બાળ કાવ્ય સંપદા/આજ દિવાળી દીવાવાળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:11, 13 February 2025

આજ દિવાળી દીવાવાળી

લેખક : રમણલાલ સોની
(1908-2006)

આજ દિવાળી દીવાવાળી, આવી રૂમઝૂમ કરતી,
બાળકનાં હૈયાંમાં સુખની આણે શીળી ભરતી !
ઘર ઘર દીવા, ઘર ઘર જ્યેાતિ,
ઘરે ઘરે જ્યોતિમાં મેાતી,
એ મેાતીના મહેરામણમાં તરતી જાણે ધરતી !
— આજ દિવાળીo
વીતી કાલને સાર નિચોવી અંતરમાં સંઘરતી,
આકાંક્ષાએ નવી કાલની ઉર-પેટાળે ભરતી,
એવી આજ ઊગી અલબેલી,
ભાવી સખસ્વપ્ને મદઘેલી !
એ સુખ-સાગરમાં તન-તરણી હળવેથી સંચરતી !
— આજ દિવાળીo
મારી નાની દીપમાળ આ અંધકારને હરતી,
ઘર ઘરના ખૂણેખૂણામાં અજવાળું પાથરતી,
સદા સદૈવ ચમકતી રહેજે,
ઉષ્મા– કાન્તિ સૌને દેજો,
લાખ ઊઠે ઝંઝાવાતો, પણ રહો નિત્ય ઝળહળતી !
— આજ દિવાળીo