ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ઝેન અને યેનની ભૂમિ: Difference between revisions

no edit summary
(Created page with "{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૩૬'''
'''ગુણવંત શાહ '''

{{color|DeepSkyBlue|''' ઝેન અને યેનની ભૂમિ'''}}}}}} {{Poem2Open}} જપાન જતી વખતે નંદિગ્રામથી મકરન્દભાઈ અને કુન્દનિકાબહેને શુભેચ્છા મોકલી તે આવ...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:

{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૩૬'''

{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૩૬'''

'''ગુણવંત શાહ '''

{{color|DeepSkyBlue|'''
'''ગુણવંત શાહ '''

{{color|DeepSkyBlue|'''
ઝેન અને યેનની ભૂમિ'''}}}}}}
ઝેન અને યેનની ભૂમિ'''}}}}}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/14/KAURESH_ZEN_AND_YEN.mp3

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • ઝેન અને યેનની ભૂમિ - ગુણવંત શાહ  • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની

{{Poem2Open}}
{{Poem2Open}}

જપાન જતી વખતે નંદિગ્રામથી મકરન્દભાઈ અને કુન્દનિકાબહેને શુભેચ્છા મોકલી તે આવી પંક્તિઓમાં :

સૂર્યોદયી દેશ થકી સવેળા
સૂર્યોદયી દેશ થકી સવેળા
મુઠ્ઠી ભરી કિરણનાં કંઈ બીજ લાવો,
મુઠ્ઠી ભરી કિરણનાં કંઈ બીજ લાવો,
Line 10: Line 29:
જ્યોતિ તણાં વિમલ સુંદર વૃક્ષ વાવો.
જ્યોતિ તણાં વિમલ સુંદર વૃક્ષ વાવો.
આ ભૂમિના ખેડુ, જને વને પથે
આ ભૂમિના ખેડુ, જને વને પથે
હવે જગાડો સહુ ક્ષેમ દૈવતે.
હવે જગાડો સહુ ક્ષેમ દૈવતે.{{Poem2Close}}
જેટલી વાર જપાન ગયો તેટલી વાર ટોકિયો છોડતી વખતે મનમાં નિશ્ચય કરું કે હવે કદી જપાન નહીં આવું. આ દેશ એટલો મોંઘો છે કે આપણે ધોળે દિવસે લૂંટાઈ જઈએ. અહીં ઝેન અને યેન વચ્ચેની કશમકશ ચાલે તેમાં ઝેન પર યેનનું વર્ચસ્વ સ્થપાઈ ચૂક્યું છે. ઝેન ધર્મનું તીર્થસ્થાન ક્યોટો અને યેનનું કારખાનું ટોકિયો. ટોકિયો આગળ ક્યોટો હારી રહ્યું છે. ઍરપોર્ટ પરથી ટોકિયો શહેરના ડાઉનટાઉન પહોંચવાનો ટૅક્સીચાર્જ ફક્ત એંશીથી નેવું અમેરિકી ડૉલર થાય છે. અહીંની આર્ટ ગૅલેરી જોવા જઈએ તો ખબર પડે કે પ્રત્યેક માળ માટે ટિકિટ લેવી પડે. જપાની લોકો પરદેશીઓને નમ્રતાપૂર્વક નમીનમીને સ્મિતપૂર્વક લૂંટી જાણે છે. સ્મિતનો ચાર્જ નથી હોતો.

પણ કોણ જાણે કેમ જપાન ફરી નહીં જવાનો નિશ્ચય લાંબા સમય સુધી ટકતો નથી. આ ઊગતા સૂર્યની ભૂમિમાં કશુંક એવું છે જે સાવ પોતીકું લાગે છે. ત્યાં જવાનું થાય ત્યારે મારા મન પર બાશો સવાર થઈ જાય છે. જપાન એટલે બૌદ્ધ ધર્મના નવનીત સમી ઝેન વિચારધારાનું મોસાળ. જપાનની સંસ્કૃતિના પ્રત્યેક અંગ-ઉપાંગને ભગવાન બુદ્ધની શાંતિ અને શુચિતાનો સંસ્પર્શ થયો તે ઝેનપરંપરાને કારણે. કાવ્યો, કથાનકો, નાટકો, નૃત્યો, જીવનરીતિ, આરાધના, રાજ્યકારભાર અને ખેતી પર પણ ઝેન જીવનદૃષ્ટિનો પ્રભાવ પડ્યો. જપાન પર ફિદા થઈ જવા માટે બાશો અને ઝેન કાફી છે. પણ એ વાત પછી કરું.

Line 27: Line 46:
હું
હું
ઝાકળબિન્દુઓથી ધોવા માગું છું.
ઝાકળબિન્દુઓથી ધોવા માગું છું.
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
મકાઈના સફેદ ફૂલ પર
મકાઈના સફેદ ફૂલ પર
બેઠેલું પતંગિયું
બેઠેલું પતંગિયું
પ્રેમની પ્રસાદી માટે
પ્રેમની પ્રસાદી માટે
પાંખો ફફડાવવા ઉત્સુક છે!
પાંખો ફફડાવવા ઉત્સુક છે!
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
ત્રીજી મોટી મુસાફરી કરીને બાશો સન ૧૬૯૪માં ટોકિયો પાછો ફર્યો (આપણા દેશમાં ત્યારે ઔરંગઝેબનું રાજ તપતું હતું). પૂરી અઢી વર્ષની અલગારી રખડપટ્ટી પછી એણે નક્કી કર્યું કે કોઈને મળવું નહીં; કોઈને ત્યાં જવું નહીં. ‘જો કોઈ મને મળવા આવે તો મારે શબ્દો વેડફવા ન પડે. જો હું કોઈને ત્યાં જાઉં તો તેમનો સમય બરબાદ થાય. એટલે હવે મેં ઘરનું બારણું અંદરથી બંધ કરીને સંપૂર્ણપણે એકલા રહેવાનું વિચાર્યું છે. એકાંત એ જ મારું મિત્ર અને મારી ગરીબી એ જ મારી સમૃદ્ધિ!’ એક હાઈકુમાં બાશો કહે છેઃ

માત્ર પ્રભાતના વૈભવ માટે જ
માત્ર પ્રભાતના વૈભવ માટે જ
Line 38: Line 61:
દિવસ દરમિયાન તો
દિવસ દરમિયાન તો
હું એ બરાબર વાસેલાં જ રાખીશ.
હું એ બરાબર વાસેલાં જ રાખીશ.
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
એ જ વર્ષની વસંતમાં બાશો પોતાના જીવનની આખરી મુસાફરીએ નીકળી પડ્યો. એ દરમિયાન જે કાવ્યો લખાયાં તેમાં મૃત્યુનો પડછાયો દેખાયા કરે છે :

આ પાનખરના ઊંડાણમાં
આ પાનખરના ઊંડાણમાં
Line 46: Line 71:
કે
કે
મારા પાડોશી કોણ?
મારા પાડોશી કોણ?
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
કવિતાની સર્જનપ્રક્રિયા વિશે ઘણું લખાયું છે. બાશોની સમજ કંઈક આવી છે : ‘જો તમે દેવદાર વિશે જાણવા ઇચ્છતા હો તો દેવદાર કને જાઓ અને વાંસ વિશે જાણવા ઇચ્છતા હો તો વાંસ કને જાઓ. આમ કરતી વખતે તમારે તમારી પૂર્વધારણાઓ બાજુએ મૂકી દેવી જોઈએ. એમ ન થાય તો તમે એ બાબત પર તમારી જાતને લાદતા હો છો. તમારી કવિતા આપોઆપ ત્યારે પ્રગટે છે જ્યારે તમે કોઈ બાબત સાથે એકાકાર બની રહો; જ્યારે તમે એમાં ઊંડા ખૂંપી જઈને કશીક ઝલક પામો છો. તમારી કવિતાના શબ્દો ગમે તેટલા સુંદર હોય તેથી શું? જ્યાં સુધી તમારા શબ્દો સહજ નથી અને જ્યાં સુધી, કોઈ ઘટના અને તમારા વચ્ચે જુદાપણું હોય ત્યાં સુધી કવિતા તમારી આત્મલક્ષી નકલમાત્ર છે.’

આ માન્યતાનાં મૂળ ઝેન વિચારધારામાં રહેલાં છે. જપાનના પ્રખ્યાત હાઈકુસર્જક અને ચિત્રકાર બસને બાશોનું મજાનું ચિત્ર દોર્યું છે, જેની નીચે એણે મૂકેલી પંક્તિઓ આ પ્રમાણે છે :

Line 57: Line 84:
અને
અને
તમારા હોઠો પર ઠંડી ફરી વળે છે.
તમારા હોઠો પર ઠંડી ફરી વળે છે.
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
ઈ. સ. ૬૨૫ની સાલમાં બોધિધર્મ કાંજિવરમને કાંઠેથી વહાણમાં બેસી ચીન ગયો. ત્યાં એણે આકરું તપ કર્યું અને બુદ્ધનો સંદેશો પહોંચાડ્યો. ભારતનું ‘ધ્યાન’ ચીનમાં ‘ચાન’ બન્યું અને જપાનમાં ‘ઝેન’ બન્યું. જીવનના અસ્ખલિત પ્રવાહમાં જીવનમય બનીને વહેતાં રહેવું એટલે ઝેન. મન ખરી પડે પછી ચેતનાનું મૌન પ્રગટે એમ બને. એક ઝેન સાધુની અનુભૂતિ નીચેની પંક્તિઓમાં વ્યક્ત થઈ છે :

હું જ્યારે પુલ પરથી પસાર થાઉં ત્યારે
હું જ્યારે પુલ પરથી પસાર થાઉં ત્યારે
પાણી નથી વહેતાં પણ પુલ વહે છે.
પાણી નથી વહેતાં પણ પુલ વહે છે.
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
ઝેન સાધુઓનો અંતરવૈભવ ઝેન કથાઓમાં વ્યક્ત થાય છે. આજની આપણી લઘુકથાઓ કદાચ બુદ્ધકથાઓમાંથી જ પ્રેરણા પામી હશે. હિરોશિમામાં ભરાયેલી વિશ્વશાંતિ પરિષદમાં ભારતીય ડેલિગેશનના નેતા તરીકે વીસ મિત્રો સાથે જપાન જવાનું થયું ત્યારે હું રોજ એમને એક ઝેનકથા કહેતો. કાલે કોઈ મને ધર્માંતર કરવાની ફરજ પાડે તો હું ઝેનપંથમાં ભળી જાઉં. ઝેન ગુરુઓ માને છે કે રોજબરોજની નાનીમોટી ક્રિયાઓમાં જીવનનું રહસ્ય છુપાયું છે. ઝેન સાધકોમાં ચા બનાવવાનો રિવાજ છે; જેને ‘ટી સેરેમની’ કહે છે. ચા બનાવવાની સ્થૂળ ક્રિયા સાથે પણ એકરૂપ થઈને તદાકાર થવાનો સંકેત એમાં રહેલો છે. ઝેન એટલે જીવનમય અને ધ્યાનમય બનીને અંતઃસ્ફુરણાને અણસારે સત્યની શોધ અને સહજની સાધના.

ઝેન ખેતી હોઈ શકે? જપાનના મત્સુયામા ઉપસાગરને અડીને આવેલી ટેકરીઓ પાસે ફુકુુઆકા રહે છે અને સવા એકરમાં ભાતની ક્યારી તથા સાડાબાર એકરમાં સંતરાની વાડીમાં દવા, યંત્રો, રાસાયણિક ખાતરો વગર થોડાક નીંદામણની મદદથી ખેતી કરે છે. ફુકુઆકા કહે છે : ‘વિજ્ઞાને એટલું જ બતાવી આપ્યું છે કે માણસનું જ્ઞાન કેટલું અલ્પ છે!’ આપણા ખેડૂતો જેને પરાળ કહે છે તેને ફુકુઆકા ઘણું મહત્ત્વ આપે છે. ફસલ લણાઈ જાય પછી પરાળને પાથરી દેવી અને પાણીનો ઉપયોગ કરીને બધું સડવા દેવું એ એની પદ્ધતિનું કેન્દ્રબિન્દુ છે. એમના પુસ્તકનું મથાળું છે : ‘The One-straw Revolution.” (એક તણખલાની ક્રાંતિ.)