મંગલમ્/સેના હમારી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:26, 30 January 2025
ચાલ્યા પૈદલ વિનોબા
સેના હમારી
પંથહીને જગ ચાલી સેના
નૂતન બાલ હમારી…
પશ્ચિમ કેરે સાદે ઘેરે,
રંગ પરાગે પૂરવ કેરે,
ઉત્તર તેજ દક્ષિણ લહે,
સેના એ અમ જામી…
નિર્ધન ધનીની દુનિયા છોડી,
પાપ-પ્રપંચની પાળો તોડી,
યુગ યુગ કેરા તિમિરો તોડી,
ચાલી એ જગ તારે…
પ્રાણ થકી પણ અતિશય પાસે,
સૂરજ ચંદરથી યે આઘે,
વિશ્વશાંતિને મંગળ ઘાટે,
ચાલી એ મીટ માંડે…