બાળ કાવ્ય સંપદા/મારી હોડી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Latest revision as of 06:17, 16 February 2025
‘મારી હોડી’
લેખક : સુધીર દેસાઈ
(1934 )
સાગરની આ ભરતી...
મારી હોડી જુઓ તરતી...
પહાડ સરીખાં મોજાંઓ ત્યાં
કરતાં દોટંદોટ;
સાગર જાણે ખોલે મોઢું
ખૂલતા એના હોટ.
હોડી નાની તોયે સરતી...
ઓટને ટાણે રેતીમાં,
શંખલાં છીપલાં મળતાં;
ગલપંખી ને ગોકળગાયનાં
પગલાં એમાં ભળતાં.
હોડી કિનારે લાંગરતી...
દેશદેશનાં વહાણો સાથે
તરતી મારી હોડી ;
સાત સમુંદર તરીને આવે
તોય પડે ના મોડી.
હોડી ભરતીમાં ફરફરતી....