કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/જોઈશ આ હૃદય ભીતર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આરાધ્ય | ||
|next = | |next = જીવન મંગલ તારું નિત્યે | ||
}} | }} | ||
Latest revision as of 07:14, 2 February 2025
૨૦. જોઈશ આ હૃદય ભીતર
જોઈશ આ હૃદય ભીતર એક વાર?
પારેવડું ગરીબડું રડતું ઘવાયું,
ના હોંશ કૂજન તણી, ઊડવાની યે ના;
પાંખો ગઈ, ગઈ વળી દિવસોની ઉષ્મા.
આવે બિચારું તુજ હાથ મહીં લપાવા
જેણે ફરી ફરી ધરી કણ ભૂખ ભાંગી,
ને કૂજને હૃદયનો રણકાર પૂરી
જેને નચાવી રીઝવ્યું હતું કૈંક વેળ.
એ જાય ક્યાં, ક્યમ ભૂલે દિવસોની મૈત્રી
જ્યારે હવે નવ રહી ઊડવાની હામ?
તેં ખોળલે લઈ રમાડ્યું, હવે ખસેડે
શાને પૂછે હૃદયને નહિ બીજી વાર?
થૈને કૃતઘ્ની કરી ચંચુ-પ્રહાર ક્યારે
ડાર્યા કદી ય તુજ વત્સલ હાથ એણે?
૨૫-૪-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૬૧)