મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મિતવા-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:11, 5 March 2024

મિતવા-૧

મોજ મળી છે કાફી મિતવા
ફુંક ચલમ, લે સાફી મિતવા

ચાલ વિખૂટાં પડીએ એમ જ
આ શી માફામાફી મિતવા?

સ્મરણો પાછળ દોડી દોડી
શ્વાસ ગયા છે હાંફી મિતવા

તાળી બદલે મળ્યો તમાચો
વાહ્્ અદ્દલ ઈન્સાફી મિતવા

દરેક હોઠે અર્થ મળે છે
શબ્દે શબ્દ શરાફી મિતવા