ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 13:49, 18 October 2024
નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા}}
અમદાવાદમાં વડનગરા નાગર ગૃહરથ જ્ઞાતિમાં સદ્ગત સાક્ષરવર્ય નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને ત્યાં ઈ.સ.૧૮૮૮ના ઑગસ્ટની ૨૫ મી તારીખે એમનો જન્મ થયો હતો. એમનાં માતાનું નામ સૌ. સુશીલા. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં અને માધ્યમિક મુંબઈમાં લઈ તેઓએ મુંબઈમાં વિક્ટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઈન્સ્ટીટયૂટમાં ઇલેકટ્રિકલ એન્જીનીઅરિંગનો અભ્યાસ કર્યો હતો; પણ વિદ્વાન પિતાના વિદ્યાવ્યાસંગી વાતાવરણથી એમનું માનસ સાહિત્યસેવી બન્યું હતું. એ આશાસ્પદ યુવાનની એક જ કૃતિ “નૂરજહાં” ગુજરાતી સાહિત્યને મળી-ન મળી ત્યાં ૨૭ વર્ષની ભરજુવાન વયે મુંબઈમાં ઈ.સ.૧૯૨૫ના માર્ચ માસની બીજી તારીખે એમનું અવસાન થયું. તેઓ અપરિણીત જ હતા.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***