આત્માની માતૃભાષા/24: Difference between revisions

m
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રશિષ્ટ સંસ્કાર| દક્ષા વ્યાસ}} <poem> ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘ...")
 
(4 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:

{{Heading|પ્રશિષ્ટ સંસ્કાર| દક્ષા વ્યાસ}}

<center>'''પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા'''</center>
<poem>
<poem>
ઊઠી વ્હેલા પ્રભાતે ઝટ ઘર-વખરી ગોઠવે વાળીઝાડી,

Line 10: Line 12:
જાતી વાવે, ભરીને ચઢતી પગથિયાં શી પનિહારી, જાણે

આવે છલકાતી હેલે શિર રવિઘડૂલી લૈ ઉષા વ્યોમપુત્રી.

આજે અંગાંગ વ્યાપી હૃદય ભરી દઈ યૌવનાનંદ રેલ્યો.

ને આવી લગ્નવેળા, નવ ગૃહશણગારે સગાં કે સંબંધી,

Line 16: Line 19:
ને આ નિર્ભાગણીને નહિ મહિયરમાં માડીનો માડીજાયો.

મોંઘેરી ઊગરેલી દીકરી અટૂલી આ અશ્રુસીંચેલ વેલી.

વાળી કચ્છો ચઢીને ઊંચી નિસરણીએ, ગારથી ભીંત લીંપે,

લીંપે ને ગાય ગીતો મન ભરી ભરીને ગુપ્ત ઉલ્લાસપ્રેર્યાં.

Line 23: Line 27:
ગૂંથંતી આમ્રપર્ણો, રુચિર હરિયાળાં રચ્યાં તોરણોયે.

હાવાં પ્રીતે પધારે વર લઈ અસવારી, ભલા, એ જ ખોટી.

{{Right|મુંબઈ, જુલાઈ ૧૯૩૮}}
{{Right|મુંબઈ, જુલાઈ ૧૯૩૮}}<br>
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ એવું પ્રલંબ શીર્ષક, દ્રગ્ધરા છંદ અને ગૃહજીવનની માધુરી સાથે જોડાયેલો વિષય બોટાદકરનું સદ્ય સ્મરણ કરાવે છે અને પ્રશિષ્ટ પરંપરા સાથે ભાવકને જોડે છે. વસંતતિલકા અને અનુષ્ટુપમાં અંકિત બોટાદકરનું ‘લગ્નોદ્યતા’ આ પ્રકારની કવિતામાં અનન્ય કહી શકાય તેવું કાવ્ય છે. એમાં છંદની પ્રવાહિતા, પ્રાસાદિકતા તથા લગ્નતત્પર કુમારીના હૃદયભાવને મળતી રોચક વાચા દિલ જીતી લે છે.

Line 35: Line 39:
અહીં રુચિર, સુજ્વલંત, ગુપ્ત જેવા શબ્દો કંઈક અડવા લાગવાના. ‘માડીનો માડીજાયો', ‘આસોપાલવમાં આમ્રવર્ણની ગૂંથણી’ જેવા પ્રયોગો પણ સહજ લાગતા નથી. દ્રગ્ધરાના સહજ વહેણમાં ‘ભીંજાવી', ‘છલકાતી’ જેવી જગાઓ ખટકે છે. ‘મેંડા શિંગાળી ગૌઆ', ‘ધાવેલા વાછડાને', ‘આવે છલકાતી હેલે', ‘ને આવી લગ્નવેળા'—માં ગાગાગાગા લગાગાનો સહજ સંધિસંવાદ સધાતો નથી. તથાપિ કૃતિનો પ્રથમ ખંડ કવિકલ્પનાની દીપ્તિથી અને જીવંત ગતિચિત્રથી આકર્ષી રહે છે. એક કોડવતી કન્યાના ઔત્સુક્યની, એના અંતરના ઉમળકાની સાક્ષાત્કૃતિ અહીં અનાયાસ થાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 23
|next = 25
}}