9,256
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જોગના ધોધ | સુન્દરમ્}} | {{Heading|જોગના ધોધ | સુન્દરમ્}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7d/KAURESH_HU_ANE_DIWAL.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • જોગના ધોધ - સુન્દરમ્ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમે શિમોગા છોડ્યું અને આજુબાજુ નાની નાની લીલી લીલી ટેકરીઓની હાર શરૂ થઈ. થોડી વારમાં તો માર્ગથી દૂર દૂર દેખાતાં વૃક્ષો અમારી સડકની હારોહાર જ આવી પહોંચ્યાં, અને અમારો સાથ છોડવા ન ઇચ્છતાં હોય તેમ ચીવટપૂર્વક ક્યાંય લગી અમારી સાથે ચાલુ રહ્યાં. મોટા જનવૃંદમાં આપણા પરિચિત માણસોને પણ આપણે એકદમ ઓળખી શકતા નથી, અને અપરિચિતોનું તો કશું વ્યક્તિત્વ જ હોતું નથી. આ બધાં વૃક્ષોની બાબતમાં તેમ જ બનવા લાગ્યું. માત્ર એમાં આપણા બાવળ અને વાંસનાં ઝુંડ છાનાં રહેતાં ન હતાં. ૫૦-૬૦ ફીટ સુધી ઊંચાં વધીને સો-બસો વાંસ પોતાનાં કલગી જેવાં પિચ્છવાળાં માથાં બધી દિશામાં ઝુકાવી ખૂબ રમણીય ચિત્ર ઊભું કરતાં હતાં. | અમે શિમોગા છોડ્યું અને આજુબાજુ નાની નાની લીલી લીલી ટેકરીઓની હાર શરૂ થઈ. થોડી વારમાં તો માર્ગથી દૂર દૂર દેખાતાં વૃક્ષો અમારી સડકની હારોહાર જ આવી પહોંચ્યાં, અને અમારો સાથ છોડવા ન ઇચ્છતાં હોય તેમ ચીવટપૂર્વક ક્યાંય લગી અમારી સાથે ચાલુ રહ્યાં. મોટા જનવૃંદમાં આપણા પરિચિત માણસોને પણ આપણે એકદમ ઓળખી શકતા નથી, અને અપરિચિતોનું તો કશું વ્યક્તિત્વ જ હોતું નથી. આ બધાં વૃક્ષોની બાબતમાં તેમ જ બનવા લાગ્યું. માત્ર એમાં આપણા બાવળ અને વાંસનાં ઝુંડ છાનાં રહેતાં ન હતાં. ૫૦-૬૦ ફીટ સુધી ઊંચાં વધીને સો-બસો વાંસ પોતાનાં કલગી જેવાં પિચ્છવાળાં માથાં બધી દિશામાં ઝુકાવી ખૂબ રમણીય ચિત્ર ઊભું કરતાં હતાં. | ||
| Line 90: | Line 105: | ||
હજીયે કાનમાં ધોધની એ પ્રચંડ ભવ્ય ગીતિ અથડાયા કરે છે, એની ફરફર શરીરને ભીંજાવ્યા કરે છે, અને પ્રકૃતિનાં ભવ્ય અને નાજુક, રુદ્ર અને રમણીય ચરણોમાં અનુભવેલા રોમાંચ અને હૃત્કંપ હજી તેવા ને તેવા થયા કરે છે. આંખ મીંચતાંવેંત મન આગળ એ ધારાઓ વહેવા માંડે છે, અને એ ક્ષણો પાછી તેવી ને તેવી જીવંત બનીને આવી પહોંચે છે. | હજીયે કાનમાં ધોધની એ પ્રચંડ ભવ્ય ગીતિ અથડાયા કરે છે, એની ફરફર શરીરને ભીંજાવ્યા કરે છે, અને પ્રકૃતિનાં ભવ્ય અને નાજુક, રુદ્ર અને રમણીય ચરણોમાં અનુભવેલા રોમાંચ અને હૃત્કંપ હજી તેવા ને તેવા થયા કરે છે. આંખ મીંચતાંવેંત મન આગળ એ ધારાઓ વહેવા માંડે છે, અને એ ક્ષણો પાછી તેવી ને તેવી જીવંત બનીને આવી પહોંચે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/વન, ઉપવન અને તપોવન|વન, ઉપવન અને તપોવન]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/જયંતી દલાલ/શહેરની શેરી|શહેરની શેરી]] | |||
}} | |||