પન્ના નાયકની કવિતા/હિમ-યોગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 03:05, 22 August 2024

૪. હિમ-યોગ

કેટલો બધો—
નજરનેય ધવલ ઉજ્જ્વલ કરી દે
એટલો બધો
પથરાયેલો
સ્નો ચારેકોર!
ને છતાંય
એનો
કેવો નીરવ રણકાર—
જાણે કવિના ચિત્તમાં શબ્દનો અણસાર...