બાળ કાવ્ય સંપદા/ટૌકા ઊડે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 16:39, 20 February 2025
ટૌકા ઊડે
લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
ટૌકા ઊડે... ...ટૌકા ઊડે... ...ટૌકા ઊડે રે,
આભમાં અહીં અંકાતા ને તહીંયાં બૂડે રે.
આહાહા ! ટૌકા તરે રે !
ઓહોહો ! ટૌકા ઊડે રે !
આહાહા ! ટૌકા ઊડે રે !
આભની નીલી પાટી ઉપર ચીતર તાણે રે,
પવનમાંહીં પાંખ પલાળે સાંજને ટાણે રે.
ઘડી ઊંચે, ઘડી નીચે
ઊડતા ટોળે ટોળે, કદી એકલમૂડે રે,
આહાહા । ટૌકા ઊડે રે !
નિતના મારે આંગણે આવી ચણતા દાણા રે,
ધૂળમાં ચીતર કોતરી જાતા, ગાતા ગાણાં રે.
પીંછે પીછે જેટલાં રૂંવાં
એટલાં મને એને કાજે ગીતડાં જડે રે,
આહાહા ! ટૌકા ઊડે રે !