નારીસંપદા : ટૂંકી વાર્તા/રીસ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 39: Line 39:
રાત્રે બાર થયા છે. થોડી ક્ષણોમાં તારીખ બદલાશે. એકમાંથી બીજી તારીખમાં પ્રવેશતાં સમયને કશું છોડવાની પીડાનો, નવા કશાકમાં પ્રવેશવાના આનંદનો અનુભવ થતો હશે ખરો?

ક્યારની હેડકી આવે છે. પાણી પી પીને પેટ તણાઈ ગયું તોય મટતી નથી.

તું તો યાદ નહીં કરતો હોય? જરૂર કરતો હશે, ભરઊંઘમાં. એક વાર, 'સપનામાં તારી સાથે કેટલી વાર—એટલું કહીને તું અટકી ગયો હતો. આગળ સાંભળવા માટે મારું લોહી ઉછાળા મારવા લાગ્યું હતું, પણ હું કશું બોલી શકી ન હતી, આંખ ખોલી શકી ન હતી. અત્યારે જામતી રાતના એકાંતમાં ધીરેથી તને પૂછી લેવાનું મન થાય છે—સપનાની એ શી વાત હતી, ઈશ, કહે. ફરીફરી કહે. આ આટલી હેડકી સતાવે છે એટલે પૂછું છું.

આ આકર્ષણ, આ તલસાટ, આ બેચેની—આ કશું નશા જેવું તો નથી ને, કે ક્યારેક ઊતરી જશે? તો—હું તો નહીં બચું તો પછી. ઉજાગરાની રાતોમાં  હૃદય એક અજાણી ભીતિથી જોરજોરથી ધડકવા લાગે છે. પછી તને જોઉં છું ત્યારે આવા વિચાર માટે હસવું આવે છે.

પણ તને કહું, આ અડધી રાતની પળો જીવલેણ હોય છે. દિવસભર કામકાજમાં પાછળ ધકેલાઈ ગયેલા હજારો સવાલો ફેણ માંડે છે. થાકેલું મન મરણિયું થઈ આડેધડ લડવા માંડે છે. પાસે દીકરી ઘેરી ઊંઘમાં સરી ગઈ છે. બાજુના ઓરડામાં રામાનુજ કદાચ જાગે છે. વેમ્પાયર જેવા આ માણસનું, બંધ કબર જેવા આ સંબંધનું શું કરવું મારે? શ્વાસ રૂંધાતા હોય તોપણ તરુણ થયેલી દીકરીના જીવનને સાચી દિશા આપવાની છે. વાસ્તવનું યુદ્ધ જીત્યા પછી તારી સાથે, જેનું સપનું સદાકાળથી જોયું હતું તે જિંદગી જીવવાની છે. ક્યાંથી આવશે આટલી શક્તિ?

Line 99: Line 99:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = દ્વિધા
|previous =   ધુમ્મસનો જવાબ
|next =  પૂરણપોળી  
|next =  પૂરણપોળી  
}}
}}