બાળ કાવ્ય સંપદા/મજાની ખિસકોલી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Latest revision as of 01:49, 17 February 2025
મજાની ખિસકોલી
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
તું અહીંયાં રમવા આવ, મજાની ખિસકોલી,
તું તો ઉંદરભાઈ જાત, મજાની ખિસકોલી.
તારા નાના સરખા કાન, મજાની ખિસકોલી,
તું તો ઊભી ઊભી ખાય, મજાની ખિસકોલી.
તું તો ઠેકતી ઠેકતી જાય, મજાની ખિસકોલી,
તું તો દાણા ફોલી ખાય, મજાની ખિસકોલી.
તારો ટચકારો સંભળાય, મજાની ખિસકોલી,
તું તો જબરી ચંચળ જાત, મજાની ખિસકોલી.
ઘર વૃક્ષે ફરતી જાય, મજાની ખિસકોલી,
તું તો મુજને ગમતી ખાસ, મજાની ખિસકોલી.