કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/જાગે જીવણ દાસી: Difference between revisions
Jump to navigation
Jump to search
૩૩. જાગે જીવણ દાસી
(+1) |
(No difference)
|
Revision as of 01:41, 2 June 2024
સહજ સ્નેહનું ભાથું બાંધી
રહીએ નિત્ય પ્રવાસી,
દીવો બનીને શબ્દ દોરશે
અંતરતમ અવિનાશી.
ચાલ્યા પહેલાં સરનામું શોધો છો બંધુ!
એક પંથ દો કાજ કહી તાકો છો સંધુ.
ભવસાગર તરવાનો ભય કાં?
નદીતીર છે કાશી. સહજo
કોને મળવા ધસમસતો ઓ જાય સુદામા?
મંદિર મોટાં મંઝિલ છે કે માત્ર વિસામા?
અંધકાર-ઑથાર ખાળવા
જાગે જીવણ દાસી. સહજo
૧-૧૦-૦૧
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (પાદરનાં પંખી, ૨૮)