પ્રત્યંચા/કપોલકલ્પિત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કપોલકલ્પિત| સુરેશ જોષી}} <poem> ના ના, પ્રિયે, હાલીશ ના જરા ય – ક...") |
(No difference)
|
Latest revision as of 06:13, 5 July 2021
કપોલકલ્પિત
સુરેશ જોષી
ના ના, પ્રિયે, હાલીશ ના જરા ય –
કપોલની મસૃણ રક્તિમા પરે
ઉતારવા થાક પડી ઘડીક
કો’ઓલવાયા ગ્રહ કેરી આહ!
આશ્ચર્યથી સ્તબ્ધ રહું નિહાળી:
આકાશી થાશે અહીં શી ચમત્કૃતિ?
એ ધારશે શું નવી કોઈ આકૃતિ
તારા કપોલે?
…ભયથી છળી મરી
ચૂમી લઉં છું તુજને ફરી ફરી!