ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અભિમન્યુ આચાર્ય/પડછાયાઓ વચ્ચે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|પડછાયાઓ વચ્ચે | અભિમન્યુ આચાર્ય}}
{{Heading|પડછાયાઓ વચ્ચે | અભિમન્યુ આચાર્ય}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3d/SHREYA_PADCHHAYAO_VACHE.mp3
}}
<br>
પડછાયાઓ વચ્ચે • અભિમન્યુ આચાર્ય • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
અને અમે બેઠાં છીએ. ચૂપચાપ.
અને અમે બેઠાં છીએ. ચૂપચાપ.
એવું નથી કે પહેલી જ વખત આમ ચૂપ છીએ. અગાઉ પણ ઘણીવાર અમે કલાકો સુધી ચૂપ બેસી રહેતાં, એકબીજાનાં મૌનને સાંભળતા. પણ આજે વાત અલગ છે. આજે જે ચૂપકીદી અમારી વચ્ચે તરી રહી છે એ અમને અસ્વસ્થ કરી રહી છે. હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધ છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે.
એવું નથી કે પહેલી જ વખત આમ ચૂપ છીએ. અગાઉ પણ ઘણીવાર અમે કલાકો સુધી ચૂપ બેસી રહેતાં, એકબીજાનાં મૌનને સાંભળતા. પણ આજે વાત અલગ છે. આજે જે ચૂપકીદી અમારી વચ્ચે તરી રહી છે એ અમને અસ્વસ્થ કરી રહી છે. હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધ છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે.
અમે પ્રયત્નપૂર્વક એકબીજા સામું નથી જોઈ રહ્યાં. આંખો અમસ્તી જ આજુબાજુ ફરે છે. સાંજ થવા આવી છે. રીવરફ્રન્ટ પર છીએ અમે. નદી છે, એમાં સ્થિર ગંદુ પાણી છે, ઘણી જગ્યાએ લીલ જામી ગઈ છે, ઉપર કાગડા ઊડી રહ્યા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે.
અમે પ્રયત્નપૂર્વક એકબીજા સામું નથી જોઈ રહ્યાં. આંખો અમસ્તી જ આજુબાજુ ફરે છે. સાંજ થવા આવી છે. રીવરફ્રન્ટ પર છીએ અમે. નદી છે, એમાં સ્થિર ગંદુ પાણી છે, ઘણી જગ્યાએ લીલ જામી ગઈ છે, ઉપર કાગડા ઊડી રહ્યા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે.
‘લુક, આદિ, તારે કંટીન્યુ ન કરવું હોય તો…’ શ્વેતા બોલવા જાય છે. ‘મેં ક્યારે એવું કહ્યું?’ ‘ઓ. કે. સૉરી. બટ આઇ મીન.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું
‘લુક, આદિ, તારે કંટીન્યુ ન કરવું હોય તો…’ શ્વેતા બોલવા જાય છે. ‘મેં ક્યારે એવું કહ્યું?’ ‘ઓ. કે. સૉરી. બટ આઇ મીન.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું એ?’
એ?’
હું જવાબ નથી આપતો. હા, એ જે કહી રહી હતી એ હું સમજતો'તો. ત્રણ વર્ષ થયાં અમારી રિલેશનશીપને. અને પેલો જે મૅજિક હોય, એ કદાચ જતો રહ્યો હોય એવું અમે અનુભવી રહ્યાં છીએ. પણ શા માટે?
હું જવાબ નથી આપતો. હા, એ જે કહી રહી હતી એ હું સમજતો'તો. ત્રણ વર્ષ થયાં અમારી રિલેશનશીપને. અને પેલો જે મૅજિક હોય, એ કદાચ જતો રહ્યો હોય એવું અમે અનુભવી રહ્યાં છીએ. પણ શા માટે?
હજી પણ વાતો તો એવી જ કરીએ છીએ જેવી પહેલાં કરતાં'તાં, બને ત્યાં સુધી રોજ મળીએ છીએ. પહેલાંની જેમ જ. ‘તેં જમી લીધું?’ એવો મેસેજ હજી થાય છે, પણ એમાં કદાચ કૅરનું પ્રમાણ ઓછું, આદતનું પ્રમાણ વધારે છે.
હજી પણ વાતો તો એવી જ કરીએ છીએ જેવી પહેલાં કરતાં'તાં, બને ત્યાં સુધી રોજ મળીએ છીએ. પહેલાંની જેમ જ. ‘તેં જમી લીધું?’ એવો મેસેજ હજી થાય છે, પણ એમાં કદાચ કૅરનું પ્રમાણ ઓછું, આદતનું પ્રમાણ વધારે છે.

Latest revision as of 16:10, 23 January 2024

અભિમન્યુ આચાર્ય
Abhimanyu Acharya 01.png

પડછાયાઓ વચ્ચે

અભિમન્યુ આચાર્ય



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d08851d9351_10575401


પડછાયાઓ વચ્ચે • અભિમન્યુ આચાર્ય • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ


અને અમે બેઠાં છીએ. ચૂપચાપ. એવું નથી કે પહેલી જ વખત આમ ચૂપ છીએ. અગાઉ પણ ઘણીવાર અમે કલાકો સુધી ચૂપ બેસી રહેતાં, એકબીજાનાં મૌનને સાંભળતા. પણ આજે વાત અલગ છે. આજે જે ચૂપકીદી અમારી વચ્ચે તરી રહી છે એ અમને અસ્વસ્થ કરી રહી છે. હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધ છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે. અમે પ્રયત્નપૂર્વક એકબીજા સામું નથી જોઈ રહ્યાં. આંખો અમસ્તી જ આજુબાજુ ફરે છે. સાંજ થવા આવી છે. રીવરફ્રન્ટ પર છીએ અમે. નદી છે, એમાં સ્થિર ગંદુ પાણી છે, ઘણી જગ્યાએ લીલ જામી ગઈ છે, ઉપર કાગડા ઊડી રહ્યા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે. ‘લુક, આદિ, તારે કંટીન્યુ ન કરવું હોય તો…’ શ્વેતા બોલવા જાય છે. ‘મેં ક્યારે એવું કહ્યું?’ ‘ઓ. કે. સૉરી. બટ આઇ મીન.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું એ?’ હું જવાબ નથી આપતો. હા, એ જે કહી રહી હતી એ હું સમજતો'તો. ત્રણ વર્ષ થયાં અમારી રિલેશનશીપને. અને પેલો જે મૅજિક હોય, એ કદાચ જતો રહ્યો હોય એવું અમે અનુભવી રહ્યાં છીએ. પણ શા માટે? હજી પણ વાતો તો એવી જ કરીએ છીએ જેવી પહેલાં કરતાં'તાં, બને ત્યાં સુધી રોજ મળીએ છીએ. પહેલાંની જેમ જ. ‘તેં જમી લીધું?’ એવો મેસેજ હજી થાય છે, પણ એમાં કદાચ કૅરનું પ્રમાણ ઓછું, આદતનું પ્રમાણ વધારે છે. ના, અમે ચાહીએ છીએ એકબીજાને. એમાં તો લેશમાત્ર પણ શંકા નથી. પણ તો પછી વૉટ વેટ રોંગ?’ હું અચાનક જ બોલું છું. હું પણ એ જ વિચારું છું. ખાલી એક વાર ખબર પડે કે પ્રોબ્લેમ શું થયો તો..’ ‘વોટ ધી હેલ આર યુ ડુઇંગ?’ એ જોરથી બરાડે છે.. દૃશ્ય ઓગળતું જાય છે. ‘કદાચ આ જગ્યાએથી શરૂઆત થઈ હશે.’ ‘શેની?’ ‘થીંગ્સ ગોઈંગ રોંગ! ‘પણ મેં જે કર્યું એ માટે માફી પણ માંગી હતી. ને તે માફ પણ કરી દીધેલો. ઇટ વૉઝ ઓકે.’ હા. પણ મને હર્ટ થયું હતું.’ ‘આઈ નો. પણ આ વાત તો ક્યારનીય પૂરી થઈ ગઈ છે. સૉરી અગેઈન, બસ.’ ધૂળની ડમરીઓ શમે છે, ને અમે કૉલેજમાં છીએ, પણ રાત છે. યુવકમહોત્સવ પૂરો થયો છે, ને પાર્કિંગ તરફ ચાલીને અમે જઈ રહ્યાં છીએ. ‘આ તો પેલો ભયંકર ઝઘડો થયો'તો એ દિવસ.’ હું કહું છું. શ્વેતા વેસ્ટર્ન ડાંસમાં પ્રાઇઝ જીતી છે, ને હું ધૂંધવાયેલો છું. હાઉ કૂડ યુ હગ હિમ લાઇક ધેટ? એ તારો ડાંસ પાર્ટનર છે ને તમે પ્રાઇઝ જીત્યા છો, બરાબર, બટ આ રીતે બધાં સામે ચોટીને…’ – ‘અરે પણ એ તો જીત્યા એની ખુશીમાં હગ કર્યું યાર. એમાં આટલું બધું શું?’ ‘મને એ પહેલેથી જ નથી ગમતો. ને તે એને ડાંસ પાર્ટનર બનાવ્યો? એ તારી સામે કેવી રીતે જુએ છે ખબર છે તને?’ હું બરાડા પાડું છું. ‘તને ડાંસ આવડતો હોત તો તને બનાવત. અને તું વિચારે છે એવું કશું નથી. આટલો જેલસ કેમ છે?’ ‘ડાંસ પ્રેક્ટીસના બહાને તું મને મળવાની ના પાડ્યા કરતી'તી, અને તમે બંને ભેગાં થઈને શું કરતાં'તાં એ હું જાણું છું. કેફેમાં જોયાં'તાં મેં તમને.’ ‘અરે એ તો એકવાર. એને ભૂખ લાગી અને મેં એને કંપની આપેલી. બસ. નથિંગ એલ્સ. તું જે ને તે વિચાર્યા ન કર. ટ્રસ્ટ મી. પ્લીઝ.’ ‘આઇ ડૉન્ટ કેર. બાય!’ અને હું બાઇક ચાલુ કરીને જતો રહું છું. શ્વેતા ઊભી ઊભી રડતી રહે છે. ને અંધારું ઉતરી આવે છે. ‘એ દિવસ બહુ ખરાબ હતો મારા માટે ’ મારા માટે પણ.' ‘આઇ એમ સૉરી. મારે ડાંસમાં પાર્ટ નહોતો લેવો જોઈતો એની સાથે. એ સારો છોકરો નહોતો એ પાછળથી ખબર પડેલી મને.’ ‘હા. પણ મારેય આ રીતે બિહેવ નહોતું કરવું જોઈતું. આઈ એમ સોરી.’ તને યાદ છે ને, આ થયું એના બે દિવસ પછી આપણે એકબીજાને ભેટીને કેટલું બધું રડેલાં! હા. મને યાદ છે. અને બે દિવસ સુધી મેં ખાધું પણ નહોતું, ઊંધ્યો પણ નહોતો એ પણ યાદ છે.’ કદાચ શરૂઆત અહીંયાથી થઈ હશે પ્રોબ્લેમ્સની.’ ‘ના ના. આપણે એકબીજાને માફ તો કરી દીધેલાં. બધું બરાબર થઈ ગયેલું. જો!’ હું કહું છું. દૃશ્ય ઉઘડે છે. અમે કોઈ ગાર્ડનમાં છીએ ફરી. મારા હાથમાં નોટબુક છે. હું એને મારી લખેલી કવિતા સંભળાવવા જઈ રહ્યો છું. ‘સાંભળ. પોએમનું નામ છે – ‘બીટ્વીન ધ શેડોઝ. ‘હં.’ ‘BETWEEN THE SHADOWS OF PAST AND PRESENT, MY LOVE, LET US HIDE…" શ્વેતા સ્વપ્નીલ થઈને સાંભળી રહી છે. હું કવિતા પૂરી કરું છું, ને એ મને જોયા કરે છે. ‘તું કવિતા વાંચતો ને હું તને જોયા કરતી, મને બહુ ગમતું એ.’ એટલે જ મને નહોતી આવડતી તો પણ જેવી તેવી કવિતાઓ હું લખ્યા કરતો!’ ‘આપણો પેલો મોટો ઝઘડો થયો પછી આપણે એકબીજા સાથે બહુ ધ્યાન રાખીને વાત કરતાં થઈ ગયેલાં કદાચ! હા. વધારે જ ધ્યાન રાખવા માંડેલા એકબીજાનું. કદાચ ત્યાંથી શરૂઆત થઈ હશે.’ ના. આપણે વાત તો કરેલી કે વધારે પડતી કૅર કરવાની જરૂર નથી. વિ અગ્રીડ, ઇટ વૉઝ ઓ. કે.’ હા એ પણ છે. દૃશ્યો બદલાતાં જાય છે, અમે અમારા સંબંધને જોઈએ છીએ – રિસામણાંમનામણાં, અબોલા, કોઈ એક બહારગામ જાય ત્યારે થતી બીજાની હાલત, એકબીજાની થઈ ગયેલી આદત…પણ જે શોધી રહ્યાં હતાં એ શું હતું? ત્યાં જ કાગડા ‘‘ક્રો ક્રા શરૂ કરે છે, અમારી ઠીક ઉપર એ ઉડવા લાગે છે, ગોળ ગોળ, અને નદીમાં વમળ ઊઠે છે, લીલ વિખરાવા લાગે છે, વાદળો ગરજે છે, ધૂળની ડમરી ઊડે છે, અમારી આસપાસનું બધું ગોળ ફરવા લાગે છે. શ્વેતા મારો હાથ પકડી લે છે, અમારું માથું ચકરાય છે, ને અમે હવામાં ફંગોળાઈએ છીએ. આંખો બંધ થઈ જાય છે. ને થોડી ક્ષણો બાદ બધું થંભી જાય છે. અમે કોઈ જગા પર બેઠાં છીએ. હાથ હજી પકડેલો જ છે. આંખો ખોલતાં જ ખ્યાલ આવે છે કે આ તો અમારી કોલેજની કેન્ટીન પણ એક મિનિટ, આ બૉર્ડ તો જૂનું છે. ને કલર પણ જૂનો. લોકો તરફ જોઈએ છીએ, ને અમે ચોકીએ છીએ. ‘અરે, આ તો તું છે. ત્રણ વર્ષ પહેલાનો.’ ‘હા. ને જો, પેલી રહી તું. નાની લાગે છે.’ એ અમારી પહેલી મુલાકાતનો દિવસ. અમે અમને જોતાં જ રહીએ છીએ. હું આદિત્ય. આપણે જર્નાલિઝમમાં સાથે છીએ આઇ ગૅસ.’ ઓહ યેસ. હું શ્વેતા. તું ટેક્સ્ટબુક ક્યાંથી લાવ્યો..’ આંખ સામેનું દૃશ્ય ઝાંખું થઈ જાય છે. સાવ અંધારું જ, ને માથું પાછું ચકરાય છે. આંખો બંધ કરીને ખોલીએ છીએ તો ક્લાસરૂમમાં છીએ અમે, ને બીજા વિદ્યાર્થીઓ છે, ટીચર ભણાવી રહ્યાં છે. સૌથી પહેલી બેંચ પર બેઠાં છીએ, અઢી વર્ષ પહેલાંનાં, એકબીજાના વિચારો આવે તો ચહેરા પર સ્મિત આવી જતું એ સમયનાં અમે. ‘જો, લખતાં-લખતાં મને કોણી અડાડે છે. સીધો તો તું પહેલેથી નહોતો જ!' હું હસુ છું. ‘હું કોણી અડાડતો તો પણ તું હાથ ત્યાં જ રાખતી'તી. કેમ?’ ત્યાં દૃશ્ય ફરી ઝાંખું થતું જાય છે. અમે આંખો જાતે જ બંધ કરી દઈએ છીએ. ‘આ થઈ શું રહ્યું છે?’ શ્વેતા પૂછે છે. ‘આપણને ચાન્સ મળ્યો છે કોઈ રીતે પાસ્ટમાં જવાનો, ચેક કરવાનો કે વૉટ વેંટ રૉગ. જોઈએ એઝેક્ટલી થયું શું આપણી વચ્ચે એ.’ ‘મારો હાથ છોડતો નહિ.’ હા, નહિ છોડું.’ આંખો ખોલતાં જ કૉલેજનું પાર્કિગ નજરે ચડે છે. આ તો… ‘હા, મને યાદ છે. આ એ દિવસ જ્યારે મેં પ્રપોઝ કર્યું હતું.’ બાઇકને એના સ્કૂટરની ઠીક સામે ઊભું રાખી દીધું છે. મેં લાલ શર્ટ પહેરેલું છે. બાઇકને ડબલ સ્ટેન્ડ કરીને હું સીટ પર ઊભો થઈ જાઉં છે. શ્વેતા એના સ્કૂટર પર બેસીને જોઈ રહી છે. શ્વેતા, આઈ લવ યુ. હું તારા માટે કંઈપણ કરી શકું છું. હું તારી સાથે મારી લાઇફ વિતાવવા માગું છું. તું કહે તો હું આ બાઇક પરથી ભૂસકો મારવા પણ તૈયાર છું…’ અમે બંને હસી પડીએ છીએ. ‘થેંક્સ.’ ‘કેમ?’ ‘એ દિવસે પબ્લિક વચ્ચે મને ના નહિ પાડવા માટે. ‘હું તો તું પૂછે એની રાહ જ જોઈ રહી હતી. તે ને દૃશ્ય બદલાઈ જાય છે. અમે આવી ચડ્યા છીએ ગાર્ડનમાં. સાવ ઓછા લોકો છે. ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો છે. આ દિવસ તો… હું આંખ બંધ કરી દઉં છું. ઓકે?’ શ્વેતા શરમાઈને કહે છે. હું તો ખુલ્લી જ રાખીશ.’ કહેતાં હું દોઢ વર્ષ પહેલાંના એ દૃશ્યને આંખો ફાડીને જોતો રહું છું. મારું માથું શ્વેતાના ખોળામાં છે, હું આડો પડેલો છું. ધીરેથી હું હાથ લંબાવીને એનું મુખ પકડું છું અને એના હોઠ મારા હોઠ પર ચંપાઈ જાય છે… કાગડા ફરી ઉડે છે, ને અમારી આસપાસ અંધારું છે. કોઈ મલ્ટીપ્લેક્સમાં છીએ અમે. ‘આપણો પહેલો ઝઘડો. ખબર છે ને કેમ?’ શ્વેતા મોં મચકોડતાં કહે છે. ‘હા.’ આમાં પણ હું આંખ બંધ કરી દઉં છું.’ કહેતી એ આંખો મીંચી દે છે. હું જોઉં છું – અમે કૉર્નર સીટ્સ પર બેઠાં છીએ. એ ફિલ્મ જોઈ રહી છે. મારી આંખો સ્કિન પર છે, પણ ફિલ્મમાં મને કોઈ રસ નથી. હું એના પેટ પર હાથ રાખું છું, ને પછી ધીરેથી એની છાતી તરફ સરકાવું છું… અમે પાછા રીવરફ્રન્ટ પર, જ્યાં બેઠાં હતાં એ જ જગ્યાએ આવી પડીએ છીએ. માથું ચકરાય છે. આજુબાજુ બધું એમનું એમ જ છે. શ્વેતા મારો હાથ છોડી દે છે. હું સ્થિર પાણીને તાક્યા કરું છું. એ નદીમાંની લીલને જોયા કરે છે. હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધે છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે. અને અમે બેઠાં છીએ. ચૂપચાપ.