જનપદ/અમર બની ગયા છીએ !: Difference between revisions
Jump to navigation
Jump to search
અમર બની ગયા છીએ !
(+1) |
(No difference)
|
Latest revision as of 10:00, 14 April 2024
એરુ થઈને આભડ્યું
અજવાળું અંધારું.
આંખ આંધળો ડુંગરો
ઊડ ઊડ ઢળનારો.
આઠ પ્રહર આરોગતા
ઝનૂન ડળકતાં ધાન.
તાંતર વાંતર માંકડાં
ઊલ્યાં ભાન ને સાન.
પ્રથમીના પેટાળથી
ઊગ્યાં વખનાં ઝાડ.
તળે તેહની છાંયમાં
ઘેન ઢળ્યા આ વાર.
અમે સોમ પીધો છે
અમે આલોકમાં પહોંચી ગયા છીએ !
અમે દેદિપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે.
અમે અમર બની ગયા છીએ ॥