે થોડા આકરા લાગ્યા. પાસે જઈને વાત કરવામાં થોડો ડર લાગે, થોડો સંકોચ. પણ મેં તો હિંમત કરીને તમને ઊભા રાખ્યા લૉબીમાં. મેં કહ્યું કે મારે તમને મળવું છે. તમે તરત જ અકળાતાં પૂછ્યુઃ “શું કામ મળવું છે? ઠાલી વાત માટે મારી પાસે સમય નથી.” મેં કહ્યુઃ “મારે તમારી સાથે સાહિત્યની જ વાતો કરવી છે, માટે મળવું છે.” તમે અંતે હા પાડી. બીજા દિવસે બપોરે રિસેસના સમયે તમને મળ્યો. તમે એ વખતે મને સાવ નિર્લેપ નજરથી તાકતા હતા. મેં વાત શરૂ કરીને કહ્યું કે “મેં તમારી વાર્તાઓ વાંચી છે. તમારો વાર્તાસંગ્રહ ‘અવરશુકેલુબ’ મેં ખરીદ્યો છે. મને ખૂબ રસ પડે છે તમારી વાર્તાસૃષ્ટિમાં.” તમે પૂછ્યું: “થોડી વાર્તાઓનાં શીર્ષક બોલો.” હું સડસડાટ સાત-આઠ વાર્તાનાં શીર્ષકો બોલી ગયો. અને એ જ વર્ષે ‘પરબ’ના અંકમાં પ્રકાશિત નવી વાર્તા ‘ટૉયાટો’નું પણ નામ બોલી ગયો. એ ઉપરાંત ‘સુરેશ જોષી’ વિશે વાતો કરી. તમે એ વખતે ખુરશીની પીઠ પર તમારી પીઠ રાખીને બેઠા હતા. જાણે ખૂબ દૂર હો એ રીતે. ને તટસ્થ ભાવથી મને સાંભળી રહ્યા. સરસ મર્માળું સ્મિત કર્યું ને બોલ્યા, “તમે ઘણું વાંચ્યું છે, ને તમને બધું બહુ યાદ છે એ વાત બહુ સારી છે.” છૂટા પડતી વખતે મેં મારી કૉલેજબેગમાંથી મારી વાર્તા બહાર કાઢીને તમને આપી. “આ મારી વાર્તા છે, બની શકે તો વાંચીને કંઈક કહેશો.” તમે વાર્તાની કૉપી તરત લઈ લીધી ને તમે બોલ્યા, “આ વાર્તા અમદાવાદ લઈ જઈશ. વાંચીને ત્યાંથી જવાબ લખીશ.” અમે છૂટા પડ્યા. એ મુલાકાત પછી તમે મને આત્મીય લાગ્યા. પ્રેમાળ લાગ્યા.

Line 12: Line 12:
લગભગ ચાર મહિના પછી ગુજરાત સાહિત્ય અકાદમીનું એક પૉસ્ટકાર્ડ આવ્યું. તેમાં પ્રિન્ટેડ વાક્યો હતાં. ‘કૃતિ સ્વીકારી છે’ એ વાક્ય પાસે  નિશાની કરેલી ને વાક્યોની નીચેની જગ્યામાં એક નાનકડું વાક્ય હાથે લખેલું હતું, ‘તમારું ખાસ્સું સ્મરણ છે.’ ને નીચે સહી સુમન શાહ. તમે ‘શબ્દસૃષ્ટિ’ માટે મારી ટૂંકી વાર્તા ‘બીડી બુઝાતી નથી’ પસંદ કરી હતી. હું તો આશ્ચર્યમાં પડી ગયો. આટલા મોટા ગજાના સર્જક-વિવેચકે મારી વાર્તા પસંદ કરી! જામનગરમાં અમે મિત્રોએ અમારી જૂનીજાણીતી હૉટેલ પ્રાગરાયમાં બે બે ચા પીને ઉજાણી કરી. ઘરમાં પણ આનંદ. પૂ. બા, દક્ષા, ભાઈ-બહેન ખૂબ રાજી થયાં. ચિ. કવિતા ત્યારે બે વર્ષની હતી. મેં એ પૉસ્ટકાર્ડ કેટલાયે મિત્રોને વંચાવેલું. એ ક્ષણે મને તેજ ધબકારો દેખાયો, ને મનમાં વિચાર દોડી ગયો કે તમારી સાથે અનુબંધ થયો તે તમારી અને મારી વાર્તાથી. વાર્તાએ આપણને જોડ્યા. તમારા માટે મારા હૃદયમાં પ્રેમ-સન્માનની લાગણી જન્મી. મેં મિત્રોને કહ્યું, ‘I Love modernist!’

મારી ‘બીડી બુઝાતી નથી’ વાર્તા ‘શબ્દસૃષ્ટિ’ના અંક ફેબ્રુઆરી, ૧૯૮૬માં પ્રકાશિત થઈ. તમારા દ્વારા હું વાર્તાજગતમાં પ્રવેશ્યો.

૦૬, સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ સુરેશ હ. જોશીનું મૃત્યુ થયું. ઈ.સ. ૧૯૮૭ના વર્ષમાં તમે જામનગરની મહિલા કૉલેજમાં વ્યાખ્યાન આપવા આવેલા. વ્યાખ્યાનનો વિષય ‘સુરેશ હ. જોષી’ હતો. તમારું પ્રત્યેક વાક્ય સુરેશભાઈ માટેનો ઊંડો પ્રેમ, આદર વ્યક્ત કરતું હતું. તમારા અવાજમાં ભીનાશ હતી. આપણે થોડી વાર માટે મળ્યા. મેં આનંદ વ્યક્ત કર્યો મારી વાર્તા છપાઈ તેને માટે. તમે કહેલું, “ખૂબ લખ. કોઈની પરવા કર્યા વિના.” અમે રાત્રે ફરી મળ્યા. તમારું વક્તવ્ય હતું ‘જ્યાં પૉલ સાર્ત્ર’ વિશે. સાર્ત્રનું મૃત્યુ એ સમયમાં જ થયું હતું. સ્થળ હતું બાલમંદિર કે પ્રાથમિક શાળાનો રૂમ. રૂમ આખો ભરેલો હતો. તમે બાજઠ જેવા પહોળા, લાકડાના પાટલા પર જ બેઠા હતા. તમે બે મુખ્ય વાત કરી હતી. સાત્રના અસ્તિત્વવાદ વિશે, સાર્ત્ર અને સિમૉન દ બોવાના પ્રેમસંબંધ વિશે. તમે કહ્યું કે સાચો પ્રેમસંબંધ હતો લગ્નસંબંધ વિનાનો. ને કોઈ લફરું નહોતો. ખૂબ ચાહતાં હતાં એકબીજાંને. તમે અસ્તિત્વવાદની ફિલસૂફીને સરળ વાક્યોમાં સમજાવી. સાવ ટૂંકાં વાક્યો. બંનેની પ્રેમમીમાંસાની વાત કરી, પણ અસ્તિત્વપરક સત્યોના કેન્દ્રથી વાત કરી હતી. એ ક્ષણે મારા મગજમાં ‘અવરશુકેલુબ’ની વાર્તાઓ ઘૂમરાતી હતી. મોડી રાતે બધા છૂટા પડ્યા. એ વ્યાખ્યાનના શબ્દોમાં મને તમારી ચેતનામાં પડેલા વિષાદની પ્રતીતિ થઈ. એવું લાગ્યું કે તમે એકલા છો, સાવ જ એકલા, પ્રેમ ઝંખતા માણસ.
૦૬, સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ સુરેશ હ. જોશીનું મૃત્યુ થયું. ઈ.સ. ૧૯૮૭ના વર્ષમાં તમે જામનગરની મહિલા કૉલેજમાં વ્યાખ્યાન આપવા આવેલા. વ્યાખ્યાનનો વિષય ‘સુરેશ હ. જોષી’ હતો. તમારું પ્રત્યેક વાક્ય સુરેશભાઈ માટેનો ઊંડો પ્રેમ, આદર વ્યક્ત કરતું હતું. તમારા અવાજમાં ભીનાશ હતી. આપણે થોડી વાર માટે મળ્યા. મેં આનંદ વ્યક્ત કર્યો મારી વાર્તા છપાઈ તેને માટે. તમે કહેલું, “ખૂબ લખ. કોઈની પરવા કર્યા વિના.” અમે રાત્રે ફરી મળ્યા. તમારું વક્તવ્ય હતું ‘જ્યાં પૉલ સાર્ત્ર’ વિશે. સાર્ત્રનું મૃત્યુ એ સમયમાં જ થયું હતું. સ્થળ હતું બાલમંદિર કે પ્રાથમિક શાળાનો રૂમ. રૂમ આખો ભરેલો હતો. તમે બાજઠ જેવા પહોળા, લાકડાના પાટલા પર જ બેઠા હતા. તમે બે મુખ્ય વાત કરી હતી. સાર્ત્રના અસ્તિત્વવાદ વિશે, સાર્ત્ર અને સિમૉન દ બોવાના પ્રેમસંબંધ વિશે. તમે કહ્યું કે સાચો પ્રેમસંબંધ હતો લગ્નસંબંધ વિનાનો. ને કોઈ લફરું નહોતો. ખૂબ ચાહતાં હતાં એકબીજાંને. તમે અસ્તિત્વવાદની ફિલસૂફીને સરળ વાક્યોમાં સમજાવી. સાવ ટૂંકાં વાક્યો. બંનેની પ્રેમમીમાંસાની વાત કરી, પણ અસ્તિત્વપરક સત્યોના કેન્દ્રથી વાત કરી હતી. એ ક્ષણે મારા મગજમાં ‘અવરશુકેલુબ’ની વાર્તાઓ ઘૂમરાતી હતી. મોડી રાતે બધા છૂટા પડ્યા. એ વ્યાખ્યાનના શબ્દોમાં મને તમારી ચેતનામાં પડેલા વિષાદની પ્રતીતિ થઈ. એવું લાગ્યું કે તમે એકલા છો, સાવ જ એકલા, પ્રેમ ઝંખતા માણસ.
આ જ વર્ષમાં તમે ‘ખેવના’ ત્રૈમાસિક શરૂ કર્યું. ‘ખેવના’ સામયિકનો પહેલો અંક તમે મને મોકલેલો. આમ સાવ પાતળો. ફરફરિયું જ લાગે. પણ તેમાં તમારો સાહિત્યિક સંકલ્પ અને જુસ્સો હતા. મેં પહેલા અંકનો પ્રતિભાવ લખી મોકલ્યો હતો. મેં લવાજમ ભર્યું. અંકો આવતા રહ્યા. આજે મારી પાસે બધા જ અંકો છે.

ગુજરાતી સાહિત્યમાં ઈ.સ. ૧૯૮૮ પછી નવાં સામયિકો આવ્યાં, જૂનાં સામયિકો નવાં સ્વરૂપે પ્રગટ થયાં. સુરેશ હ. જોશીના મૃત્યુ બાદ ‘એતદ્’ના સંપાદક શિરીષ પંચાલ બન્યા. એમણે સામગ્રી અને પ્રકાશનની બાબતે ઘણા બદલાવો કર્યા. પરંપરા તરફ પાછા જવાના સંકેતો હતા. ઈ.સ. ૧૯૮૮માં ‘ગદ્યપર્વ’ શરૂ થયું. ધ્યેય મંત્ર સાથે ‘આધુનિક પરંપરાનો વિસ્તાર’. સંપાદક ભરત નાયક, તંત્રી ગીતા નાયક અને એક ટીમ સાથે પ્રકાશન શરૂ થયું. વિદ્યાનગરથી વિ શરૂ થયું. ત્રણ સંપાદકો અજિત ઠાકોર, મણિલાલ હ. પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા. તેમાં મંજુ ઝવેરી સંપાદિત ફાર્બસ ત્રૈમાસિકના સમૃદ્ધ અંકો. નવાં સામયિકોના તંત્રી, સંપાદકો અને લેખકોની નવી સાહિત્યવિભાવનાનો ચારે તરફ એક જુસ્સો હતો. આધુનિકતાની સામે સવાલો હતા, આક્રોશપૂર્ણ આક્ષેપો હતા. ‘ખેવના’ના અંકોની સામગ્રી નવી આબોહવાનું નિર્માણ કરે છે, પરંતુ આધુનિકતાની સામે બેબુનિયાદ આક્રોશ નહોતો. ઊલટાનું તમે ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના ઉપક્રમે બૉદલેર પરનો ત્રણ દિવસનો એક પરિસંવાદ યોજ્યો, જેમાં વક્તા તરીકે નિરંજન ભગત પણ હતા. એ પરિસંવાદમાં હું હાજર હતો. બૉદલેરની સાહિત્યસૃષ્ટિનો સરસ પરિચય થયો. એ પરિસંવાદમાં રજૂ થયેલાં વ્યાખ્યાનોમાંથી કેટલાંક વ્યાખ્યાનો તમે ‘ખેવના’ના અંકોમાં પ્રગટ કરેલાં.