બાળ કાવ્ય સંપદા/મામા આવે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આવ રે વરસાદ|લેખક : પ્રભુલાલ દોશી<br>(1936)}} {{Block center|<poem> મામા આવે મામા આવે, શું શું લાવે ? ખજૂર લાવે, ટોપરાં લાવે; એ તો અમને, બહુ બહુ ભાવે. મામા આવે, શું શું લાવે ? રમકડાં લાવે, રમતાં બતાવે, રમ...") |
(+1) |
||
| Line 48: | Line 48: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ડેલીએથી દાદા આવે | |previous = ડેલીએથી દાદા આવે | ||
|next = | |next = ઉષા | ||
}} | }} | ||
Revision as of 11:58, 16 February 2025
આવ રે વરસાદ
લેખક : પ્રભુલાલ દોશી
(1936)
મામા આવે
મામા આવે,
શું શું લાવે ?
ખજૂર લાવે,
ટોપરાં લાવે;
એ તો અમને,
બહુ બહુ ભાવે.
મામા આવે,
શું શું લાવે ?
રમકડાં લાવે,
રમતાં બતાવે,
રમવાનું અમને;
બહુ બહુ ફાવે.
મામા આવે,
શું શું લાવે ?
જાંબું લાવે,
ચીકુ લાવે;
કેળાં લાવે,
કેરી લાવે;
ફળ તો અમને,
બહુ બહુ ભાવે.
મામા આવે,
શું શું લાવે ?
ધાણી લાવે,
દાળિયા લાવે;
રંગે રમતાં,
સહુની સાથે;
મજા ખાવાની,
બહુ બહુ આવે.
મામા આવે,
શું શું લાવે ?
પતંગ લાવે,
દોરી લાવે;
પતંગ ચગાવે,
પેચ લડાવે;
મજા જોવાની,
બહુ બહુ આવે.