બાળ કાવ્ય સંપદા/સાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|સાગર|લેખક : ત્રિભુવન વ્યાસ<br>(1888-1975)}}
{{Heading|સાગર|લેખક : ત્રિભુવન વ્યાસ<br>(1888-1975)}}


{{Block center|<poem>
{{center|<poem>
ખારાં ખારાં ઉસ જેવાં –
ખારાં ખારાં ઉસ જેવાં –
આછાં આછાં તેલ,
આછાં આછાં તેલ,

Latest revision as of 15:40, 11 February 2025

સાગર

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

ખારાં ખારાં ઉસ જેવાં –
આછાં આછાં તેલ,
પોણી દુનિયા ઉપર એવાં –
પાણી રેલમછેલ !
આરો કે ઓવારો નહિ,
પાળ કે પરથારો નહિ,
સામો તો કિનારો નહિ,
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં !

આભના સીમાડા પરથી –
મોટા મોટા તરંગ ઊઠી –
વાયુવેગે આગળ ધાય,
અથડાતા પછડાતા જાય !
ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે –
ધીંગામસ્તી કરતો કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ભરતીઓટ કરતો જાય;
ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
મહેલના મિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો –
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

એનાં પાણી, એનું પેટ –
એવાં મોટાં જબરદસ્ત,
નાની નાની માછલીઓના –
થાય મોટા મગરમચ્છ !
ચંદ્રની જ્યાં દૃષ્ટિ પડે,
ત્યાં તો પાણી હેલે ચડે,
આખો સાગર ઊંચો થાય,
મોજાંથી છલકાઈ જાય !
શંખ, સીપ, પરવાળાં ને
બીજી ચીજો પારંપાર,
મોંઘાંમૂલાં રત્નોનો એ
ભારેમાં ભારે ભંડાર !
હજારો નદીઓ જઈ રેડે –
કાયમ તેમાં મીઠાં નીર,
તોયે એનાં સદાય ખારાં –
પાણી દીસે શાં ગંભીર !
અપાર જળ એમાંથી સીંચી –
મેઘ બધી દુનિયાને પાય,
તોય છલોછલ છલકાતો એ –
એવો ને એવો દેખાય !
વિશાળ, લાંબો, પહોળો, ઊંડો –
એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈએ ન મળે,
મહાસાગર તો મહાસાગર !