મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કદી સાંભરે ભાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:29, 4 March 2024

કદી સાંભરે ભાઈ

         કદી સાંભરે ભાઈ
નદી જોઉં ને વહેવા લાગે ભીતર એક સગાઈ

પડુંઆખડું રડું હું ત્યારે પળમાં લેતા તેડી
ઝાડ-ઝાંખરાંની વચ્ચે પણ એ જ ચીંધતા કેડી

એકલસૂરો જુએ જરી તો કોણ ઊઠે અકળાઈ?

બાની વાણી ફાગણ ને બાપુ ચૈતર-વૈશાખ
ભાઈ એટલે આંબાડાળે લચી પડેલી સાખ

ઘરમાં એ બોલાશ હતી કે કલરવની વનરાઈ?

આજે મારા ઘરના ફળિયે હું અભ્યાગત હોઉં
સૌની વચ્ચે વસું છતાં યે હું જ મને ના જોઉં

કાળે ખેંચી કિયા કારણે જોજન લગી જુદાઈ?