બાળ કાવ્ય સંપદા/અમે પંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:48, 14 February 2025

અમે પંખી

લેખક : મહિપતરામ જોષી
(1915)

અમે અલક-મલકનાં ફરનારાં,
અમે પંખી પાંખે ઊડનારાં – અમે.

ઝાડે ઝાડે ડાળે ડાળે,
નાચી કૂદી સ૨વ૨પાળે,
અમે કિલકિલ કલરવ કરનારાં... અમે.

ઊંચે ઊડીએ,
પ્રીતની પાંખે વાદળ અડીએ,
ઝીણી આંખે
અમે મગન ગગનમાં તરનારાં... અમે.

કોઈ લીલાં પીળાં પચરંગી,
કોઈ ધોળાં કાળાં નવરંગી,
અમે ઠુમક ઠુમક ડગ ભરનારાં... અમે.

પોપટ મેના કાબર ચકલા,
કાગ કબૂતર હોલાં બગલા,
અમે મો૨ ઢેલ મન હરનારાં... અમે.