મંગલમ્/મઝા પડે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મઝા પડે}} {{Block center|<poem> મઝા પડે, મઝા પડે, {{gap|3em}}જો રોજ રોજ રમવાની રજા પડે (૨) ખેતરમાં ખેડુને કહીએ બૂમ પાડી, {{gap|3em}}ખેડુભાઈ…(૨) રમવા આવોને આગગાડી; ખેડુ કહે: લોક સહુ ભૂખે મરે {{gap|3em}}જો રોજ રોજ રમ...")
 
(+1)
 
Line 22: Line 22:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ગાલ્લી રે ગાલ્લી
|previous = મારા દેશનો વેપારી
|next = તા તા થૈ
|next = ફુગ્ગાવાળો
}}
}}

Latest revision as of 02:41, 30 January 2025

મઝા પડે

મઝા પડે, મઝા પડે,
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)
ખેતરમાં ખેડુને કહીએ બૂમ પાડી,
ખેડુભાઈ…(૨) રમવા આવોને આગગાડી;
ખેડુ કહે: લોક સહુ ભૂખે મરે
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)— મઝા૦
ચાંદા-સૂરજની પાસ જઈ પૂછીએ,
રમવા આવોને વીરા, સંગે મળી કૂદીએ;
બેઉ બોલ્યા: અંધારે જગ સહુ ડરે,
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)— મઝા૦
ફૂલને જઈ પૂછીએ ડાળીએ ઝૂલતાં,
અમારી સંગ કેમ રમવાનું ભૂલતાં?
ફૂલ કહે: દેવ શિર કોણ રે ચડે?
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)— મઝા૦

— અજ્ઞાત