ગુજરાતી નિબંધ-સંપદા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/બાબુ વીજળી: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''બાબુ વીજળી'''}} ---- {{Poem2Open}} પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''બાબુ વીજળી'''}}
{{SetTitle}}
----
{{Heading|બાબુ વીજળી | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/30/DHAIVAT_BABU_VIJDI.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • બાબુ વીજળી - અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ આઠેક વાગ્યે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાંક ઘરોમાં દેખાય. લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાંક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય.

Line 136: Line 151:
મારે વડોદરા જવાનું હોય ત્યારે એ સ્ટેશને અચૂક મૂકવા આવે. દૂરથી ગાડીના ધુમાડાનું છોગું દેખાય ને એ કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન રહી હોય ત્યાં તો એ સળિયો પકડીને ચડી જાય. ઊતરનારને ઊતરવા ન દે! ‘ભૈ હેંડો હેંડો’ની બૂમો મારે! ધક્કામુક્કી કરતો એ જગ્યા ‘બોટી’ લે! હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઊતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઊપડે. ‘એ વે’લા વે’લા પાસા આવજો’ની એ બૂમ મારે. જોઉં તો એનું મોં પડી ગયું હોય. ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમાં ડગલાં ભરતો જતો હોય અને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતાં હોય કૂતરાં!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભરત નાયક/સુરત|સુરત]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક|તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક]]
}}