ખારાં ઝરણ/કાયમી આ ઘર નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:00, 3 April 2024

કાયમી આ ઘર નથી

કાયમી આ ઘર નથી,
તું સમયથી પર નથી.

કેમ તું અધ્ધર ન જો?
ખોટું ના ક્હે : ડર નથી.

બૂઝવો ફાનસ બધાં,
ક્યાંય પણ ઈશ્વર નથી.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.

બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

બંધ ઘર ખોલાવ નહીં,
કોઈ પણ અંદર નથી.

જો, હુકમ કરતો નહીં,
શ્વાસ છે, નોકર નથી


૨૯-૩૦/૧૧/૨૦૦૯