દલપત પઢિયારની કવિતા/સૂકા છાંટાની સલામું: Difference between revisions
Jump to navigation
Jump to search
સૂકા છાંટાની સલામું
(+1) |
(No difference)
|
Latest revision as of 01:12, 1 March 2024
ઊંચી નેંચી ખજૂરી ઘમઘમે રે.
અમે ટૂંકાં તણાતાં કમાડ રે,
સાજણ એક આંબેલો.
ક્યાંક ડમરો છલકે ને મહેકે મોગરો,
અમે ક્યારીએ અંતરાયેલાં નીર રે;
સાજણ એકલ આંબેલો.
પૂછે પારકી ભૂમિનાં ગોરજ ગુજેડાં,
અમે સાતમી પછીતની સંકડાસ્યું;
સાજણ એકલ આંબેલો.
આંબો આંગણે ઊભો ને છાંયા પરદેશે,
અમે તોરણે તરાપેલી ગાંઠ્યું;
સાજણ એકલ આંબેલો.
એક પગલું ગાજે રે ગોરમટી ભર્યું,
અમે સૂકા છાંટાની સલામું;
સાજણ એકલ આંબેલો.