પૂર્વાલાપ/૭૮. છેલ્લું આલિંગન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 15:30, 3 December 2023


૭૮. છેલ્લું આલિંગન


[રાગ જૌનપુરી ટોડી : તાલ ગઝલ]

ભેટી લે પ્રાણ મારા!
સ્વર્ગોમાં ફરી તો છે ભેટવું!
પ્રીતિને ના પરહરો : તાવો!
પ્રભુને ઉછંગે, પ્યારા! લેટવું!

ભવમાં તવ આ મૈત્રી
હંમેશાં ગવાશે, જનો નહિ ભૂલે!

મરજીવા બનને,
સંસારે તો, પ્રિય! તરો, તારો!
પ્રિયોને પ્રભુ પંથે છે જવું!