બાળ કાવ્ય સંપદા/કેમ ચાલે ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{Block center|<poem></poem>}}{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કેમ ચાલે ?|લેખક : બાલમુકુન્દ દવે<br>(1916-1993)}}
{{Heading|કેમ ચાલે ?|લેખક : બાલમુકુન્દ દવે<br>(1916-1993)}}



Latest revision as of 03:14, 14 February 2025

કેમ ચાલે ?

લેખક : બાલમુકુન્દ દવે
(1916-1993)

ઘરમાં રહો તે કેમ ચાલે ?
ચકીબાઈ, ઘ૨માં રહો તે કેમ ચાલે ?
ઘરની તે બહાર જુઓ કાબર ને કાગડો
ખુલ્લી હવામાં તે મહાલે;
ખિસકોલી ઝાડ પર દોડાદોડીમાં
એ ડાળીઓ બધીયે ઝાલે
જીવનનું દુઃખ બધું ટાળે !
ચકીબાઈ ઘ૨માં...

ઘરની તે બહાર પેલાં લીલાંછમ ખેતરો ને
ઉપર આકાશની છાયા,
લૂંટવાનો હોય હવે આનંદ બસ આનંદ તો
ઘરની તે લાગી કેમ માયા ?
તમે રહો ઘરમાં, ના કેમ પાળે ?
ચકીબાઈ ઘ૨માં...

ઘરમાં રહેનારાયે ટાબરિયાં ખુશ થઈ
દોડી દોડીને બહાર જાય
હૂપાહૂપ વાંદર શા એમના ચાળા તોય
ભોળાભટાક ગમી જાય
તમે બહાર ના આવો તે કેમ ચાલે ?
ચકીબાઈ ઘરમાં...