બાળ કાવ્ય સંપદા/બહેન: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|બહેન|લેખક : સોમાભાઈ ભાવસાર<br>(1911-1984)}} | {{Heading|બહેન|લેખક : સોમાભાઈ ભાવસાર<br>(1911-1984)}} | ||
{{center|<poem> | {{Block center|<poem> | ||
લાલ ને પીળી, વાદળી લીલી, | લાલ ને પીળી, વાદળી લીલી, | ||
કેસરી વળી, જામલી વળી, | કેસરી વળી, જામલી વળી, | ||
Latest revision as of 02:24, 14 February 2025
બહેન
લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)
લાલ ને પીળી, વાદળી લીલી,
કેસરી વળી, જામલી વળી,
રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં !
ચંપા, બકુલ, બોરસલી ફૂલ,
માલતી અને મોગરાનાં ફૂલ,
બાગમાંથી હું ચૂંટી જાઉં,
બહેનને વેણી ગૂંથવા દઉં !
સોનીએ ઘડ્યા, રૂપલે મઢ્યા,
નાના નાના ઘૂઘરા ઝીણા,
એવાં બે ઝાંઝરિયાં લઉં,
બહેન મારીને પહેરવા દઉં !
ઓઢણી તમે ઓઢજો બહેની,
ઝાંઝર પગે પહેરજો બહેની,
વેણી માથે બાંધજો બહેની,
છુમ છુમાછુમ, રૂમ ઝુમાઝૂમ,
દિલ ભરી ભરી, બાગમાં ફરી,
સાંજરે ઘરે આવજો બહેન,
ભાઈને સાથે લાવજો બહેન.