રચનાવલી/૧૪૪: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪૪. સુભાષિતરત્નભાંડાગાર |(કાશીનાથ પાંડુરંગ પરબ)}} {{Poem2Open}} કાશીનાથ પાંડુરંગ પરબે સંસ્કૃત સુભાષિતોનો એક સંગ્રહ ‘સુભાષિતરત્ન-ભાંડાગાર’ પ્રગટ કરેલો, એને વાસુદેવ લક્ષ્મણશાસ્...")

(+1)

(2 intermediate revisions by 2 users not shown)
Line 4: Line 4:

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c5/Rachanavali_144.mp3

૧૪૪. સુભાષિતરત્નભાંડાગાર (કાશીનાથ પાંડુરંગ પરબ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

{{Poem2Open}}
{{Poem2Open}}
કાશીનાથ પાંડુરંગ પરબે સંસ્કૃત સુભાષિતોનો એક સંગ્રહ ‘સુભાષિતરત્ન-ભાંડાગાર’ પ્રગટ કરેલો, એને વાસુદેવ લક્ષ્મણશાસ્ત્રી પણસીકરે સંશોધિત કરીને એની છઠ્ઠી આવૃત્તિ ૧૯૨૯માં નિર્ણયસાગર પ્રેસ મુંબઈ દ્વારા બહાર પહેલી છે. ‘સુભાષિતરત્નભાંડાગાર'માં કાવ્ય, નાટક, ચંપુ, ભાણ, પ્રહસન, પુરાણ, ઇતિહાસ વગેરે જુદાં જુદાં ક્ષેત્રોમાંથી તેમજ કર્ણોપકર્ણ મળેલાં સુભાષિતો એકઠાં કર્યાં છે, એટલું જ નહીં પણ જતનપૂર્વક આ સુભાષિતોને ‘મંગલાચરણ પ્રકરણ', ‘સામાન્યપ્રકરણ’, ‘રાજપ્રકરણ', ‘ચિત્રપ્રકરણ', ‘અન્યોક્તિપ્રકરણ’ અને ‘નવરસપ્રકરણ' એમ કુલ છ પ્રકરણોમાં વર્ગીકૃત કર્યાં છે.

Line 12: Line 25:
ગણેશનું ચિત્ર જુઓ : હાલતાં કાનથી વીંઝાતા પવનને કારણે ઊડેલા સિન્દૂરથી બધુ રાતું બની જતાં અકાળે સંધ્યાનો સમય થયા હોય એવો આ ગણેશ ભાસ કરાવે છે. પાર્વતીનું ચિત્ર જુઓ : શંકરના કંઠના આશ્લેષ સાથે આંખ મિંચાઈ ગયેલી હોવાથી ઉમા, કાલકૂટના ઝેરિલા સ્પર્શથી મૂર્છામાં પડી હોય એવી લાગે છે.

ક્યારેક સુભાષિત હળવી શૈલીમાં પણ પ્રવેશે છે. કુવૈદ્યની કરેલી નિન્દા જોવા જેવી છે: ‘યમરાજના ભાઈ જેવા કે વૈદ્યરાજ, અમે તમને નમન કરીએ છીએ. યમરાજ તો પ્રાણનું જ હરણ કરે છે પણ તમે તો ધનનું પણ હરણ કરો છો.’ બીજા એક સુભાષિતમાં અન્ય પ્રદેશમાં જઈને ઊભેલા વૈદ્યને, કોઈની ચિતાને પ્રજવેલી જોઈ વિસ્મય થાય છે કે ન તો હું અહીં હતો ન તો મારો કોઈ ભાઈ છે, પછી આવી હસ્તકલા બતાવી કોણે?' ક્યારેક દરિદ્રતાની નિન્દા કરતા સુભાષિતમાં કહેવાયું છે કે ‘આ લોકમાં ધનિકો માટે પારકા યે સ્વજન બની જાય છે, જ્યારે દરિદ્રો માટે પોતાનાં સ્વજનો પણ દુર્જનો બની જાય છે. ક્યારેક સુભાષિતમાં મૌનનો મહિમા કરાયો છે. પોતાના મૌને કારણે શુકસારિકા પિંજરે પુરાયાં છે. બગલાને તો કોઈ પિંજરે પૂરતું નથી. મૌન જ સ્વાર્થ સાધન છે.

સુભાષિતમાં વૃદ્ધત્વની પણ બરાબર ઠેકડી ઉડાડી છે. કહે છે : કાળામેલા વાળે સફેદી ધારણ કરેલી જોઈને રોષે ભરાઈને મોંમાંથી દંતાવલી ચાલી ગઈ.’ તો જીવનનું કોઈ કાર્ય ભૂખે પેટે નથી થતું. એની વાત સુભાષિતમાં જુદી રીતે કહેવાયેલી છે : ‘શય્યા, વસ્ત્ર, ચન્દન, સુન્દરનાર વીણા કે વાણી – ભૂખથી પીડાતાં મનુષ્યને આ કાંઈ રુચતું નથી. બધાં કાર્યોનો આરંભ મુઠ્ઠીભર ચોખાથી થાય છે.’
સુભાષિતમાં વૃદ્ધત્વની પણ બરાબર ઠેકડી ઉડાડી છે. કહે છે : ‘કાળામેલા વાળે સફેદી ધારણ કરેલી જોઈને રોષે ભરાઈને મોંમાંથી દંતાવલી ચાલી ગઈ.’ તો જીવનનું કોઈ કાર્ય ભૂખે પેટે નથી થતું. એની વાત સુભાષિતમાં જુદી રીતે કહેવાયેલી છે : ‘શય્યા, વસ્ત્ર, ચન્દન, સુન્દરનાર વીણા કે વાણી – ભૂખથી પીડાતાં મનુષ્યને આ કાંઈ રુચતું નથી. બધાં કાર્યોનો આરંભ મુઠ્ઠીભર ચોખાથી થાય છે.’
જે જમાનામાં પ્રવાસનાં સાધનો પૂરાં વિકસ્યાં નહોતાં અને પર્યટનવિભાગની કલ્પના નહોતી ત્યારે પણ સુભાષિતોએ પ્રવાસનો સરસ ઉદાહરણ સાથે મહિમા કર્યો છે. કહે છે : જે અન્ય દેશોમાં જતો નથી અને જે પંડિતોને મળતો નથી એની બુદ્ધિ પાણી પર પડેલા ઘીના ટીપાની જેમ સંકોચાયેલી રહે છે. જે અન્ય દેશોમાં જાય છે અને પંડિતોને સેવે છે એની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાની જેમ વિસ્તાર પામે છે.

છેલ્લે, એક સુભાષિતમાં હાઈકુના જેવી ચિત્રશૈલીથી સમુદ્રનું ન ભુલાય એવું વર્ણન જોઈએ : ‘જમીન પર પડીને તારસ્વરે ગર્જતો, મોટા મોજાંઓનાં હાથને પટકતો, ફીણ ફીણ આ સમુદ્ર, એને અપસ્માર (ફેફરું) થયાની શંકા ઊભી કરે છે.

એકંદરે, સંસ્કૃત સુભાષિતની અદાથી કહીશું કે ધર્મ, યશ, ન્યાય, દક્ષતા અને સુન્દરતા અંગેનાં સુભાષિતોનો સંગ્રહ જેની પાસે છે એને ક્યારે ય જગતમાં દુઃખી થવાનો વારો આવતો નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = ૧૪૩
|next =
|next = ૧૪૫