ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/છેલ્લું છાણું: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર. સંધ્યાના કેસૂડિયા રંગથી લીંપા...")
 
No edit summary
 
(7 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઉમાશંકર જોશી}}
[[File:Umashankar Joshi.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/76/PARTH_CHELLU_CHHANU.mp3
}}
<br>
છેલ્લું છાણું • ઉમાશંકર જોશી • ઑડિયો પઠન: પાર્થ મારુ     
<br>
&#9724;
</center>
<hr>
{{Heading|છેલ્લું છાણું | ઉમાશંકર જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર. સંધ્યાના કેસૂડિયા રંગથી લીંપાયેલી ઓસરીમાં ખાટલા પર હિંમત અને વેણીલાલ બેઠા છે. હિંમત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઊભો થવા જાય છે.
સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર. સંધ્યાના કેસૂડિયા રંગથી લીંપાયેલી ઓસરીમાં ખાટલા પર હિંમત અને વેણીલાલ બેઠા છે. હિંમત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઊભો થવા જાય છે.
Line 6: Line 28:
‘શી ઉતાવળ છે?’
‘શી ઉતાવળ છે?’

એટલામાં બંને જુવાનોની પડખે થઈને એક બાઈ ઉતાવળી સોડિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા સાન્ધ્યતેજથી અંજાઈને જાણે, આડુંઅવળું જોઈ હિંમત પાછો ખાટલા પર બેસી ગયો. શીંગડીવાળી ગેડી બે જણની વચ્ચે પડી રહી. વેણી બોલ્યોઃ
એટલામાં બંને જુવાનોની પડખે થઈને એક બાઈ ઉતાવળી સોડિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા સાંધ્યતેજથી અંજાઈને જાણે, આડુંઅવળું જોઈ હિંમત પાછો ખાટલા પર બેસી ગયો. શીંગડીવાળી ગેડી બે જણની વચ્ચે પડી રહી. વેણી બોલ્યોઃ

‘દેવતા લેવા આવી લાગે છે.’
‘દેવતા લેવા આવી લાગે છે.’
Line 14: Line 36:
‘તને નકામો રખડાવી માર્યો! જયરામ મરી ગયો. ને હવે તો બિચારીને ડોશી પીંખી પીંખીને ખાઈ જાય છે.’
‘તને નકામો રખડાવી માર્યો! જયરામ મરી ગયો. ને હવે તો બિચારીને ડોશી પીંખી પીંખીને ખાઈ જાય છે.’

‘ડોશી ગમે તેવી તોય તારી કાકી ને? તમારું કુટુમ્બ શૂરુંપૂરું છે. જોજે, અત્યારથી લખત કરી આપું છું, આ જીવી પણ એ ડોશી જેવી, કરડવા આવે એવી ન થાય તો કહેજે.’
‘ડોશી ગમે તેવી તોય તારી કાકી ને? તમારું કુટુંબ શૂરુંપૂરું છે. જોજે, અત્યારથી લખત કરી આપું છું, આ જીવી પણ એ ડોશી જેવી, કરડવા આવે એવી ન થાય તો કહેજે.’

‘અમારે શું, અમારા કટમ્બને શું? અમે તો હવે એકમેકથી બોલવાનું પણ માંડી વાળ્યું છે. ઘર જોડાજોડ ઘરડાંએ કરેલાં છે એટલું જ. એ ડોશી…’
‘અમારે શું, અમારા કટંબને શું? અમે તો હવે એકમેકથી બોલવાનું પણ માંડી વાળ્યું છે. ઘર જોડાજોડ ઘરડાંએ કરેલાં છે એટલું જ. એ ડોશી…’

‘એમાં બિચારીનો આનો શું વાંક? તમે એવું રાખશો તો આયે જલદી ડોશી થઈ જશે.’
‘એમાં બિચારીનો આનો શું વાંક? તમે એવું રાખશો તો આયે જલદી ડોશી થઈ જશે.’
Line 50: Line 72:
‘ના, ના, ફોઈ હું તો મારે કૂવે જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો… પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એનું એવું શું બગાડ્યું છે?’
‘ના, ના, ફોઈ હું તો મારે કૂવે જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો… પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એનું એવું શું બગાડ્યું છે?’

‘જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી. પણ આમ તારે આળ ચડાવતાં ફરવું હોય તો અહીં દેવતા લેવા જશા સારુ આવી, કહે?’
‘જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી. પણ આમ તારે આળ ચડાવતાં ફરવું હોય તો અહીં દેવતા લેવા જ શા સારુ આવી, કહે?’

‘કોક વાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું. તમે આવવાની ના પાડશો ત્યારે કદીય ઊમરો ચડું તો કહેજો. પણ આવવા દઈને પી ગામનાં માણસોની કને મારી મશ્કરી…’
‘કોક વાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું. તમે આવવાની ના પાડશો ત્યારે કદીય ઊમરો ચડું તો કહેજો. પણ આવવા દઈને પી ગામનાં માણસોની કને મારી મશ્કરી…’
Line 116: Line 138:
‘હા, હા. જીવશું, જીવશું ને તું ખારીલી જોતી રહીશ ને રોતી રહીશ. પણ જરી ટાઢો જીવ રાખ, ટાઢો. આપણને નહિ તો આપણા પાડોશીને હજો એમ પણ લોક તો રાખે છે. ને તું તો કટમ્બણ મૂઈ છે!’
‘હા, હા. જીવશું, જીવશું ને તું ખારીલી જોતી રહીશ ને રોતી રહીશ. પણ જરી ટાઢો જીવ રાખ, ટાઢો. આપણને નહિ તો આપણા પાડોશીને હજો એમ પણ લોક તો રાખે છે. ને તું તો કટમ્બણ મૂઈ છે!’

‘કટમ્બ ગયું મસાણમાં!’
‘કટંબ ગયું મસાણમાં!’

‘તે મસાણમાં પણ એમ ને એમ ક્યાં જવાય છે?’ વેણીએ સામું ચોંપ્યું. ‘આ હું હતો તો મારા નાથુભાભાની દૂણી દોરીને મસાણે લઈ ગયો હતો. ને તાકડે હાજર હતો તો આ જયરામ મૂઓ ત્યારેય, તમે અમારાથી બોલતાં પણ નહિ તોયે, છાણું લઈને હું આગળ થયો હતો. ગામમાંથી બીજું કોઈ છાણું લઈને આગળ નીકળવાનું હતું?’

Line 144: Line 166:
‘વાસેલું જ છે. તરાડમાંથી પવન આવે છે. બારણામાં હવે કાંઈ નથી રહ્યું!’
‘વાસેલું જ છે. તરાડમાંથી પવન આવે છે. બારણામાં હવે કાંઈ નથી રહ્યું!’

‘કંઈ નહિ, બાપ… જો, પણ સાંભળ. વખત છે ને હું મરી જાઉં, મારી અવસ્થા થઈ છે, હમણાંની માંદી રહું છું, સૌ મારી પછવાડે પડ્યું છે, ને જો વળી મોતન ભેટો થઈ જાય તો એક કામ કરજે. કરીશ કે?’
‘કંઈ નહિ, બાપ… જો, પણ સાંભળ. વખત છે ને હું મરી જાઉં, મારી અવસ્થા થઈ છે, હમણાંની માંદી રહું છું, સૌ મારી પછવાડે પડ્યું છે, ને જો વળી મોતનો ભેટો થઈ જાય તો એક કામ કરજે. કરીશ કે?’

એકમેકનાં મોઢાં જોયા વગર, બે ભૂતની પેઠે પોતે વાતો કરતાં હોય એમ જાણે એમને પોતાને જ લાગતું હતું.
એકમેકનાં મોઢાં જોયા વગર, બે ભૂતની પેઠે પોતે વાતો કરતાં હોય એમ જાણે એમને પોતાને જ લાગતું હતું.
Line 207: Line 229:

‘કાકી, કાકી, મને ટાઢ વાય છે. તારો સાલ્લો ઓઢાડ ને, એકલી ઓઢીને બેઠી છે તે?’ કહીને એની સોડમાં લપાવા ગયો ત્યારે જતી જીવી સહેજ બબડી, ‘ખસ. હં.’
‘કાકી, કાકી, મને ટાઢ વાય છે. તારો સાલ્લો ઓઢાડ ને, એકલી ઓઢીને બેઠી છે તે?’ કહીને એની સોડમાં લપાવા ગયો ત્યારે જતી જીવી સહેજ બબડી, ‘ખસ. હં.’
{{Right|''જુલાઈ ૮, ૧૯૩૪''}}
{{Right|જુલાઈ ૮, ૧૯૩૪}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/જી’બા|જી’બા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/મારી ચંપાનો વર|મારી ચંપાનો વર]]
}}