23,710
edits
(+1) |
(Added Book Cover) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''‘રેન્ડિયર્સ’ : અનિલ ચાવડા'''</big><br> | '''‘રેન્ડિયર્સ’ : અનિલ ચાવડા'''</big><br> | ||
{{gap|14em}}– મયૂર ખાવડુ</big>'''</center> | {{gap|14em}}– મયૂર ખાવડુ</big>'''</center> | ||
[[File:રેન્ડિયર્સ.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રેન્ડિયર્સ’, પ્રકાશન – નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ | ‘રેન્ડિયર્સ’, પ્રકાશન – નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ | ||
| Line 13: | Line 13: | ||
શાળા અને કૉલેજકાળના અભ્યાસ દરમિયાન જેમની સાથે હોસ્ટેલજીવન ગાળવાનો મહામૂલો લહાવો મળ્યો તે તમામ મિત્રોને... | શાળા અને કૉલેજકાળના અભ્યાસ દરમિયાન જેમની સાથે હોસ્ટેલજીવન ગાળવાનો મહામૂલો લહાવો મળ્યો તે તમામ મિત્રોને... | ||
લેખકનો પરિચય : વર્ષ ૧૯૮૫માં સુરેન્દ્રનગરના કરેલા ગામે જન્મેલા શ્રી અનિલભાઈ ચાવડા આધુનિક કવિઓમાં માનભેર લેવાતું નામ છે. તેમનાં કેટલાંય સર્જનો પોંખાયાં છે અને વિદ્વાનો દ્વારા તેમના લેખનને લઈ હરખ વ્યક્ત કરવામાં આવ્યો છે. ૨૦૧૨માં તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘સવાર લઈને’ પ્રગટ થયો હતો. આ સંગ્રહને વર્ષ ૨૦૧૪માં યુવા સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. એ જ વર્ષે ‘એક હતી વાર્તા’ નામે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો. ૨૦૨૨માં બીજો ગઝલ સંગ્રહ ‘ઘણું બધું છે’ પ્રકાશિત થયો. વચ્ચે તેમણે અસંખ્ય અનુવાદો અને પુસ્તકો કર્યાં જેને પણ ભાવકોએ સહર્ષ આવકાર્યાં હતાં. સાહિત્ય જગતમાં કવિ, અનુવાદક, નવલકથાકાર, સંકલનકર્તા આમ વિવિધ ભૂમિકાઓ તેમણે ભજવી છે. આ સિવાય કટાર લેખક તરીકે પણ તેમનું નામ ગુજરાતમાં આદરપૂર્વક લેવાય છે. જ્યાં તેઓ દર અઠવાડિયે કવિતાઓનો આસ્વાદ કરાવે છે. અનિલભાઈ ચાવડાને પડકારનું બીજું નામ કહી શકીએ, કારણ કે તેમણે પ્રથમ નવલકથા રેન્ડિયર્સમાં હાસ્યસ્વરૂપમાં ખેડાણ કર્યું છે. યુવા પુરસ્કાર સિવાય, શયદા એવોર્ડ, તખ્તસિંહ પરમાર પારિતોષિક અને રાવજી પટેલ એવોર્ડથી તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. હાલ તેઓ અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે. | લેખકનો પરિચય : વર્ષ ૧૯૮૫માં સુરેન્દ્રનગરના કરેલા ગામે જન્મેલા શ્રી અનિલભાઈ ચાવડા આધુનિક કવિઓમાં માનભેર લેવાતું નામ છે. તેમનાં કેટલાંય સર્જનો પોંખાયાં છે અને વિદ્વાનો દ્વારા તેમના લેખનને લઈ હરખ વ્યક્ત કરવામાં આવ્યો છે. ૨૦૧૨માં તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘સવાર લઈને’ પ્રગટ થયો હતો. આ સંગ્રહને વર્ષ ૨૦૧૪માં યુવા સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. એ જ વર્ષે ‘એક હતી વાર્તા’ નામે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત થયો. ૨૦૨૨માં બીજો ગઝલ સંગ્રહ ‘ઘણું બધું છે’ પ્રકાશિત થયો. વચ્ચે તેમણે અસંખ્ય અનુવાદો અને પુસ્તકો કર્યાં જેને પણ ભાવકોએ સહર્ષ આવકાર્યાં હતાં. સાહિત્ય જગતમાં કવિ, અનુવાદક, નવલકથાકાર, સંકલનકર્તા આમ વિવિધ ભૂમિકાઓ તેમણે ભજવી છે. આ સિવાય કટાર લેખક તરીકે પણ તેમનું નામ ગુજરાતમાં આદરપૂર્વક લેવાય છે. જ્યાં તેઓ દર અઠવાડિયે કવિતાઓનો આસ્વાદ કરાવે છે. અનિલભાઈ ચાવડાને પડકારનું બીજું નામ કહી શકીએ, કારણ કે તેમણે પ્રથમ નવલકથા રેન્ડિયર્સમાં હાસ્યસ્વરૂપમાં ખેડાણ કર્યું છે. યુવા પુરસ્કાર સિવાય, શયદા એવોર્ડ, તખ્તસિંહ પરમાર પારિતોષિક અને રાવજી પટેલ એવોર્ડથી તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. હાલ તેઓ અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે. | ||
અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ’ નવલકથાએ ગુજરાતીમાં એક નવું સિમાચિહ્ન તો સ્થાપિત કર્યું જ છે. એટલે જ જયશ્રી વિનુ મરચંટે પુસ્તકના વિવેચન સંદર્ભે લખ્યું છે કે, “આવી નવલકથાઓ આપણી ભાષામાં લખાઈ નથી.” આપણે ત્યાં જૂજ આત્મકથાઓમાં લેખકના છાત્રાલયનાં સંભારણાઓ હોય છે. ક્વચિતે લેખકને ઇચ્છા હોય તો તે વાગોળે અને જ્યાં તેની ચર્ચા થાય છે તે પણ આત્મકથાનો અતિ ગંભીર મુદ્દો બની રહે છે. તેની જગ્યાએ આવાં સંસ્મરણોના મુસદ્દાઓને નવલકથાના ચાકડે ચડાવી, તેમાં હાસ્ય અને વ્યંગને રજૂ કરી એક નવા સ્વરૂપમાં બેસાડી શકાય. | |||
મરાઠીમાં ‘કોશેટો’ નામની નવલકથા એ ભાલચંદ્ર નેમાડેનું આત્મવૃત્તાંત જ છે. પરંતુ તેમણે તેને આત્મવૃત્તાંત ન બનવા દઈ તેને નવલકથાના કબાટમાં ગોઠવ્યું. તે રચનારીતિ અને કથાવસ્તુની દૃષ્ટિએ આજે પણ નૂતન લાગે છે. તાજગી બક્ષી રહી છે. છાત્રાલયનાં સંભારણાઓ વિશે વાત કરવાની હોય ત્યારે પ્રથમ નિબંધ જ યાદ આવે. નિબંધ લેખકની સ્મૃતિઓને સાચવવાની મોકળાશ કરી આપે છે. ઉદાહરણ તરીકે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ચરિત્ર નિબંધ ‘ભોળો મગર’માં કલમની કમાલની કારીગરી દેખાઈ છે. | મરાઠીમાં ‘કોશેટો’ નામની નવલકથા એ ભાલચંદ્ર નેમાડેનું આત્મવૃત્તાંત જ છે. પરંતુ તેમણે તેને આત્મવૃત્તાંત ન બનવા દઈ તેને નવલકથાના કબાટમાં ગોઠવ્યું. તે રચનારીતિ અને કથાવસ્તુની દૃષ્ટિએ આજે પણ નૂતન લાગે છે. તાજગી બક્ષી રહી છે. છાત્રાલયનાં સંભારણાઓ વિશે વાત કરવાની હોય ત્યારે પ્રથમ નિબંધ જ યાદ આવે. નિબંધ લેખકની સ્મૃતિઓને સાચવવાની મોકળાશ કરી આપે છે. ઉદાહરણ તરીકે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ચરિત્ર નિબંધ ‘ભોળો મગર’માં કલમની કમાલની કારીગરી દેખાઈ છે. | ||
હવે જેના ગાડે બેઠાં છીએ તેનાં ગીતો ગાઈએ... એક કવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનારા શ્રી અનિલ ચાવડાની આ પ્રથમ નવલકથા છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર રેન્ડિયર છે જે તેના શીર્ષકને પણ સાર્થક કરી બતાવે છે. લાલ રંગનું મુખપૃષ્ઠ આ કથાના કેટલાક પ્રસંગોના પર્યાયસમું છે. લાલ એ આક્રોશનો રંગ છે, જેનો એક ધ્વનિ પ્રકરણ ત્રણમાં સંભળાય છે, લાલ એ જુસ્સા અને આવેગનો રંગ છે જેની ફળશ્રુતિ નવલકથામાં વારંવાર થતી રહે છે. નાયક માધવ જેને કુલિયા તરીકે ચીડવવામાં આવી રહ્યો છે, તેનું અને ચેતનનું એકબીજાને ઝેરવું એ લાલ રંગ તિરસ્કારનો રંગ હોવાનું પ્રમાણિત કરે છે. પણ આ સૌમાં એક વસ્તુ વિદ્યમાન થાય છે. મુખપૃષ્ઠનો રતાશ રંગ એ પ્રેમનું પ્રતીક છે. રેન્ડિયર્સ એ શાણપણ, પ્રવીણતા, કુશળતા, જ્ઞાન, રચનાત્મકતા અને આવિષ્કારશીલતાનું પ્રતીક છે. આ કથાનો સ્રોત પણ આ તમામ લક્ષણોને લઈ કથાપ્રવાહમાં તરણ કરી રહ્યો છે. | હવે જેના ગાડે બેઠાં છીએ તેનાં ગીતો ગાઈએ... એક કવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનારા શ્રી અનિલ ચાવડાની આ પ્રથમ નવલકથા છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર રેન્ડિયર છે જે તેના શીર્ષકને પણ સાર્થક કરી બતાવે છે. લાલ રંગનું મુખપૃષ્ઠ આ કથાના કેટલાક પ્રસંગોના પર્યાયસમું છે. લાલ એ આક્રોશનો રંગ છે, જેનો એક ધ્વનિ પ્રકરણ ત્રણમાં સંભળાય છે, લાલ એ જુસ્સા અને આવેગનો રંગ છે જેની ફળશ્રુતિ નવલકથામાં વારંવાર થતી રહે છે. નાયક માધવ જેને કુલિયા તરીકે ચીડવવામાં આવી રહ્યો છે, તેનું અને ચેતનનું એકબીજાને ઝેરવું એ લાલ રંગ તિરસ્કારનો રંગ હોવાનું પ્રમાણિત કરે છે. પણ આ સૌમાં એક વસ્તુ વિદ્યમાન થાય છે. મુખપૃષ્ઠનો રતાશ રંગ એ પ્રેમનું પ્રતીક છે. રેન્ડિયર્સ એ શાણપણ, પ્રવીણતા, કુશળતા, જ્ઞાન, રચનાત્મકતા અને આવિષ્કારશીલતાનું પ્રતીક છે. આ કથાનો સ્રોત પણ આ તમામ લક્ષણોને લઈ કથાપ્રવાહમાં તરણ કરી રહ્યો છે. | ||