મનીષા જોષીની કવિતા: Difference between revisions
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
* [[મનીષા જોષીની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | * [[મનીષા જોષીની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | ||
== ૧. સામ્રાજ્ય == | |||
<poem> | |||
મને ઝરુખામાં બેસાડો. | |||
મને વીંઝણો નાંખો | |||
મને અત્તરના હોજમાં નવડાવો. | |||
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો. | |||
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા. | |||
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા. | |||
મારો સ્વયંવર રચાવો. | |||
જાવ, કોઈ વિદૂષકને બોલાવો | |||
મને હસાવો. | |||
ક્યાં ગઈ આ બધી દાસીઓ? | |||
કેમ, કોઈ સાંભળતું નથી? | |||
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું. | |||
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે. | |||
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી? | |||
એક રાજવી તરીકેના મારા અભિમાનનું | |||
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ. | |||
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે. | |||
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે. | |||
પણ એ પહેલાં, | |||
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો | |||
જે મેં ક્યારેય પૂરા જોયા નથી, | |||
એ જોઈ લેવા છે. અને | |||
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા | |||
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે | |||
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે. | |||
</Poem> | |||
== ૨. ગોઝારી વાવ == | |||
<poem> | |||
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી. | |||
પણ મરી ગયો છે એ મારા માટે. | |||
અને એટલે જ હું રોજ એના નવા નવા | |||
મૃત્યુની કલ્પના કરું છું. | |||
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે. | |||
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું. | |||
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે. | |||
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં | |||
મુસાફરી કરતી હોઉં છું. | |||
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું | |||
અને એના ગળામાં ફાંસો હોય છે. | |||
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું | |||
અને એનું આખું શરીર સળગતું હોય છે. | |||
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે | |||
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું. | |||
રોજ રાત્રે યમરાજ આવે છે. | |||
પેલા કાળમુખા પાડા પર બેસીને. | |||
કરગરે છે, એને લઈ જવા માટે. | |||
પણ હું એને રજા નથી આપતી. | |||
</poem> | |||
Revision as of 05:39, 27 December 2022
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
મનીષા જોષીની કવિતા
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
સંપાદક: પન્ના ત્રિવેદી
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
૧. સામ્રાજ્ય
મને ઝરુખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.
૨. ગોઝારી વાવ
હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.