પ્રથમ સ્નાન/રાત્રે શયનખંડમાં: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big><big>રાત્રે શયનખંડમાં</big></big></center> {{Rule|8em}} {{Block center|<poem> ‘આવ’ પાત્ર સ્પર્શનું ગ્રહી હું ભીખ માંગતો હતો ‘આવને જરા!’ જરાક (હાથની) હથેળી હાથમાં લઉં. તળાવમાં સરિતમાં પૂરની જેમ હું ફરી વળું. પ...") |
(No difference)
|
Revision as of 01:38, 28 August 2023
<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />
‘આવ’
પાત્ર સ્પર્શનું ગ્રહી હું ભીખ માંગતો હતો
‘આવને જરા!’
જરાક (હાથની) હથેળી હાથમાં લઉં.
તળાવમાં સરિતમાં પૂરની જેમ હું ફરી વળું.
પછી જપાનનો બુલંદ ધરતીકંપ આવશે ધસી.
નવાઈ! કાગદી મકાન તોય તૂટશે નહીં.
તૂટી જશે પછી તમામ ‘આવ’ કેરી યાચનાનું છલ.
હલ્બલી પછીથી ઉઠશે સમગ્ર રક્તરંગી
પ્લાઝમાનું જલ.
કટાઈ ગૈ હતી તમામ કાતરો છતાંય હું જ
કાપતો ન’તો,
વધી ગયેલ તે બધાંય સ્વચ્છ શ્વેત ખૂલશે નખો.
મધપૂડા પરે સહુ કરોળિયા ફરી જશે.
જાંઘ, છાતી, ચહેરે, સ્વતંત્ર ત્રાડ કૂદતી હશે.
સર્પકોટરો થકી યયાતિ બ્હાર આવશે
તોય… એ બધું પછી…
જરાક, સ્હેજ, હાથની હથેળી હાથમાં લઉં.
આવને જરા!
ટેમ્સના ધીરા, ગભીર વારિને હલાવવું.
તરી જવું હું જાણતો હતો.
‘આવ, આવ, આવ, આવ’
પાત્ર સ્પર્શનું ગ્રહી હું સ્પર્શના જ પાત્રકેરી
ભીખ માંગતો હતો
અનિદ્રા
સસ્તન ચન્દ્ર આકાશમાં નીચે ઊતરે છે
દિલ્હીગેટ પાસેનો મકાઈવાળો સગડી તરફ નજર કરે
ત્યાં તો પસાર થઈ જાય
કેટલાંય સ્કુટરો, ટ્રેકટરો, મ્યુનિસિપલ બસો
સ્લીપીંગ પીલ્સના ભાવ આસમાન પર નાચે છે
ને
સસ્તન ચન્દ્ર આસમાનથી નીચે ઊતરે છે
નણદલનો વીરો સલૂનમાંથી મૂછ કપાવીને આવી ગયો હશે.
ખિસ્સાકાતરુ પાસે ખિસ્સું કપાવડાવી, એક દિવસ હું ચાલ્યો ગયો’તો.
ખીજડિયે ટેકરેથી હેડંબા ઊતરી, પ્હોળા મેદાનમાં ચારો ચરી
કાંઈ નહીં;
‘ભૂર્ભુવ: સ્વ:’માં સિગારેટનાં ઠૂંઠા વીણતો વીણતો ફર્યા કરીશ.
વિચારોના નગરની ઊંચીનીચી કોલોનીઓની ચોપાસ
ચીટકી બેસે તીડોનાં ટોળાં
કેતકરે મને ‘પ્લીઝ’ કહીને મારી નાખી.
૧-૧-૬૮