સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘...ચાંદલિયો ઊગ્યો ને અઈણ્યો આથમી’: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 9: | Line 9: | ||
{{right|મામેરાં વેળા વહી જાશે રે'}}</poem>}} | {{right|મામેરાં વેળા વહી જાશે રે'}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
- ઝવેરચંદ મેઘાણીનાં ગીતસંપાદન 'ચૂંદડી'માં આ ગીતના પાઠ તળે, અર્થગ્રહણની સુગમતા રહે એ માટે પાદટીપ રૂપે નોંધ મૂકી છે : 'ચંદ્રોદય વખતે જ મૃગશીર્ષ નક્ષત્રનો અસ્ત થાય તે બતાવે છે કે વૈશાખ માસ હશે."૧ | - ઝવેરચંદ મેઘાણીનાં ગીતસંપાદન 'ચૂંદડી'માં આ ગીતના પાઠ તળે, અર્થગ્રહણની સુગમતા રહે એ માટે પાદટીપ રૂપે નોંધ મૂકી છે : 'ચંદ્રોદય વખતે જ મૃગશીર્ષ નક્ષત્રનો અસ્ત થાય તે બતાવે છે કે વૈશાખ માસ હશે."<ref>જુઓ : ‘ચૂંદડી' ભાગ ૧-૨, (સંયુક્ત આવૃત્તિ સને ૧૯૯૧), પ્રકા. ‘પ્રસાર’, ભાવનગર, પૃ. ૫૧</ref> | ||
છેલ્લા પાંચેક દાયકા દરમ્યાન, લગ્નગીતોના સંચય, સંપાદન ઉપરાંત સંશોધન / સમીક્ષણનાં અભ્યાસને લગતાં નોખનોખાં પ્રકાશનો થતાં રહ્યાં છે. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સમેતના પ્રદેશોમાં પ્રચલિત આ પ્રકારનાં ગીતોમાં તે તે પ્રદેશની સ્થાનીય બોલીનો પુટ એ રચનાઓને સાંપડતો રહે; કેમકે નિતાન્ત મુખપરિપાટીની જણસ (item) તરીકે, ચલનશીલ તરલતા તો એના પ્રચલન ને પ્રવર્તનની લાક્ષણિકતા હોવાની. એટલે જ 'રે’, 'હો’, ‘જી’ - જેવાં પૂરકો (supplements)ની અહીંતહીં હેરફેર, ઉપરાંત પ્રાદેશિક ઉચ્ચારભેદ અને વૈકલ્પિક શબ્દરૂપોની આવનજાવન પણ એમાં તરી આવવાની. આ સ્થિતિમાં, આપણાં નોખનોખાં પરગણાં કે પંથકમાં પ્રચલિત ગીતના ઉચ્ચારભેદ - અને એથી નીપજતાં નિરાળાં શબ્દરૂપોને પાઠાંતર કે પાઠભેદ તરીકે માનીને ચાલીએ તો સંગત ને સયુક્તિક અર્થવાચનમાં અવરોધ ઊભો થવા પામે. | છેલ્લા પાંચેક દાયકા દરમ્યાન, લગ્નગીતોના સંચય, સંપાદન ઉપરાંત સંશોધન / સમીક્ષણનાં અભ્યાસને લગતાં નોખનોખાં પ્રકાશનો થતાં રહ્યાં છે. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સમેતના પ્રદેશોમાં પ્રચલિત આ પ્રકારનાં ગીતોમાં તે તે પ્રદેશની સ્થાનીય બોલીનો પુટ એ રચનાઓને સાંપડતો રહે; કેમકે નિતાન્ત મુખપરિપાટીની જણસ (item) તરીકે, ચલનશીલ તરલતા તો એના પ્રચલન ને પ્રવર્તનની લાક્ષણિકતા હોવાની. એટલે જ 'રે’, 'હો’, ‘જી’ - જેવાં પૂરકો (supplements)ની અહીંતહીં હેરફેર, ઉપરાંત પ્રાદેશિક ઉચ્ચારભેદ અને વૈકલ્પિક શબ્દરૂપોની આવનજાવન પણ એમાં તરી આવવાની. આ સ્થિતિમાં, આપણાં નોખનોખાં પરગણાં કે પંથકમાં પ્રચલિત ગીતના ઉચ્ચારભેદ - અને એથી નીપજતાં નિરાળાં શબ્દરૂપોને પાઠાંતર કે પાઠભેદ તરીકે માનીને ચાલીએ તો સંગત ને સયુક્તિક અર્થવાચનમાં અવરોધ ઊભો થવા પામે. | ||
બોલીગત ઉચ્ચારણો અને શબ્દરૂપોની હેરફેરને દાખવતી, આ ગીતની કેટલીક વાચનાઓ, મેઘાણી પછીનાં તાજેતરનાં સંપાદનોને અભ્યાસગ્રંથોમાં જોવા મળે છે. શ્રી ખોડીદાસ પરમાર, ડૉ. રમણીકલાલ મારુ, ડૉ. અંબાદાન રોહડિયા, શ્રી ઉમિયાશંકર અજાણી અને ડૉ. વિનાયક રાવળ : આ સૌ અભ્યાસીઓ તો ઉપાડ-પંક્તિમાં, 'હરણ્યું' / 'હરણ્યો' : પાઠ આપે છે.૨ પરંતુ ડૉ. અમૃત પટેલ, ઉત્તર ગુજરાતનાં બોલીગત ઉચ્ચારણોમાં જ આ ગીતની ઉપાડ- પંક્તિ ટાંકે છે. એ ઉતારો અહીં આપું છું : | બોલીગત ઉચ્ચારણો અને શબ્દરૂપોની હેરફેરને દાખવતી, આ ગીતની કેટલીક વાચનાઓ, મેઘાણી પછીનાં તાજેતરનાં સંપાદનોને અભ્યાસગ્રંથોમાં જોવા મળે છે. શ્રી ખોડીદાસ પરમાર, ડૉ. રમણીકલાલ મારુ, ડૉ. અંબાદાન રોહડિયા, શ્રી ઉમિયાશંકર અજાણી અને ડૉ. વિનાયક રાવળ : આ સૌ અભ્યાસીઓ તો ઉપાડ-પંક્તિમાં, 'હરણ્યું' / 'હરણ્યો' : પાઠ આપે છે.<ref>૨. જુઓ : ‘ગુજરાતના લોકગીતો', સં. ખોડીદાસ પરમાર, પ્રકા. સાહિત્ય અકાદમી, દિલ્હી, પ્રથમ આવૃત્તિ (૧૯૮૧), પૃ. ૧૪<br>‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ; પ્રકા. સાહિત્ય પ્રથમ આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૨૩-૨૪, ૧૫૦, ૧૮૦, ૨૨૦. અકાદમી, ગાંધીનગર,</ref> પરંતુ ડૉ. અમૃત પટેલ, ઉત્તર ગુજરાતનાં બોલીગત ઉચ્ચારણોમાં જ આ ગીતની ઉપાડ- પંક્તિ ટાંકે છે. એ ઉતારો અહીં આપું છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘માડીના ચાંદલિયો ઊગ્યો ને અઇણ્યો આથમી, | {{Block center|<poem>‘માડીના ચાંદલિયો ઊગ્યો ને અઇણ્યો આથમી, | ||
માડીના ચ્યોં લગણ જોવું તમારી વાટ રે, | માડીના ચ્યોં લગણ જોવું તમારી વાટ રે, | ||
મોમેરા વેળા વહી જાશે રે. | મોમેરા વેળા વહી જાશે રે.”<ref>૩. જુઓ : ‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ, પ્રકા. સાહિત્ય અકાદમી પ્રથમ ,આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૧૬૬</ref></poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જોઈ શકાશે કે, મેઘાણીએ આપેલા પાઠમાંના 'વીરા'ને બદલે 'માડીના’ -એવું વૈકલ્પિક રૂપ; ઉપરાંત 'નં' (ને), 'ચ્યોં લગણ', ‘મૉમેરા' - જેવાં બોલીગત ઉચ્ચરિત રૂપો, ગીતના એતદેશીય પ્રચલનની પ્રામાણિકતા સાચવતાં લાગશે. ગીતની ગાનાત્મક સપાટીને, સ્થાનીય વાચિકતાનો, આ રીતે, જે સહજ ને અકૃતક સ્પર્શ મળે એથી કરીને, એ વિશેષ હૃદ્ય ને શ્રુતિપ્રાંજલ બની રહે. | જોઈ શકાશે કે, મેઘાણીએ આપેલા પાઠમાંના 'વીરા'ને બદલે 'માડીના’ -એવું વૈકલ્પિક રૂપ; ઉપરાંત 'નં' (ને), 'ચ્યોં લગણ', ‘મૉમેરા' - જેવાં બોલીગત ઉચ્ચરિત રૂપો, ગીતના એતદેશીય પ્રચલનની પ્રામાણિકતા સાચવતાં લાગશે. ગીતની ગાનાત્મક સપાટીને, સ્થાનીય વાચિકતાનો, આ રીતે, જે સહજ ને અકૃતક સ્પર્શ મળે એથી કરીને, એ વિશેષ હૃદ્ય ને શ્રુતિપ્રાંજલ બની રહે. | ||
પરંતુ, શ્રી પટેલ, 'હરણ્યું' / 'હરણ્યો’'ને બદલે જ્યારે 'અઈણ્યો' પાઠ મૂકે . છે ત્યારે એમની સમજ સાવ જુદી છે. 'હરણી' (સં. હરિણી, બ. વ. હરિણ્ય:) ના બહુવચન હરણીઓ→ હરણ્યું - હરણ્યો'ના ઉત્તર ગુજરાતના બોલીગત ઉચ્ચારણ તરીકે આ રૂપ હોવાનું એમને અભિપ્રેત નથી; એમના મતે તો રિળીનું નહિ; રોઃિળી'નું એ સ્થાનીય ઉચ્ચરિત શબ્દરૂપ છે. એટલે, આ પંક્તિમાં ચંદ્રના ઉદય સાથે મૃગશીર્ષ (“હરણ્યું')નો અસ્ત નહિ; પણ રોહિણી (‘અઈણ્યો’)નો અસ્ત સંબંધાયો છે એવું એમને અભિમત છે. મેઘાણીથી માંડીને અદ્યપર્યન્તના અનુકાલીન સંપાદકો, અભ્યાસીઓ પ્રસ્તુત ગીતસંદર્ભમાં ‘હરણ્યું' (મૃગશીર્ષ તારકજૂથ) પરત્વે, પાઠ અને અર્થસંકેતની બાબતમાં સમાન અને સંગત વલણ દાખવે છે. (હા, ડૉ. રમણભાઈ પી. પટેલે 'હરણ્યું’ને સ્થાને 'અઈણાં' હરણીઓ હઈણ્યો - અઈણ્યો -અઈણાં ?) એવું ચરોતરી ઉચ્ચારણ નોંધ્યું છે; પણ આ ઉચ્ચારભેદ સિવાય કશો અન્યાર્થસંકેત નોંધ્યો નથી.)૪ જ્યારે ડૉ. અમૃત પટેલ, તમામ પૂર્વસૂરિઓ અને સમકાલીનોથી. આ બાબતમાં, સાવ જુદા પડે છે. આ સ્થિતિમાં, બોલીગત ઉચારપાઠમાં પ્રસ્તુત અર્થારોપ, અને એને આધારે તારવેલી પોતીકી સ્થાપના (Thesis) : આ બન્નેની વિદ્યાપુષ્ટ ગ્રાહ્યતાની બાબત, ઊંડી ને પૂરતી ચિકિત્સા માગી લે. | પરંતુ, શ્રી પટેલ, 'હરણ્યું' / 'હરણ્યો’'ને બદલે જ્યારે 'અઈણ્યો' પાઠ મૂકે . છે ત્યારે એમની સમજ સાવ જુદી છે. 'હરણી' (સં. હરિણી, બ. વ. હરિણ્ય:) ના બહુવચન હરણીઓ→ હરણ્યું - હરણ્યો'ના ઉત્તર ગુજરાતના બોલીગત ઉચ્ચારણ તરીકે આ રૂપ હોવાનું એમને અભિપ્રેત નથી; એમના મતે તો રિળીનું નહિ; રોઃિળી'નું એ સ્થાનીય ઉચ્ચરિત શબ્દરૂપ છે. એટલે, આ પંક્તિમાં ચંદ્રના ઉદય સાથે મૃગશીર્ષ (“હરણ્યું')નો અસ્ત નહિ; પણ રોહિણી (‘અઈણ્યો’)નો અસ્ત સંબંધાયો છે એવું એમને અભિમત છે. મેઘાણીથી માંડીને અદ્યપર્યન્તના અનુકાલીન સંપાદકો, અભ્યાસીઓ પ્રસ્તુત ગીતસંદર્ભમાં ‘હરણ્યું' (મૃગશીર્ષ તારકજૂથ) પરત્વે, પાઠ અને અર્થસંકેતની બાબતમાં સમાન અને સંગત વલણ દાખવે છે. (હા, ડૉ. રમણભાઈ પી. પટેલે 'હરણ્યું’ને સ્થાને 'અઈણાં' હરણીઓ હઈણ્યો - અઈણ્યો -અઈણાં ?) એવું ચરોતરી ઉચ્ચારણ નોંધ્યું છે; પણ આ ઉચ્ચારભેદ સિવાય કશો અન્યાર્થસંકેત નોંધ્યો નથી.)<ref>૪. જુઓ : 'લોકગીત : તત્ત્વ અને તંત્ર', સ. ડૉ. બળવંત જાની, પ્રકા. ગુજ. સાહિ. અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨, પૃ. ૧૪૩</ref> જ્યારે ડૉ. અમૃત પટેલ, તમામ પૂર્વસૂરિઓ અને સમકાલીનોથી. આ બાબતમાં, સાવ જુદા પડે છે. આ સ્થિતિમાં, બોલીગત ઉચારપાઠમાં પ્રસ્તુત અર્થારોપ, અને એને આધારે તારવેલી પોતીકી સ્થાપના (Thesis) : આ બન્નેની વિદ્યાપુષ્ટ ગ્રાહ્યતાની બાબત, ઊંડી ને પૂરતી ચિકિત્સા માગી લે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
| Line 26: | Line 26: | ||
(આ પ્રથા) ‘ઉત્તર ગુજરાતમાં 'બંધુકા વિવાહ' તરીકે ઓળખવામાં આવે છે.' | (આ પ્રથા) ‘ઉત્તર ગુજરાતમાં 'બંધુકા વિવાહ' તરીકે ઓળખવામાં આવે છે.' | ||
'... કેટલાંક ચોક્કસ ગીતો વિષે જરૂર કહી શકાય કે આ લગ્નગીતો કડવા પાટીદાર જ્ઞાતિનાં છે... આ લગ્નગીતમાં જ્ઞાતિની એક હજાર વર્ષ જૂની બંધુકા વિવાહની લગ્નપરંપરા પડઘાય છે.' | '... કેટલાંક ચોક્કસ ગીતો વિષે જરૂર કહી શકાય કે આ લગ્નગીતો કડવા પાટીદાર જ્ઞાતિનાં છે... આ લગ્નગીતમાં જ્ઞાતિની એક હજાર વર્ષ જૂની બંધુકા વિવાહની લગ્નપરંપરા પડઘાય છે.' | ||
- '... વરકન્યાને રાત્રે માંયરામાં... બેસાડવામાં આવે તેના થોડા સમય પહેલાં જ મામેરું ભરવામાં આવે છે. આકાશમાં ચંદ્રનું ઊગવું અને રોહિણી નક્ષત્રનું (અઈણ્યાનું) આથમવું એ ઘટના વર્ષમાં અખાત્રીજની રાત્રિએ જ બને છે. આ લગ્નગીત 'બંધુકા વિવાહ'ની તિથિ અને સમયની ગવાહી પૂરે છે.’ | - '... વરકન્યાને રાત્રે માંયરામાં... બેસાડવામાં આવે તેના થોડા સમય પહેલાં જ મામેરું ભરવામાં આવે છે. આકાશમાં ચંદ્રનું ઊગવું અને રોહિણી નક્ષત્રનું (અઈણ્યાનું) આથમવું એ ઘટના વર્ષમાં અખાત્રીજની રાત્રિએ જ બને છે. આ લગ્નગીત 'બંધુકા વિવાહ'ની તિથિ અને સમયની ગવાહી પૂરે છે.’ <ref>જુઓ : ‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનયાક રાવળ, પ્રકા. ગુ.સા.અ., પ્રથમ આવૃત્તિ, (૨૦૦૪) પૃ. ૧૬૩, ૧૬૬</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
| Line 33: | Line 33: | ||
ઘટતો હોય છે! આમ છતાં, ધ્વનિપરિવર્તનના નિયમોની મર્યાદા સ્વીકારીને પણ, બોલીગત પરિવર્તનનાં કેટલાંક વ્યાપક વલણોના પ્રકાશમાં, ‘રોહિણી > અઈણ્યો’ કે 'હરિણી > અઈણ્યો' - આ બન્નેની પદયાત્રાનું પગેરું પારખીને ચાલીએ તો, સંગત - ને તેથી સ્વીકારશીલ - સંભાવના પર તો જરૂર પહોંચી શકાય. | ઘટતો હોય છે! આમ છતાં, ધ્વનિપરિવર્તનના નિયમોની મર્યાદા સ્વીકારીને પણ, બોલીગત પરિવર્તનનાં કેટલાંક વ્યાપક વલણોના પ્રકાશમાં, ‘રોહિણી > અઈણ્યો’ કે 'હરિણી > અઈણ્યો' - આ બન્નેની પદયાત્રાનું પગેરું પારખીને ચાલીએ તો, સંગત - ને તેથી સ્વીકારશીલ - સંભાવના પર તો જરૂર પહોંચી શકાય. | ||
'રોહિણી > અઈણ્યો'ના પરિવર્તનક્રમમાં, પ્રથમાક્ષર '૨'નો લોપ અનિવાર્ય બને, અને 'અ' શ્રુતિનો આગમ આવશ્યક બને. જોકે, હેમચંદ્રે અપભ્રંશમાં '૨’કારનો લોપ અને પ્રક્ષેપ - બન્ને વલણો ચીંધ્યાં છે. પરંતુ હેમચંદ્રીય સૂત્ર અહીં સખાતે આવી શકે એમ નથી ! કેમકે, લોપ વા પ્રક્ષેપ - કોઈ પણ વ્યાપારમાં '૨'કારની સ્વતંત્ર નહિ, સંયુક્તાક્ષરી ઉપસ્થિતિ એને માન્ય છે. (પ્રિય > પિય; વ્યાસ : >વાસુ) અહીં એનો સંભવ જ નથી. મધ્યવર્તી 'રિ'→ ય→ ઈને રસ્તે, તાણીતૂશીને પહોંચીએ; તો પણ અંત્યાક્ષર - ણી > ણ્યો - કેવી રીતે સંભવે ?' '- ણી → ણ્ય' લગી બોલીરૂપમાં પરિવર્તિત થાય; પરંતુ અહીં - 'ણ્યો'માંના ઓકારાન્તને તો કાં પુંલ્લિંગવાચી, કાં સ્ત્રીલિંગ બહુવચનમાં ખપાવવાનું રહે. યાદ રહે કે 'રોહિણી' એકાત્મક (Single) તારો છે; તારકજૂથ નથી, મૃગશીર્ષની જેમ. વળી, એનો વ્યાકરણાત્મક દરજ્જો સ્ત્રીલિંગનો છે. એ જોતાં ‘-ઓકારાન્તરૂપ સંગત ન ઠરે.' પરિવર્તનના સ્વાભાવિક ક્રમે, સૌરાષ્ટ્રમાં 'રોહિણી'નાં 'રોયણ'ને 'રોણ્ય' : આ બે રૂપો જાણીતાં છે. 'રોયણ વિયાણી ને તારો ઊગિયો' (રોહિણી પ્રસવી ને તારાનો ઉદય થયો); ‘રોણ્ય બેસતાં જ ઝબકી !' સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ એટલે 'રોણ્ય બેઠી'. રોહિણી આરંભના દિવસોમાં જ વીજળીનો ચમકાર દેખાડે એ પરથી, નવોસવો અમલદાર કે નવી વહુ આવતાંવેંત પોતાના પ્રતાપ / પ્રભાવ પ્રદર્શિત કરવા લાગે ત્યારે ગ્રામીણ પ્રદેશોમાં આ કહેવત ચલણમાં, હજીયે, છે. આગળ નોંધ્યું તે પ્રમાણે, 'રોહિણી'માંના પ્રથમાક્ષરનો લોપ સંભવિત નથી; એટલું જ નહિ, મધ્યવર્તી કે અંત્યાક્ષરના શ્રુતિપરિવર્ત, દૂરાકૃષ્ટ તારવણીથી પણ ગ્રાહ્ય બને તેવા નથી. આ સંજોગોમાં, ‘અઈણ્યો'ને રોહિણીના બોલીગત ઉચ્ચારણ તરીકે વ્યુત્પન્ન કરવાનું સંભવિત નથી. | 'રોહિણી > અઈણ્યો'ના પરિવર્તનક્રમમાં, પ્રથમાક્ષર '૨'નો લોપ અનિવાર્ય બને, અને 'અ' શ્રુતિનો આગમ આવશ્યક બને. જોકે, હેમચંદ્રે અપભ્રંશમાં '૨’કારનો લોપ અને પ્રક્ષેપ - બન્ને વલણો ચીંધ્યાં છે. પરંતુ હેમચંદ્રીય સૂત્ર અહીં સખાતે આવી શકે એમ નથી ! કેમકે, લોપ વા પ્રક્ષેપ - કોઈ પણ વ્યાપારમાં '૨'કારની સ્વતંત્ર નહિ, સંયુક્તાક્ષરી ઉપસ્થિતિ એને માન્ય છે. (પ્રિય > પિય; વ્યાસ : >વાસુ) અહીં એનો સંભવ જ નથી. મધ્યવર્તી 'રિ'→ ય→ ઈને રસ્તે, તાણીતૂશીને પહોંચીએ; તો પણ અંત્યાક્ષર - ણી > ણ્યો - કેવી રીતે સંભવે ?' '- ણી → ણ્ય' લગી બોલીરૂપમાં પરિવર્તિત થાય; પરંતુ અહીં - 'ણ્યો'માંના ઓકારાન્તને તો કાં પુંલ્લિંગવાચી, કાં સ્ત્રીલિંગ બહુવચનમાં ખપાવવાનું રહે. યાદ રહે કે 'રોહિણી' એકાત્મક (Single) તારો છે; તારકજૂથ નથી, મૃગશીર્ષની જેમ. વળી, એનો વ્યાકરણાત્મક દરજ્જો સ્ત્રીલિંગનો છે. એ જોતાં ‘-ઓકારાન્તરૂપ સંગત ન ઠરે.' પરિવર્તનના સ્વાભાવિક ક્રમે, સૌરાષ્ટ્રમાં 'રોહિણી'નાં 'રોયણ'ને 'રોણ્ય' : આ બે રૂપો જાણીતાં છે. 'રોયણ વિયાણી ને તારો ઊગિયો' (રોહિણી પ્રસવી ને તારાનો ઉદય થયો); ‘રોણ્ય બેસતાં જ ઝબકી !' સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ એટલે 'રોણ્ય બેઠી'. રોહિણી આરંભના દિવસોમાં જ વીજળીનો ચમકાર દેખાડે એ પરથી, નવોસવો અમલદાર કે નવી વહુ આવતાંવેંત પોતાના પ્રતાપ / પ્રભાવ પ્રદર્શિત કરવા લાગે ત્યારે ગ્રામીણ પ્રદેશોમાં આ કહેવત ચલણમાં, હજીયે, છે. આગળ નોંધ્યું તે પ્રમાણે, 'રોહિણી'માંના પ્રથમાક્ષરનો લોપ સંભવિત નથી; એટલું જ નહિ, મધ્યવર્તી કે અંત્યાક્ષરના શ્રુતિપરિવર્ત, દૂરાકૃષ્ટ તારવણીથી પણ ગ્રાહ્ય બને તેવા નથી. આ સંજોગોમાં, ‘અઈણ્યો'ને રોહિણીના બોલીગત ઉચ્ચારણ તરીકે વ્યુત્પન્ન કરવાનું સંભવિત નથી. | ||
એ ચોખવટ ભાગ્યે જ કરવાની રહે કે 'હરણ્યું' બોલીરૂપ, (સં. - રિષ્ય: ય.વ.) હરણી - હરણીઓ (બ.વ.) પરથી બોલીગત ઉચ્ચારણમાં ‘હરણ્યું’ બન્યું છે. અંત્ય 'ઓ' > ઉં' પરિવર્ત, સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે પ્રચલિત છે. (બાઈ બાઈઓ > બાયું; ગાય - ગાયો > ગાયું) એટલે, અહીં લાંબી ચર્ચાને અવકાશ જ નથી. હવે મુદ્દો રહે હરિણી→ હરણી હરણીઓ પરથી ‘અઈણ્યો’/ ‘અઈણાં’ સંભવે કે કેમ એ પૂરતો. અમુક ધ્વનિસંદર્ભમાં હકારનો લોપ બોલીગત ઉચ્ચારણોમાં જોવા મળે છે. (હવેડો - અવૈડો; હલેતી- અલેતી) એ જ રીતે, મૂર્ધન્ય ધ્વનિઓના પૂર્વવર્તી ૨ > યનો વ્યાપાર પણ પ્રચલિત છે. (દોરડું > દોયડું; બારણું > બાયણું) આ ધ્વનિવલણોની તરેહમાં ‘હરણી’ના બહુવચન ‘હરણીઓ’નો પરિવર્તિત ઉચ્ચારણક્રમ આવો સંભવે : હરણીઓ હરક્યું > હયુણ્યું > અણ્યું > અઈણ્યું. | એ ચોખવટ ભાગ્યે જ કરવાની રહે કે 'હરણ્યું' બોલીરૂપ, (સં. - રિષ્ય: ય.વ.) હરણી - હરણીઓ (બ.વ.) પરથી બોલીગત ઉચ્ચારણમાં ‘હરણ્યું’ બન્યું છે. અંત્ય 'ઓ' > ઉં' પરિવર્ત, સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે પ્રચલિત છે. (બાઈ બાઈઓ > બાયું; ગાય - ગાયો > ગાયું) એટલે, અહીં લાંબી ચર્ચાને અવકાશ જ નથી. હવે મુદ્દો રહે હરિણી→ હરણી હરણીઓ પરથી ‘અઈણ્યો’/ ‘અઈણાં’ સંભવે કે કેમ એ પૂરતો. અમુક ધ્વનિસંદર્ભમાં હકારનો લોપ બોલીગત ઉચ્ચારણોમાં જોવા મળે છે. (હવેડો - અવૈડો; હલેતી- અલેતી) એ જ રીતે, મૂર્ધન્ય ધ્વનિઓના પૂર્વવર્તી ૨ > યનો વ્યાપાર પણ પ્રચલિત છે. (દોરડું > દોયડું; બારણું > બાયણું) આ ધ્વનિવલણોની તરેહમાં ‘હરણી’ના બહુવચન ‘હરણીઓ’નો પરિવર્તિત ઉચ્ચારણક્રમ આવો સંભવે : હરણીઓ હરક્યું > હયુણ્યું > અણ્યું > અઈણ્યું.<ref>બોલીગત ધ્વનિપરિવર્તનનાં વલણો માટે જુઓ : પૃ. ૧૬૦ થી ૧૬૪ 'વ્યુત્પત્તિ વિચાર', .લે. ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રકા. યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, પ્રથમ આવૃત્તિ (૧૯૭૫)</ref> ઉ.ગુ.ની બોલીમાં ‘અઈણ્યો' એ ‘હઈણ્યું’ને અનુરૂપ, બોલીભેદનું બહુવચનવાચી રૂપ ન સંભવે ? એ જ રીતે ‘અઈણાં’ (ચરોતરી બોલી)માંનો સાનુનાસિક આકારાન્ત પણ બહુવચનવાચી ઉચ્ચારભેદ ઠરે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
| Line 39: | Line 39: | ||
ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પણ, ડૉ. પટેલનાં નિરીક્ષણો અને નિદાન સંદેહાતીત નીવડે એવાં નથી. ચંદ્રનો ઉદય અને રોહિણી ('અઈણ્યા)ના અસ્તની 'ઘટના વર્ષમાં અખાત્રીજની રાત્રિએ જ બને છે.' આ વિધાનને વળગીને ચાલીએ તો, ઉદય/અસ્તની આ સહોપસ્થિત ઘટના, આખાયે વર્ષમાં, કેવળ એક જ વાર, માત્ર ને માત્ર, અખાત્રીજની સંધ્યોપરાંત રાત્રિની આરંભની જ ક્ષણોમાં ઘટતી હોય એવું સ્વીકારવું રહે. અખાત્રીજની આગલી તિથિએ બીજના ચંદ્રની બંકિમ રેખા જ 'ચંદ્રદર્શન' રૂપે હોય; તો વળતી જ રાતે, અખાત્રીજની સાંધ્ય સ્પૃષ્ટ રાત્રિએ પણ 'ચાંદલિયો’ નહીં, પણ થોડીક વધુ સ્પષ્ટરેખ અને થોડાક વિસ્તારી અર્ધવલય રૂપે, પાતળી ચંદ્રરેખા જ હોવાની! હકીકતે તો, બીજ/ત્રીજની, પાતળી લકીર શી ચંદ્રરેખને બદલે, થોડાઘણા વર્તુલ-સદૃશ ચંદ્રને 'ચાંદલિયો' કહેવાનું વધુ ઉપયુક્ત ગણાય. આવો ચાંદલિયો મહિનાના પહેલા કે છેલ્લા અઠવાડિયાની આરંભિક રાત્રિઓમાં તો હોઈ શકે નહિ. એ કારણે અહીં અખાત્રીજની ચોક્કસ તિથિનું સંકેતન માનવાનું પણ ખગોળસંગત લાગતું નથી. | ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પણ, ડૉ. પટેલનાં નિરીક્ષણો અને નિદાન સંદેહાતીત નીવડે એવાં નથી. ચંદ્રનો ઉદય અને રોહિણી ('અઈણ્યા)ના અસ્તની 'ઘટના વર્ષમાં અખાત્રીજની રાત્રિએ જ બને છે.' આ વિધાનને વળગીને ચાલીએ તો, ઉદય/અસ્તની આ સહોપસ્થિત ઘટના, આખાયે વર્ષમાં, કેવળ એક જ વાર, માત્ર ને માત્ર, અખાત્રીજની સંધ્યોપરાંત રાત્રિની આરંભની જ ક્ષણોમાં ઘટતી હોય એવું સ્વીકારવું રહે. અખાત્રીજની આગલી તિથિએ બીજના ચંદ્રની બંકિમ રેખા જ 'ચંદ્રદર્શન' રૂપે હોય; તો વળતી જ રાતે, અખાત્રીજની સાંધ્ય સ્પૃષ્ટ રાત્રિએ પણ 'ચાંદલિયો’ નહીં, પણ થોડીક વધુ સ્પષ્ટરેખ અને થોડાક વિસ્તારી અર્ધવલય રૂપે, પાતળી ચંદ્રરેખા જ હોવાની! હકીકતે તો, બીજ/ત્રીજની, પાતળી લકીર શી ચંદ્રરેખને બદલે, થોડાઘણા વર્તુલ-સદૃશ ચંદ્રને 'ચાંદલિયો' કહેવાનું વધુ ઉપયુક્ત ગણાય. આવો ચાંદલિયો મહિનાના પહેલા કે છેલ્લા અઠવાડિયાની આરંભિક રાત્રિઓમાં તો હોઈ શકે નહિ. એ કારણે અહીં અખાત્રીજની ચોક્કસ તિથિનું સંકેતન માનવાનું પણ ખગોળસંગત લાગતું નથી. | ||
સૂર્યનું વાર્ષિક ભ્રમણચક્ર નક્ષત્રમંડળમાંથી પસાર થતું હોય છે એ દરમ્યાન પ્રત્યેક નક્ષત્રનાં, આશરે પંદરેક દિવસનો એનો પક્ષવાસ રહે. એટલે નક્ષત્રોની ભ્રમણગતિનાં સ્થિત્યંતરો પણ, સમયાનુસાર, પલટાતાં રહે. વૈશાખ માસ દરમ્યાન - બેત્રણ તિથિને આઘીપાછી ગણીને ચાલીએ તો — સૂર્ય ચૌદ/પંદર દિવસ રોહિણીમાં અને તે પછી લગભગ એટલા જ દિવસો, મૃગશીર્ષમાં હોય. સૂર્ય જ્યારે જે નક્ષત્રમાં હોય, એટલી તિથિઓમાં તે નક્ષત્રના ઉદય / અસ્તનું સમયમાન એકસરખું રહે. નક્ષત્રોના ઉદય / અસ્તના સમયમાનમાં, થતા રહેતા પરિવર્તનને કારણે જ ઋતુએ ઋતુએ આ સમયમાન ચલિત થયા કરે. નરસિંહનાં 'હારસમેનાં પદો'માંથી આ બાબતની પુષ્ટિ મળશે. | સૂર્યનું વાર્ષિક ભ્રમણચક્ર નક્ષત્રમંડળમાંથી પસાર થતું હોય છે એ દરમ્યાન પ્રત્યેક નક્ષત્રનાં, આશરે પંદરેક દિવસનો એનો પક્ષવાસ રહે. એટલે નક્ષત્રોની ભ્રમણગતિનાં સ્થિત્યંતરો પણ, સમયાનુસાર, પલટાતાં રહે. વૈશાખ માસ દરમ્યાન - બેત્રણ તિથિને આઘીપાછી ગણીને ચાલીએ તો — સૂર્ય ચૌદ/પંદર દિવસ રોહિણીમાં અને તે પછી લગભગ એટલા જ દિવસો, મૃગશીર્ષમાં હોય. સૂર્ય જ્યારે જે નક્ષત્રમાં હોય, એટલી તિથિઓમાં તે નક્ષત્રના ઉદય / અસ્તનું સમયમાન એકસરખું રહે. નક્ષત્રોના ઉદય / અસ્તના સમયમાનમાં, થતા રહેતા પરિવર્તનને કારણે જ ઋતુએ ઋતુએ આ સમયમાન ચલિત થયા કરે. નરસિંહનાં 'હારસમેનાં પદો'માંથી આ બાબતની પુષ્ટિ મળશે. | ||
“જાગ-ના જાદવા, રાત થોડી રહી, મંડળિક રા. મુંને બીવરાવે; | {{Poem2Close}} | ||
અરુણ ઉદિયો ને હરણલી આથમી, તૂને તોહે કરુણા ન આવે.' | {{Block center|<poem>“જાગ-ના જાદવા, રાત થોડી રહી, મંડળિક રા. મુંને બીવરાવે; | ||
નરસિંહની કસોટીને લગતો હાર-પ્રસંગ, માગશરમાં બન્યો છે; (એનાં પ્રમાણો એ પદમાળામાં જ છે.) જ્યારે મામેરાનું પ્રસ્તુત ગીત વૈશાખને ઉપલક્ષે છે. જોઈ શકાશે કે વૈશાખની રાતે બીજા પ્રહરમાં, ‘ચાંદલિયો ઊગ્યો' ને 'હરણ્યું આથમી', જ્યારે આ પદની પંક્તિઓમાં, છેક સૂર્યોદય થવા પૂર્વે 'હરણલી આથમી. | અરુણ ઉદિયો ને હરણલી આથમી, તૂને તોહે કરુણા ન આવે.'</poem>}} | ||
{{Poem2Open}} | |||
નરસિંહની કસોટીને લગતો હાર-પ્રસંગ, માગશરમાં બન્યો છે; (એનાં પ્રમાણો એ પદમાળામાં જ છે.) જ્યારે મામેરાનું પ્રસ્તુત ગીત વૈશાખને ઉપલક્ષે છે. જોઈ શકાશે કે વૈશાખની રાતે બીજા પ્રહરમાં, ‘ચાંદલિયો ઊગ્યો' ને 'હરણ્યું આથમી', જ્યારે આ પદની પંક્તિઓમાં, છેક સૂર્યોદય થવા પૂર્વે 'હરણલી આથમી.”<ref>જુઓ : 'આત્મચરિતનાં કાવ્યો', સં. કે. કા. શાસ્ત્રી, પ્રકાશક : નરસિંહ મહેતા ચોરા સમિતિ, જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ (૧૯૬૯), પૃ. ૧૦૮</ref> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
| Line 52: | Line 54: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''સંદર્ભનોંધ''' | '''સંદર્ભનોંધ''' | ||
{{reflist}} | |||
{{right|('પરબ' નવે/૨૦૦૭)}}<br> | {{right|('પરબ' નવે/૨૦૦૭)}}<br> | ||
આ લેખમાંના તમામ રેખાંકિત સ્થળો, આ લખનારે, મૂક્યાં છે. | આ લેખમાંના તમામ રેખાંકિત સ્થળો, આ લખનારે, મૂક્યાં છે. | ||
Revision as of 15:54, 18 March 2025
(૧) ‘... ચાંદલિયો ઊગ્યો ને અઈણ્યો (હરણ્યું ?) આથમી’ :
-અર્થવાચનમાં અંતરાયની બાબત
વિવાહાદિ માંગલિક પ્રસંગો વેળા, ગૃહિણીના પિયરપક્ષ તરફથી મામેરું ભરવાનો ચાલ, આપણે ત્યાં, પ્રચલિત છે. એ પ્રસંગે ગવાતાં ગીતો, લગ્નગીતોને લગતા એકાધિક સંચયોમાં ગ્રંથસ્થ થતાં રહ્યાં છે. પોતાને ત્યાં દીકરા/દીકરીનાં લગ્નનો અવસર છે; એટલે મામેરું લઈને આવનારા ભાઈની આતુરતાભરી પ્રતીક્ષા, બહેન કરતી હોય છે. ટાણું થઈ જવા છતાં ભાઈ નથી પહોંચ્યો એ કારણે બહેન ભાવવિસ્વળ થઈ ઊઠે છે - આવા ભાવને ઝીલતાં ગીતનો ઉપાડ-ખંડક અહીં ટાંકું છું.
‘વીરા ! ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,
વીરા ! ક્યાં લગણ જોઉં તારી વાટ રે,
મામેરાં વેળા વહી જાશે રે'
- ઝવેરચંદ મેઘાણીનાં ગીતસંપાદન 'ચૂંદડી'માં આ ગીતના પાઠ તળે, અર્થગ્રહણની સુગમતા રહે એ માટે પાદટીપ રૂપે નોંધ મૂકી છે : 'ચંદ્રોદય વખતે જ મૃગશીર્ષ નક્ષત્રનો અસ્ત થાય તે બતાવે છે કે વૈશાખ માસ હશે."[1] છેલ્લા પાંચેક દાયકા દરમ્યાન, લગ્નગીતોના સંચય, સંપાદન ઉપરાંત સંશોધન / સમીક્ષણનાં અભ્યાસને લગતાં નોખનોખાં પ્રકાશનો થતાં રહ્યાં છે. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સમેતના પ્રદેશોમાં પ્રચલિત આ પ્રકારનાં ગીતોમાં તે તે પ્રદેશની સ્થાનીય બોલીનો પુટ એ રચનાઓને સાંપડતો રહે; કેમકે નિતાન્ત મુખપરિપાટીની જણસ (item) તરીકે, ચલનશીલ તરલતા તો એના પ્રચલન ને પ્રવર્તનની લાક્ષણિકતા હોવાની. એટલે જ 'રે’, 'હો’, ‘જી’ - જેવાં પૂરકો (supplements)ની અહીંતહીં હેરફેર, ઉપરાંત પ્રાદેશિક ઉચ્ચારભેદ અને વૈકલ્પિક શબ્દરૂપોની આવનજાવન પણ એમાં તરી આવવાની. આ સ્થિતિમાં, આપણાં નોખનોખાં પરગણાં કે પંથકમાં પ્રચલિત ગીતના ઉચ્ચારભેદ - અને એથી નીપજતાં નિરાળાં શબ્દરૂપોને પાઠાંતર કે પાઠભેદ તરીકે માનીને ચાલીએ તો સંગત ને સયુક્તિક અર્થવાચનમાં અવરોધ ઊભો થવા પામે. બોલીગત ઉચ્ચારણો અને શબ્દરૂપોની હેરફેરને દાખવતી, આ ગીતની કેટલીક વાચનાઓ, મેઘાણી પછીનાં તાજેતરનાં સંપાદનોને અભ્યાસગ્રંથોમાં જોવા મળે છે. શ્રી ખોડીદાસ પરમાર, ડૉ. રમણીકલાલ મારુ, ડૉ. અંબાદાન રોહડિયા, શ્રી ઉમિયાશંકર અજાણી અને ડૉ. વિનાયક રાવળ : આ સૌ અભ્યાસીઓ તો ઉપાડ-પંક્તિમાં, 'હરણ્યું' / 'હરણ્યો' : પાઠ આપે છે.[2] પરંતુ ડૉ. અમૃત પટેલ, ઉત્તર ગુજરાતનાં બોલીગત ઉચ્ચારણોમાં જ આ ગીતની ઉપાડ- પંક્તિ ટાંકે છે. એ ઉતારો અહીં આપું છું :
‘માડીના ચાંદલિયો ઊગ્યો ને અઇણ્યો આથમી,
માડીના ચ્યોં લગણ જોવું તમારી વાટ રે,
મોમેરા વેળા વહી જાશે રે.”[3]
જોઈ શકાશે કે, મેઘાણીએ આપેલા પાઠમાંના 'વીરા'ને બદલે 'માડીના’ -એવું વૈકલ્પિક રૂપ; ઉપરાંત 'નં' (ને), 'ચ્યોં લગણ', ‘મૉમેરા' - જેવાં બોલીગત ઉચ્ચરિત રૂપો, ગીતના એતદેશીય પ્રચલનની પ્રામાણિકતા સાચવતાં લાગશે. ગીતની ગાનાત્મક સપાટીને, સ્થાનીય વાચિકતાનો, આ રીતે, જે સહજ ને અકૃતક સ્પર્શ મળે એથી કરીને, એ વિશેષ હૃદ્ય ને શ્રુતિપ્રાંજલ બની રહે. પરંતુ, શ્રી પટેલ, 'હરણ્યું' / 'હરણ્યો’'ને બદલે જ્યારે 'અઈણ્યો' પાઠ મૂકે . છે ત્યારે એમની સમજ સાવ જુદી છે. 'હરણી' (સં. હરિણી, બ. વ. હરિણ્ય:) ના બહુવચન હરણીઓ→ હરણ્યું - હરણ્યો'ના ઉત્તર ગુજરાતના બોલીગત ઉચ્ચારણ તરીકે આ રૂપ હોવાનું એમને અભિપ્રેત નથી; એમના મતે તો રિળીનું નહિ; રોઃિળી'નું એ સ્થાનીય ઉચ્ચરિત શબ્દરૂપ છે. એટલે, આ પંક્તિમાં ચંદ્રના ઉદય સાથે મૃગશીર્ષ (“હરણ્યું')નો અસ્ત નહિ; પણ રોહિણી (‘અઈણ્યો’)નો અસ્ત સંબંધાયો છે એવું એમને અભિમત છે. મેઘાણીથી માંડીને અદ્યપર્યન્તના અનુકાલીન સંપાદકો, અભ્યાસીઓ પ્રસ્તુત ગીતસંદર્ભમાં ‘હરણ્યું' (મૃગશીર્ષ તારકજૂથ) પરત્વે, પાઠ અને અર્થસંકેતની બાબતમાં સમાન અને સંગત વલણ દાખવે છે. (હા, ડૉ. રમણભાઈ પી. પટેલે 'હરણ્યું’ને સ્થાને 'અઈણાં' હરણીઓ હઈણ્યો - અઈણ્યો -અઈણાં ?) એવું ચરોતરી ઉચ્ચારણ નોંધ્યું છે; પણ આ ઉચ્ચારભેદ સિવાય કશો અન્યાર્થસંકેત નોંધ્યો નથી.)[4] જ્યારે ડૉ. અમૃત પટેલ, તમામ પૂર્વસૂરિઓ અને સમકાલીનોથી. આ બાબતમાં, સાવ જુદા પડે છે. આ સ્થિતિમાં, બોલીગત ઉચારપાઠમાં પ્રસ્તુત અર્થારોપ, અને એને આધારે તારવેલી પોતીકી સ્થાપના (Thesis) : આ બન્નેની વિદ્યાપુષ્ટ ગ્રાહ્યતાની બાબત, ઊંડી ને પૂરતી ચિકિત્સા માગી લે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *
ડૉ. પટેલને અભીષ્ટ એવા પાઠપ્રકાશમાં, એમની સ્થાપના; અને એને સમર્પક ઉપપત્તિઓ, એમના જ શબ્દોમાં નોંધીને આગળ વધવાનું, વિદ્યા-દુરસ્તીની-દૃષ્ટિએ, ઘટારત ઠરશે. - ‘કડવા પાટીદાર જ્ઞાતિમાં જ દર દસ વર્ષે.. લગ્નો થતાં હતાં. આ લગ્નની તિથિ પણ નિશ્ચિત હતી. વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ)ના દિવસે જ... સામૂહિક લગ્નો થતાં.' (આ પ્રથા) ‘ઉત્તર ગુજરાતમાં 'બંધુકા વિવાહ' તરીકે ઓળખવામાં આવે છે.' '... કેટલાંક ચોક્કસ ગીતો વિષે જરૂર કહી શકાય કે આ લગ્નગીતો કડવા પાટીદાર જ્ઞાતિનાં છે... આ લગ્નગીતમાં જ્ઞાતિની એક હજાર વર્ષ જૂની બંધુકા વિવાહની લગ્નપરંપરા પડઘાય છે.' - '... વરકન્યાને રાત્રે માંયરામાં... બેસાડવામાં આવે તેના થોડા સમય પહેલાં જ મામેરું ભરવામાં આવે છે. આકાશમાં ચંદ્રનું ઊગવું અને રોહિણી નક્ષત્રનું (અઈણ્યાનું) આથમવું એ ઘટના વર્ષમાં અખાત્રીજની રાત્રિએ જ બને છે. આ લગ્નગીત 'બંધુકા વિવાહ'ની તિથિ અને સમયની ગવાહી પૂરે છે.’ [5]
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *
બંધુકા વિવાહ; દશ-બાર વરસનો અંતરાલ; વિવાહ માટેની નિશ્ચિત અને નિયત એક જ તિથિ - અખાત્રીજ : આટલી વિગતોની તથ્યપરકતા ને ગ્રાહ્યતા અંગે તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ 'રોહિણી > અઈણ્યો' પરિવર્તનઘટના, ગુજરાતી ભાષાના ધ્વનિપરિવર્તન - વિષયક વ્યાપારો ને વલણોની ઐતિહાસિક ક્રમિકતાના મેળમાં ખરી ઊતરી શકે એમ છે ? માન્ય ભાષાને મુકાબલે, સ્થાનિક બોલીઓમાંનાં ધ્વનિરૂપોને, ધ્વનિપરિવર્તનનાં પ્રચલિત વલણો કે વ્યાપારસરણીથી જ પ્રત્યેક કિસ્સામાં ઉકેલી આપવાનું કામ જોખમભર્યું છે; ક્યારેક શાસ્ત્રીયતા પાંખી ને સાહસિકતા પહોળી બની બેસે એ ભય પણ રહે, પ્રાદેશિક બોલીઓ, એના ચલનશીલ વ્યવહારની બાબતમાં, શાસ્ત્રીય વ્યાપારોના ડારામાં જ રહીને વર્તે એવું બનતું નથી. ભાષિક વ્યાપારોના પ્રવર્તન બારામાં તો ખુદ પાણિનિએ કબૂલ્યું છે એમ , 'क्वचित् प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः, क्वचित् विभाषा, क्वचिदन्यदेव" – વાળો ઘાટ ઘટતો હોય છે! આમ છતાં, ધ્વનિપરિવર્તનના નિયમોની મર્યાદા સ્વીકારીને પણ, બોલીગત પરિવર્તનનાં કેટલાંક વ્યાપક વલણોના પ્રકાશમાં, ‘રોહિણી > અઈણ્યો’ કે 'હરિણી > અઈણ્યો' - આ બન્નેની પદયાત્રાનું પગેરું પારખીને ચાલીએ તો, સંગત - ને તેથી સ્વીકારશીલ - સંભાવના પર તો જરૂર પહોંચી શકાય. 'રોહિણી > અઈણ્યો'ના પરિવર્તનક્રમમાં, પ્રથમાક્ષર '૨'નો લોપ અનિવાર્ય બને, અને 'અ' શ્રુતિનો આગમ આવશ્યક બને. જોકે, હેમચંદ્રે અપભ્રંશમાં '૨’કારનો લોપ અને પ્રક્ષેપ - બન્ને વલણો ચીંધ્યાં છે. પરંતુ હેમચંદ્રીય સૂત્ર અહીં સખાતે આવી શકે એમ નથી ! કેમકે, લોપ વા પ્રક્ષેપ - કોઈ પણ વ્યાપારમાં '૨'કારની સ્વતંત્ર નહિ, સંયુક્તાક્ષરી ઉપસ્થિતિ એને માન્ય છે. (પ્રિય > પિય; વ્યાસ : >વાસુ) અહીં એનો સંભવ જ નથી. મધ્યવર્તી 'રિ'→ ય→ ઈને રસ્તે, તાણીતૂશીને પહોંચીએ; તો પણ અંત્યાક્ષર - ણી > ણ્યો - કેવી રીતે સંભવે ?' '- ણી → ણ્ય' લગી બોલીરૂપમાં પરિવર્તિત થાય; પરંતુ અહીં - 'ણ્યો'માંના ઓકારાન્તને તો કાં પુંલ્લિંગવાચી, કાં સ્ત્રીલિંગ બહુવચનમાં ખપાવવાનું રહે. યાદ રહે કે 'રોહિણી' એકાત્મક (Single) તારો છે; તારકજૂથ નથી, મૃગશીર્ષની જેમ. વળી, એનો વ્યાકરણાત્મક દરજ્જો સ્ત્રીલિંગનો છે. એ જોતાં ‘-ઓકારાન્તરૂપ સંગત ન ઠરે.' પરિવર્તનના સ્વાભાવિક ક્રમે, સૌરાષ્ટ્રમાં 'રોહિણી'નાં 'રોયણ'ને 'રોણ્ય' : આ બે રૂપો જાણીતાં છે. 'રોયણ વિયાણી ને તારો ઊગિયો' (રોહિણી પ્રસવી ને તારાનો ઉદય થયો); ‘રોણ્ય બેસતાં જ ઝબકી !' સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ એટલે 'રોણ્ય બેઠી'. રોહિણી આરંભના દિવસોમાં જ વીજળીનો ચમકાર દેખાડે એ પરથી, નવોસવો અમલદાર કે નવી વહુ આવતાંવેંત પોતાના પ્રતાપ / પ્રભાવ પ્રદર્શિત કરવા લાગે ત્યારે ગ્રામીણ પ્રદેશોમાં આ કહેવત ચલણમાં, હજીયે, છે. આગળ નોંધ્યું તે પ્રમાણે, 'રોહિણી'માંના પ્રથમાક્ષરનો લોપ સંભવિત નથી; એટલું જ નહિ, મધ્યવર્તી કે અંત્યાક્ષરના શ્રુતિપરિવર્ત, દૂરાકૃષ્ટ તારવણીથી પણ ગ્રાહ્ય બને તેવા નથી. આ સંજોગોમાં, ‘અઈણ્યો'ને રોહિણીના બોલીગત ઉચ્ચારણ તરીકે વ્યુત્પન્ન કરવાનું સંભવિત નથી. એ ચોખવટ ભાગ્યે જ કરવાની રહે કે 'હરણ્યું' બોલીરૂપ, (સં. - રિષ્ય: ય.વ.) હરણી - હરણીઓ (બ.વ.) પરથી બોલીગત ઉચ્ચારણમાં ‘હરણ્યું’ બન્યું છે. અંત્ય 'ઓ' > ઉં' પરિવર્ત, સૌરાષ્ટ્રમાં વ્યાપકપણે પ્રચલિત છે. (બાઈ બાઈઓ > બાયું; ગાય - ગાયો > ગાયું) એટલે, અહીં લાંબી ચર્ચાને અવકાશ જ નથી. હવે મુદ્દો રહે હરિણી→ હરણી હરણીઓ પરથી ‘અઈણ્યો’/ ‘અઈણાં’ સંભવે કે કેમ એ પૂરતો. અમુક ધ્વનિસંદર્ભમાં હકારનો લોપ બોલીગત ઉચ્ચારણોમાં જોવા મળે છે. (હવેડો - અવૈડો; હલેતી- અલેતી) એ જ રીતે, મૂર્ધન્ય ધ્વનિઓના પૂર્વવર્તી ૨ > યનો વ્યાપાર પણ પ્રચલિત છે. (દોરડું > દોયડું; બારણું > બાયણું) આ ધ્વનિવલણોની તરેહમાં ‘હરણી’ના બહુવચન ‘હરણીઓ’નો પરિવર્તિત ઉચ્ચારણક્રમ આવો સંભવે : હરણીઓ હરક્યું > હયુણ્યું > અણ્યું > અઈણ્યું.[6] ઉ.ગુ.ની બોલીમાં ‘અઈણ્યો' એ ‘હઈણ્યું’ને અનુરૂપ, બોલીભેદનું બહુવચનવાચી રૂપ ન સંભવે ? એ જ રીતે ‘અઈણાં’ (ચરોતરી બોલી)માંનો સાનુનાસિક આકારાન્ત પણ બહુવચનવાચી ઉચ્ચારભેદ ઠરે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *
ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પણ, ડૉ. પટેલનાં નિરીક્ષણો અને નિદાન સંદેહાતીત નીવડે એવાં નથી. ચંદ્રનો ઉદય અને રોહિણી ('અઈણ્યા)ના અસ્તની 'ઘટના વર્ષમાં અખાત્રીજની રાત્રિએ જ બને છે.' આ વિધાનને વળગીને ચાલીએ તો, ઉદય/અસ્તની આ સહોપસ્થિત ઘટના, આખાયે વર્ષમાં, કેવળ એક જ વાર, માત્ર ને માત્ર, અખાત્રીજની સંધ્યોપરાંત રાત્રિની આરંભની જ ક્ષણોમાં ઘટતી હોય એવું સ્વીકારવું રહે. અખાત્રીજની આગલી તિથિએ બીજના ચંદ્રની બંકિમ રેખા જ 'ચંદ્રદર્શન' રૂપે હોય; તો વળતી જ રાતે, અખાત્રીજની સાંધ્ય સ્પૃષ્ટ રાત્રિએ પણ 'ચાંદલિયો’ નહીં, પણ થોડીક વધુ સ્પષ્ટરેખ અને થોડાક વિસ્તારી અર્ધવલય રૂપે, પાતળી ચંદ્રરેખા જ હોવાની! હકીકતે તો, બીજ/ત્રીજની, પાતળી લકીર શી ચંદ્રરેખને બદલે, થોડાઘણા વર્તુલ-સદૃશ ચંદ્રને 'ચાંદલિયો' કહેવાનું વધુ ઉપયુક્ત ગણાય. આવો ચાંદલિયો મહિનાના પહેલા કે છેલ્લા અઠવાડિયાની આરંભિક રાત્રિઓમાં તો હોઈ શકે નહિ. એ કારણે અહીં અખાત્રીજની ચોક્કસ તિથિનું સંકેતન માનવાનું પણ ખગોળસંગત લાગતું નથી. સૂર્યનું વાર્ષિક ભ્રમણચક્ર નક્ષત્રમંડળમાંથી પસાર થતું હોય છે એ દરમ્યાન પ્રત્યેક નક્ષત્રનાં, આશરે પંદરેક દિવસનો એનો પક્ષવાસ રહે. એટલે નક્ષત્રોની ભ્રમણગતિનાં સ્થિત્યંતરો પણ, સમયાનુસાર, પલટાતાં રહે. વૈશાખ માસ દરમ્યાન - બેત્રણ તિથિને આઘીપાછી ગણીને ચાલીએ તો — સૂર્ય ચૌદ/પંદર દિવસ રોહિણીમાં અને તે પછી લગભગ એટલા જ દિવસો, મૃગશીર્ષમાં હોય. સૂર્ય જ્યારે જે નક્ષત્રમાં હોય, એટલી તિથિઓમાં તે નક્ષત્રના ઉદય / અસ્તનું સમયમાન એકસરખું રહે. નક્ષત્રોના ઉદય / અસ્તના સમયમાનમાં, થતા રહેતા પરિવર્તનને કારણે જ ઋતુએ ઋતુએ આ સમયમાન ચલિત થયા કરે. નરસિંહનાં 'હારસમેનાં પદો'માંથી આ બાબતની પુષ્ટિ મળશે.
“જાગ-ના જાદવા, રાત થોડી રહી, મંડળિક રા. મુંને બીવરાવે;
અરુણ ઉદિયો ને હરણલી આથમી, તૂને તોહે કરુણા ન આવે.'
નરસિંહની કસોટીને લગતો હાર-પ્રસંગ, માગશરમાં બન્યો છે; (એનાં પ્રમાણો એ પદમાળામાં જ છે.) જ્યારે મામેરાનું પ્રસ્તુત ગીત વૈશાખને ઉપલક્ષે છે. જોઈ શકાશે કે વૈશાખની રાતે બીજા પ્રહરમાં, ‘ચાંદલિયો ઊગ્યો' ને 'હરણ્યું આથમી', જ્યારે આ પદની પંક્તિઓમાં, છેક સૂર્યોદય થવા પૂર્વે 'હરણલી આથમી.”[7]
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *
જે કાળે, આપણા લોકસમુદાય પાસે, કાલમાપનનાં અર્વાચીનતાસુલભ ઉપકરણો નહોતાં; ત્યારે પ્રહરએકમોની ઓળખ માટે આકાશી પદાર્થોના ગતિવ્યાપારોમાંથી પ્રતિમાનો ખોળી કાઢ્યાં. દિવસે તો સૂર્યગતિનાં સ્થિત્યંતરોને અનુસરતાં સવાર, બપોર, રોંઢા, સાંજ - એમ સમય એકમો સંજ્ઞિત થઈ ગયા; તો રાત માટે ચંદ્ર અને નક્ષત્રમંડળોની ભ્રમણગતિ પરથી પ્રહર-અંકન માંડી લીધાં. શાસ્ત્રીય પરિભાષા તો ક્યાં સુલભ હતી ? નક્ષત્ર મંડળોની ભ્રમણાગતિ પરથી પ્રહર- ઓકમ માંડી લીધો. શાસ્ત્રીય પરિભાષા તો ક્યાં સુલભ હતી ? નક્ષત્રમંડળોની આકૃતિ અને પ્રકૃતિને ધોરણે ‘હરણ્યું' (મૃગશીર્ષતારકજૂથ), 'સાત ભાઈની ખાટલી' (સપ્તર્ષિ), 'કાતીસાડો' (કૃતિકા), 'ધબેડિયો' (શુક્ર) : આવાં આવાં બિરદ ઠઠાડી દીધાં! ચોમાસામાં પડતાં સૂર્ય-નક્ષત્રોની ખાસિયતો પણ, આબાદ રીતે, લોકભાષામાં ઊપસતી જોવા મળશે : ‘રોણ્ય બેસતાં જ ઝબકી !'; 'આશ્લેખા આંધળી - ચગી તો ચગી, ને ફગી તો ફગી'; 'વખ-પખ વાદીલાં (પુનર્વસુ / પુષ્ય); 'જો વરસે મઘા, તો ધાન નીપજે ઢગા !' અને હા, 'શુક્ર' એટલે ધબેડિયો કેમ ? કામઢી ખેડુસ્ત્રીઓને મોં-સૂઝણાં પહેલાં, શુક્રના ઉદય વેળા ઊઠીને, ઘરનાં સવારનાં નાનાંમોટાં કામ ઝટ આટોપી લેવાનાં હોય; તો જ એ સીમશેઢે જવા વહેલી નીકળી શકે. બને એવું કે સ્ત્રીઓ જાગે એની સાથે જ કચ્ચાં-બચ્ચાં પણ જાગી જાય અને માને વ્યસ્ત / વ્યગ્ર રાખ્યા કરે. એટલે સ્ત્રી, પોતાનાં નાનાં બાળકોને ધબ્બા મારીને સુવડાવી દેવા મથે. આ 'નિત્યક્રમ', શુક્રના ઉદયની વેળા જ સચવાતો ! એટલે 'શુક્રતારક' લોકભાષામાં બન્યો ‘ધબેડિયો તારો'!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *
ડૉ. અમૃત પટેલને બાદ કરતાં, બાકીના પૂર્વકાલીન ને સમકાલીન - સૌ અભ્યાસીઓ 'હરણ્યું' પાઠ મૂકે છે. પ્રસ્તુત ગ્રંથના સંપાદક ડૉ. વિનાયક રાવળ પોતે જ ઉત્તર ગુજરાત (ઊંઝા)ના છે. એમના લેખમાં, ઉપાડપંક્તિ ઉત્તર ગુજરાતની બોલીમાં જ ટાંકી છે; પરંતુ એ 'અઈણ્યો' નહીં, 'હરણ્યો’ પાઠ આપે છે! બોલીભેદના અહીંતહીં લસરકા છતે સૌને અભિપ્રેત તો છે હરણ્યું / હરણીઓ (મૃગશીર્ષનક્ષત્ર). એટલે અહીં મુદ્દો પાઠભેદનો રહેતો નથી. સ્થાનીય બોલીમાં વરતાતા ઉચ્ચારભેદને ગાળીને, સ્વચ્છ અર્થવાચન સુધી, અહીં, ડૉ. પટેલ પહોંચી શક્યા નથી. આગળ નોંધ્યું છે તેમ, ભાષાશાસ્ત્ર ને ખગોળવિદ્યાની દ્રષ્ટિએ પણ, એમની સ્થાપનાઓ અતિશિથિલ બની રહે છે; એ સંજોગોમાં એના ફલિતાર્થો પણ પાંગળા નીવડે એ સ્વાભાવિક છે. હકીકતે તો કોઈ જ્ઞાતિવિશેષ કે પરગણામાં જ સીમિતપણે જ આ ગીતનું પ્રચલન નથી; તળ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છના વ્યાપક પ્રદેશોમાં પણ એ પ્રચલિત છે. એટલે જ, લોકસમુદાયની વ્યાપનશીલ સંપદાને ઉકેલતી વેળા, સ્થાનિક બોલીભેદના કારણે સરજાતા આભાસી અર્થસંકેતોને, સૌ પ્રથમ, અળગા કરી દેવા જરૂરી બને; તે પછી જ, સાંદર્ભિક ને શાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં એની અસલી ઓળખ ને પરખ માટેનો ઉદ્યમ સફળ બને.*
સંદર્ભનોંધ
- ↑ જુઓ : ‘ચૂંદડી' ભાગ ૧-૨, (સંયુક્ત આવૃત્તિ સને ૧૯૯૧), પ્રકા. ‘પ્રસાર’, ભાવનગર, પૃ. ૫૧
- ↑ ૨. જુઓ : ‘ગુજરાતના લોકગીતો', સં. ખોડીદાસ પરમાર, પ્રકા. સાહિત્ય અકાદમી, દિલ્હી, પ્રથમ આવૃત્તિ (૧૯૮૧), પૃ. ૧૪
‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ; પ્રકા. સાહિત્ય પ્રથમ આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૨૩-૨૪, ૧૫૦, ૧૮૦, ૨૨૦. અકાદમી, ગાંધીનગર, - ↑ ૩. જુઓ : ‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ, પ્રકા. સાહિત્ય અકાદમી પ્રથમ ,આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૧૬૬
- ↑ ૪. જુઓ : 'લોકગીત : તત્ત્વ અને તંત્ર', સ. ડૉ. બળવંત જાની, પ્રકા. ગુજ. સાહિ. અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨, પૃ. ૧૪૩
- ↑ જુઓ : ‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનયાક રાવળ, પ્રકા. ગુ.સા.અ., પ્રથમ આવૃત્તિ, (૨૦૦૪) પૃ. ૧૬૩, ૧૬૬
- ↑ બોલીગત ધ્વનિપરિવર્તનનાં વલણો માટે જુઓ : પૃ. ૧૬૦ થી ૧૬૪ 'વ્યુત્પત્તિ વિચાર', .લે. ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રકા. યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, પ્રથમ આવૃત્તિ (૧૯૭૫)
- ↑ જુઓ : 'આત્મચરિતનાં કાવ્યો', સં. કે. કા. શાસ્ત્રી, પ્રકાશક : નરસિંહ મહેતા ચોરા સમિતિ, જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ (૧૯૬૯), પૃ. ૧૦૮
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted
('પરબ' નવે/૨૦૦૭)
આ લેખમાંના તમામ રેખાંકિત સ્થળો, આ લખનારે, મૂક્યાં છે.
‘લોકાનુસંધાન’ પૃ. ૧૦૮ થી ૧૧૪