બાળ કાવ્ય સંપદા/એ પરપોટો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|એ ૫૨પોટો|લેખક : પ્રીતમલાલ મજમુદાર<br>(1900-1991)}} | {{Heading|એ ૫૨પોટો|લેખક : પ્રીતમલાલ મજમુદાર<br>(1900-1991)}} | ||
{{ | {{center|<poem> | ||
એ પરપોટો મોટો થયો, | એ પરપોટો મોટો થયો, | ||
બિલોરનો શું લોટો થયો ! | બિલોરનો શું લોટો થયો ! | ||
Latest revision as of 00:37, 12 February 2025
એ ૫૨પોટો
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
એ પરપોટો મોટો થયો,
બિલોરનો શું લોટો થયો !
કહીં મેઘધનુષનાં બાળ હતાં,
નહીં નરી આંખને ક્યાંય છતાં;
તે હોંસ કરીને
રૂપ ધરી
ને રંગ ધરી ને ભભક ધરી
પરપોટા પર આવ્યા ઊતરી,
ત્યાં પવન તણી ઊપડી લહરી.
એ પવનપંથ પર પરપોટો
તેજી ઊપડ્યો-શું લિસોટો !
ને તે પર સાતે બાળક એ
કિલકિલતાં લગામધારક એ.
ત્યાં પાછળ એકે ભૂલ કરી,
ને પરપોટાને એડ ભરી.
બસ ભૂલ થઈ, એ ભૂલ થઈ,
ને રંગસવારી ડૂલ થઈ.