પૂર્વાલાપ/૫૫. વ્હાલાંને આરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 14:20, 3 December 2023


૫૫. વ્હાલાંને આરામ


[અંજનીગીત]

માગું હો વ્હાલાંને આરામ!
યાચું હો વ્હાલાંને આરામ!
પ્રાર્થું હો બક્ષાવા, સ્વામી!
વ્હાલાંને આરામ!

વ્હાલાં, જે લાધેલાં માગી :
વ્હાલાં, જે સાધેલાં જાગી :
પ્રાર્થું તે રક્ષાવા, સ્વામી!
બક્ષાવા આરામ!