ભારતીય કાવ્યસિદ્ધાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 124: Line 124:
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૬) ચિત્રકાવ્ય|[૨૬] ચિત્રકાવ્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૬) ચિત્રકાવ્ય|[૨૬] ચિત્રકાવ્ય]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]
}}


{{border|maxwidth=80%|bthickness=2px|color=black|align=left|padding= 1em|
{{justify|{{gap}}આપણું શાસ્ત્રધારાનું વૈશિષ્ટ્ય એ છે કે શાસ્ત્રકારોએ એમની પ્રત્યેક ઉક્તિનું યથાર્થ દલીલ દ્વારા, હેતુ દ્વારા, દૃષ્ટાન્તો આપીને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે.... આજે આ૫ણને આ વધારે પડતી યુક્તિનિર્ભરતા, આન્વિક્ષિકીપ્રિયતા અસહ્ય લાગે છે... બૌદ્ધિક દલીલો કરતાં ભાવોચ્છ્વાસ વધુ અનુકૂળ થઈ પડે છે. એમાં બાષ્પ ઘણી, ઉત્તા૫ જરાય નહીં; ઉન્માદકતા ખરી, પ્રેરણા નહીં.....}}
{{justify|{{gap}}સાહિત્યમીમાંસાના ગ્રંથોમાં તર્કની આવી પટાબાજી ને કૈશિકી પૃથક્કરણની જરૂર શી એવો આજે આ૫ણને પ્રશ્ન થાય છે... ખરું જોતાં સાહિત્યમીમાંસા એ દર્શનવિશેષ છે.... સાચો સાહિત્યમીમાંસક.... પોતાની પ્રતિભાના કરતાં વિચારબુદ્ધિના ૫ર, કલ્પનાના કરતાં તત્ત્વદૃષ્ટિના ૫ર, વાસ્તવજગત પ્રત્યેની અસહિષ્ણુતાના કરતાં વસ્તુપરતન્ત્રતા પર જ વધારે આધાર રાખે... જે સાચો સાહિત્યસમાલોચક હોય છે તે કવિનું સાહિત્યસર્જન અને સહૃદયના રસબોધ વચ્ચે રહેલાં કાર્યકારણતત્ત્વ અને શુંખલાનું–જે પ્રાકૃતજનની દૃષ્ટિએ કદી પડતાં નથી તેનું — વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિને દર્શન ન કહીએ તો બીજું શું કહીએ? ને ઊર્મિલતા દાર્શનિક વિચારણાને અપકારી છે એ વિષે તો મતભેદ હોવાનો સંભવ નથી. દાર્શનિક તત્ત્વનો પાયો સ્થિર અકમ્પનીય વિચારબુદ્ધિ અને સુનિપુણ પદાર્થવિશ્લેષણ છે....}}
{{right|વિષ્ણુપદ ભટ્ટાચાર્ય}}<br>
}}
}}
<br>
{{border|maxwidth=80%|bthickness=2px|color=black|align=left|padding= 1em|
{{justify|{{gap}}‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહમાં સંસ્કૃતના ભિન્ન ભિન્ન કાવ્યસિદ્ધાંતોનો પરિચય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે કરાવવામાં આવ્યો છે. અહીં કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, શબ્દની શક્તિ, રસ, અલંકાર ગુણ ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ, કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો, કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન જેવા જુદા જુદા સિદ્ધાંતનાં મૂળતત્ત્વોને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લેખકોએ મૂકી આપ્યા છે.
{{gap}}વિવિધ સિદ્ધાંતોની ચર્ચામાં જે તે સિદ્ધાંતવિચારને વધારે સ્પષ્ટ કરવા માટે લેખકોએ અહીં આપણાં ગુજરાતી સાહિત્યના મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, જ્યોતિન્દ્ર દવે, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને રામનારાયણ પાઠક આદિનાં મંતવ્યોનું પણ પ્રસંગોપાત્ત અનુસંધાન કર્યું છે.
{{gap}}આપણી સંસ્કૃત પરંપરામાં કાવ્યની રમણીયતાનું આકલન કરવાના પ્રયત્નો થયાં છે એ સિદ્ધાંતો સમગ્ર ગુજરાતી સાહિત્યને પામવામાં ક્યાં ને કેટલાં સહાયક બને એ સરળરીતે સમજાવવાનો આ વિવેચનસંગ્રહનો હેતુ છે. અઘરા સિદ્ધાંતને સરળ અને મનોરમ શૈલીમાં સમજાવતો, વિવિધ સિદ્ધાંતની સમજ આપવા માટે સંખ્યાબંધ નિદર્શનો રજૂ કરતો અને સંસ્કૃત સિદ્ધાંતશાસ્ત્રમાં વિષયપ્રવેશ માટે રાજદ્વાર બની રહેતો આ સંગ્રહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાયાનો સંદર્ભગ્રંથ છે.
{{right|કીર્તિદા શાહ}}
}}
}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 16:29, 1 September 2024



<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

ભારતીય કાવ્યસિદ્ધાંત

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>


પ્રારંભિક


અનુક્રમ

* આરંભમંગલ

* અલંકાર

* ધ્વનિ અને વક્રોક્તિ

* કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો

* કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન

* પરિશિષ્ટ

આપણું શાસ્ત્રધારાનું વૈશિષ્ટ્ય એ છે કે શાસ્ત્રકારોએ એમની પ્રત્યેક ઉક્તિનું યથાર્થ દલીલ દ્વારા, હેતુ દ્વારા, દૃષ્ટાન્તો આપીને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે.... આજે આ૫ણને આ વધારે પડતી યુક્તિનિર્ભરતા, આન્વિક્ષિકીપ્રિયતા અસહ્ય લાગે છે... બૌદ્ધિક દલીલો કરતાં ભાવોચ્છ્વાસ વધુ અનુકૂળ થઈ પડે છે. એમાં બાષ્પ ઘણી, ઉત્તા૫ જરાય નહીં; ઉન્માદકતા ખરી, પ્રેરણા નહીં.....

સાહિત્યમીમાંસાના ગ્રંથોમાં તર્કની આવી પટાબાજી ને કૈશિકી પૃથક્કરણની જરૂર શી એવો આજે આ૫ણને પ્રશ્ન થાય છે... ખરું જોતાં સાહિત્યમીમાંસા એ દર્શનવિશેષ છે.... સાચો સાહિત્યમીમાંસક.... પોતાની પ્રતિભાના કરતાં વિચારબુદ્ધિના ૫ર, કલ્પનાના કરતાં તત્ત્વદૃષ્ટિના ૫ર, વાસ્તવજગત પ્રત્યેની અસહિષ્ણુતાના કરતાં વસ્તુપરતન્ત્રતા પર જ વધારે આધાર રાખે... જે સાચો સાહિત્યસમાલોચક હોય છે તે કવિનું સાહિત્યસર્જન અને સહૃદયના રસબોધ વચ્ચે રહેલાં કાર્યકારણતત્ત્વ અને શુંખલાનું–જે પ્રાકૃતજનની દૃષ્ટિએ કદી પડતાં નથી તેનું — વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિને દર્શન ન કહીએ તો બીજું શું કહીએ? ને ઊર્મિલતા દાર્શનિક વિચારણાને અપકારી છે એ વિષે તો મતભેદ હોવાનો સંભવ નથી. દાર્શનિક તત્ત્વનો પાયો સ્થિર અકમ્પનીય વિચારબુદ્ધિ અને સુનિપુણ પદાર્થવિશ્લેષણ છે....

વિષ્ણુપદ ભટ્ટાચાર્ય


‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહમાં સંસ્કૃતના ભિન્ન ભિન્ન કાવ્યસિદ્ધાંતોનો પરિચય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે કરાવવામાં આવ્યો છે. અહીં કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, શબ્દની શક્તિ, રસ, અલંકાર ગુણ ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ, કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો, કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન જેવા જુદા જુદા સિદ્ધાંતનાં મૂળતત્ત્વોને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લેખકોએ મૂકી આપ્યા છે. વિવિધ સિદ્ધાંતોની ચર્ચામાં જે તે સિદ્ધાંતવિચારને વધારે સ્પષ્ટ કરવા માટે લેખકોએ અહીં આપણાં ગુજરાતી સાહિત્યના મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, જ્યોતિન્દ્ર દવે, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને રામનારાયણ પાઠક આદિનાં મંતવ્યોનું પણ પ્રસંગોપાત્ત અનુસંધાન કર્યું છે. આપણી સંસ્કૃત પરંપરામાં કાવ્યની રમણીયતાનું આકલન કરવાના પ્રયત્નો થયાં છે એ સિદ્ધાંતો સમગ્ર ગુજરાતી સાહિત્યને પામવામાં ક્યાં ને કેટલાં સહાયક બને એ સરળરીતે સમજાવવાનો આ વિવેચનસંગ્રહનો હેતુ છે. અઘરા સિદ્ધાંતને સરળ અને મનોરમ શૈલીમાં સમજાવતો, વિવિધ સિદ્ધાંતની સમજ આપવા માટે સંખ્યાબંધ નિદર્શનો રજૂ કરતો અને સંસ્કૃત સિદ્ધાંતશાસ્ત્રમાં વિષયપ્રવેશ માટે રાજદ્વાર બની રહેતો આ સંગ્રહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાયાનો સંદર્ભગ્રંથ છે. કીર્તિદા શાહ