બાળ કાવ્ય સંપદા/એમ મને થાય: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
મીંદડીનું નાનું હું બચ્ચું થઈ જાઉં, | મીંદડીનું નાનું હું બચ્ચું થઈ જાઉં, | ||
છાનુંમાનું હું તારું દૂધ પી જાઉં. | છાનુંમાનું હું તારું દૂધ પી જાઉં. | ||
આજ મને બા, આજ એમ મને થાય, | આજ મને બા, આજ એમ મને થાય, | ||
લાલ એક નાનકડું કુરકુરિયું થાઉં, | લાલ એક નાનકડું કુરકુરિયું થાઉં, | ||
ડાઉં ડાઉં કરી તને કરડવા ધાઉં. | ડાઉં ડાઉં કરી તને કરડવા ધાઉં. | ||
આજ મને બા, આજ એમ મને થાય, | આજ મને બા, આજ એમ મને થાય, | ||
ખિલખિલ મોગરાનું ફૂલ બની જાઉં, | ખિલખિલ મોગરાનું ફૂલ બની જાઉં, | ||
તારા અંબોડલામાં આવી સંતાઉં. | તારા અંબોડલામાં આવી સંતાઉં. | ||
આજ મને બા, આજ એમ મને થાય, | આજ મને બા, આજ એમ મને થાય, | ||
જૂઈ તણી વેલ બની માંડવે ફેલાઉં, | જૂઈ તણી વેલ બની માંડવે ફેલાઉં, | ||
હાથ પગ કંઠ તારે ગૂંચવાઈ જાઉં. | હાથ પગ કંઠ તારે ગૂંચવાઈ જાઉં. | ||
આજ મને બા, આજ એમ મને થાય, | આજ મને બા, આજ એમ મને થાય, | ||
ગોળ ગોળ સાબુડો તારો થઈ જાઉં, | ગોળ ગોળ સાબુડો તારો થઈ જાઉં, | ||
સરી સરી હાથમાંથી ખીજવું પજાવું. | સરી સરી હાથમાંથી ખીજવું પજાવું. | ||
આજ મને બા, આજ એમ મને થાય, | આજ મને બા, આજ એમ મને થાય, | ||
તારો ઝગઝગતો અરીસો થાઉં, | તારો ઝગઝગતો અરીસો થાઉં, | ||
Latest revision as of 01:44, 13 February 2025
એમ મને થાય
લેખક : સુન્દરમ્
(1908-1991)
આજ મને બા, આજ એમ મને થાય,
મીંદડીનું નાનું હું બચ્ચું થઈ જાઉં,
છાનુંમાનું હું તારું દૂધ પી જાઉં.
આજ મને બા, આજ એમ મને થાય,
લાલ એક નાનકડું કુરકુરિયું થાઉં,
ડાઉં ડાઉં કરી તને કરડવા ધાઉં.
આજ મને બા, આજ એમ મને થાય,
ખિલખિલ મોગરાનું ફૂલ બની જાઉં,
તારા અંબોડલામાં આવી સંતાઉં.
આજ મને બા, આજ એમ મને થાય,
જૂઈ તણી વેલ બની માંડવે ફેલાઉં,
હાથ પગ કંઠ તારે ગૂંચવાઈ જાઉં.
આજ મને બા, આજ એમ મને થાય,
ગોળ ગોળ સાબુડો તારો થઈ જાઉં,
સરી સરી હાથમાંથી ખીજવું પજાવું.
આજ મને બા, આજ એમ મને થાય,
તારો ઝગઝગતો અરીસો થાઉં,
એરિયાં પાડું ને તારી આંખ ઝંખવાઉં.