રામચન્દ્ર પટેલની કવિતા/રૂપેણનાં વ્હેણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 21: | Line 21: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મારા સંતો | ||
|next = | |next = કે ગાલ્લું (સ્વર્ગે જતા જીવની સ્વગતોક્તિ) | ||
}} | }} | ||
Latest revision as of 01:45, 10 March 2025
રૂપેણનાં વ્હેણ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
રૂપેણનાં વ્હેતાં વ્હેણ
ઝલમલ ઝલમલ ઝગતાં જાણે કો’કનાં નમણાં નેણ.
સતીના સત જેવાં એનાં સાચકલાં મીઠાં પાણી;
હોલાં કાબર ચકલાં મોર ચૂગતાં મન આણી,
– નિર્મલ નીલી હૈયે મ્હોરે-ધૂપસુગંધ-વાણી
લીલમલીલાં તરુ-તરુણાંમાં ઊડે એનું મદભર છેલછબીલું ઘેન.
અણદીઠાની મ્હેકે બાંધી રંગરંગની રેશમી માયા,
બે કાંઠા બીચ પથરાયી એની તાંબાવરણી કાયા,
– સપના શી સરતી એમાં નભની સુંદર સુંવાળી છાયા.
હું એનો તટબાસી, મારે એની સંગ લોહીની પૂરી લેણદેણ
રૂપેણનાં વ્હેતાં વ્હેણ.