બાળ કાવ્ય સંપદા/જનની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
Line 13: Line 13:
હૈયું હેમંત કેરી હેલ રે. {{right|જનનીની૦}}
હૈયું હેમંત કેરી હેલ રે. {{right|જનનીની૦}}
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે. {{right|જનનીની૦}}
શશીએ સિંચેલ એની સોડ્ય રે. {{gap}}{{right|જનનીની૦}}
જગનો આધાર એની આંગળી રે લોલ,
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. {{right|જનનીની૦}}
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. {{right|જનનીની૦}}

Latest revision as of 02:24, 11 February 2025

જનની

લેખક : દામોદર ખુ. બોટાદકર
(1870-1924)

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની૦
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની૦
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે. જનનીની૦
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની૦
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની૦
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની૦
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની૦
ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે. જનનીની૦
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની૦
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે. જનનીની૦
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ.