– અને ભૌમિતિકા/તમે ગયાં ને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 15:52, 16 February 2024
તમે ગયાં ને...
તમે ગયાં ને આંગણિયે લીંપણમાં પાડી
હથેળીઓની ભાત નથી કલબલતી...
આંગણ ઢૂક્યો મોર પાધરો
થીજી ગયેલી ઓકળીઓની પાંખ નીરખી આભ જેવડો એક
નિસાસો નાખે,
સવારમાં મુઠ્ઠી દાણા લઈ
તમે વેરતાં કલરવ ક્યાં? ને કેટકેટલી કીકીઓ એની આંખોમાંથી
શૂન્ય વેરતી તાકે?
–અને ઠીબમાં ન્હાઈ નિરાંતે ઊછળી પડતી
દીવાલ પર તે સૂરજ કેરી ક્યાં છે પેલી માછલીઓ ઝલમલતી...
બપોરના ઢળતી નેવેથી ઉંબર પર
તડકાની લો આ કરવત પાછી ઓકળિયાળી પાંખ વ્હેરતી ચાલી,
સાંજ પડ્યે તુલસીને પાનેપાન ઊગતા
સૂરજ આડે ક્યાંથી આંજું કણકણતી બે હથેળીઓની લાલી...?
અંધારાનું પતંગિયું પણ કેમ હોલવે
વણપ્રગટેલા દીવા કેરી શગને મારી આંખોમાં હલબલતી...
૨૦-૯-૧૯૬૯