મંગલમ્/જાવું છે તારે દૂર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:31, 28 January 2025
જાવું છે તારે દૂર
જાવું છે તારે દૂર મુસાફિર (૨)
કાળ કરે મજબૂર મુસાફિર — જાવું છે.
કંઈ કંઈ વેળા ઉર ઉછાળે, આનંદ કેરાં પૂર,
કંઈ કંઈ વેળા આંખડી તારી, આંસુ થકી ભરપૂર. — મુસાફિ૨૦
પંથ નવો છે તું છે અજાણ્યો, જાણ જે એટલું ભાઈ,
કે ડૂબે નહીં જીવન નૈયા, સાગર ગાંડોતૂર. — મુસાફિ૨૦
ધીમે ધીમે પંથ કપાશે, એક દિન આવશે આરો,
તે દિન જડશે તારો કિનારો, ત્યાં લાગી જાવું દૂર. — મુસાફિર૦