ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/પોટકું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રઘુવીર ચૌધરી}}
[[File:Raghuvir Chaudhary.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|પોટકું | રઘુવીર ચૌધરી}}
{{Heading|પોટકું | રઘુવીર ચૌધરી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/Potku-Rchaudhari-Dipti.mp3
}}
<br>
પોટકું • રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશનના ચોગાનનાં ખાબોચિયાં એકાએક અંધ બની ગયાં. એક નવી બસે પ્રવેશ કર્યો અને કન્ડક્ટરે નીચે ઊતરીને સીટી વગાડી. ડ્રાઇવરને રિવર્સ ગતિમાં મદદ કરવા માંડી. બસનાં વ્હિલ પાણીવાળા ભાગમાં રહે એ ડ્રાઇવરને ગમતું ન હતું અને બસના બારણા નીચે ખાબોચિયું આવે તો પૅસેન્જરોને ચઢતાં-ઊતરતાં કેવી રીતે ફાવે એ કન્ડક્ટરની મૂંઝવણ હતી. બસને બે વાર પાછી પાડીને આગળ લીધી તે પછીયે પાછલાં વ્હિલ તો કાદવવાળા પાણીમાં જ રહ્યાં. કન્ડક્ટર કન્ટ્રોલરની કૅબિન ભણી ઊપડ્યો. એક ડોશીએ કંઈક પૂછવા ધાર્યું હોય એમ બે ડગલાં ચાલીને એ એની સામે ગયાં. ‘આ તો એક્સપ્રેસ બસ છે.’ એમ કહીને કન્ડક્ટર ડોશીનો પ્રશ્ન સાંભળ્યા વિના જ આગળ વધી ગયો. ડોશી ચાલવાનું ભૂલી ગયાં.

Line 62: Line 82:
ડોશી ઊભાં હતાં. સડકની બેઉ દિશામાં વારાફરતી જોતાં હતાં. એમ જોતાં થાકી જતાં ત્યારે વડ ભણી જોતાં હતાં, કોઈક વાર તળાવ ભણી. એક વાર ડોક ઊંચી કરીને ઉપર આકાશ ભણી જોવા ગયાં. એમ કરવા જતાં એ પડતાં બચ્યાં. પછી બેસી ગયાં અને પોટકાની ન છૂટતી ગાંઠ છોડવા મથવા લાગ્યાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/ચર્ચબેલ|ચર્ચબેલ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/જગા ધૂળાનો જમાનો|જગા ધૂળાનો જમાનો]]
}}