મંગલમ્/સુવાસને સમદરિયે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:40, 28 January 2025
સુવાસને સમદરિયે
સુવાસને સમદરિયે બુલ બુલ,
તારી ગીત-નૌકા સરવા દે સ૨વા દે,
થયું રે ઉપવન ઉદધિ ગહન,
કલિકુસુમ સહુ બન્યાં રતન,
શીતલ શીતલ વહ્યો પવન,
પ્રફુલ્લ હૈયે તરવા દે તરવા દે. — સુવાસ૦
નહીં વમળ મઝધાર,
નહીં છૂપેલી ખડકોની વણઝાર,
સુખ ભર કેવો સરલ વિહાર,
મનડાને ના ડરવા દે ડરવા દે. — સુવાસ૦
લાંગર્યું પ્રેમ તણે ઓવારે,
ઉર ઉર તણા પગથારે,
તારી સ્વર નૈયાને આજે
વ્યથા જિગરની હરવા દે હરવા દે. — સુવાસ૦