યોગેશ જોષીની કવિતા/પ્રતીક્ષા: Difference between revisions
Jump to navigation
Jump to search
પ્રતીક્ષા
(+) |
(No difference)
|
Latest revision as of 05:46, 19 February 2024
અહીં
આમ જ ઊભા રહી
દિવસ-રાત
રાત-દિવસ
તારી રાહ જોતાં
જોતાં
જોતાં
છેવટે હું
બની ગયો
થાંભલો.
કોણ આવીને મૂકશે
થાંભલાની ટોચે ટમટમતો
એકાદ લૅમ્પ?!