સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/બાળાપણની પ્રીત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાળાપણની પ્રીત|}} <poem> વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત, પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. </poem> {{Poem2Open}} માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટવડિયે ઊ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 24: Line 24:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,  
<ref>બીજો પાઠ :
જંતર વાયું જે, આંગણિયે આવીને,
કાળજ કરવતીએ, વાઢી ગિ ગિયો વિ વિજાણંદો.
ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,
હૈયામાં હલકેહ, વિ વિજાણંદનાં તૂંબડાં.</ref>જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,  
સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.
સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[ભાંચળિયા શાખના એ વિજાણંદ ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું. જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં એણે અમારી નૌકાના સઢ છેદી નાખ્યા!]
['''ભાંચળિયા શાખના એ વિજાણંદ ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું. જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં એણે અમારી નૌકાના સઢ છેદી નાખ્યા!]'''
વેદા ગઢવીને મોહ લગાડીને વિજાણંદ ચાલી નીકળ્યો. પણ પછી તો વારેવારે એને નોતરાં મળવા લાગ્યાં. જંતર લઈને વારંવાર વિજાણંદ ગોરવિયાળી આવ-જા કરવા લાગ્યો : એવી કંઈ કંઈ ભાંગતી રાતોમાં ભીંતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચિરાતા ગયા. અને —  
વેદા ગઢવીને મોહ લગાડીને વિજાણંદ ચાલી નીકળ્યો. પણ પછી તો વારેવારે એને નોતરાં મળવા લાગ્યાં. જંતર લઈને વારંવાર વિજાણંદ ગોરવિયાળી આવ-જા કરવા લાગ્યો : એવી કંઈ કંઈ ભાંગતી રાતોમાં ભીંતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચિરાતા ગયા. અને —  
ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,  
ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,  
Line 63: Line 67:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે હરણ, તું ડાબી બાજુ ઊતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી શીંગડીઓ સોને મઢાવીશ.]
'''[હે હરણ, તું ડાબી બાજુ ઊતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી શીંગડીઓ સોને મઢાવીશ.]'''
નેસડે નેસડે જઈને વિજાણંદ ગળતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભરદાયરામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે. પણ નવચંદરી ભેંસોનું નામ પડતાં નેસવાસીઓ લાચાર બની જાય છે. ચાર ચાર પગ ધોયેલા : પૂંછડાને છેડે ધોળા વાળ : અક્કેક આંચળ ધોળો : લલાટમાં ધોળું ટીલું : મોં ધોળું : અક્કેક આંખ ધોળી : એવાં નવ નવ શ્વેતરંગી ચંદ્ર-ચિહ્નોવાળી ભેંસો તે નવચંદરી કહેવાય. એવી ભેંસો ક્યાંઈક મળે છે, ને ક્યાંઈક નથી મળતી. નવમાંથી એક પણ ઓછું ચાંદું તો ચાલે તેમ નથી.

વિજાણંદની ગણતરી ખોટી પડી. પાંચ-પાંચની ધારણા હતી ત્યાંથી એક-એક પણ માંડ માંડ નીકળી. મળી તેમ તેમ હાંકીને વિજાણંદ ભમવા લાગ્યો. આઘે આઘે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવુંપીવું, બધું જ વિજાણંદ વીસરી ગયો છે. દિવસ ને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે, અને ‘નવચંદરી ભેંસો’ એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદરીના સમાચાર મળે ત્યાં ત્યાં રઝળે છે. દિવસ પછી દિવસ અને પછી તો પહોર પહોરની ગણતરી કરે છે. એમ કરતાં એક વરસમાં થોડા જ દિવસ ઓછા રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી.

Line 73: Line 77:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંત:કરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારોરૂપી રોઝડાં મારા જીવન-ખેતરને રંજાડે છે. (મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે.)]
'''[હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંત:કરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારોરૂપી રોઝડાં મારા જીવન-ખેતરને રંજાડે છે. (મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે.)]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 80: Line 84:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રઝળાવી. માટે હે હૃદય, ચાલો હિમાલયે ગળવા.]
'''[જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રઝળાવી. માટે હે હૃદય, ચાલો હિમાલયે ગળવા.]'''
વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો.
વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 97: Line 101:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[ઓ બહેન ઓઝત, તું ઊંચી ટીંબી ટેકરીઓ ચડનારી છે. તું વિજાણંદને ક્યાંઈક આઘે આઘે જોઈ શકતી હોઈશ. ભલી થઈને એક વાર ઉછાળો મારી, એનો પંથ રોકી, તું એને ઝટ પાછો વાળજે.]
'''[ઓ બહેન ઓઝત, તું ઊંચી ટીંબી ટેકરીઓ ચડનારી છે. તું વિજાણંદને ક્યાંઈક આઘે આઘે જોઈ શકતી હોઈશ. ભલી થઈને એક વાર ઉછાળો મારી, એનો પંથ રોકી, તું એને ઝટ પાછો વાળજે.]'''
દિવસ આથમ્યો, આશા ઓઝત કાંઠે મૂકીને શેણી બેડું ભરી ઘેર ગઈ. જઈને જુએ છે તો વેદો ચારણ હરખઘેલો થઈને બેઠો છે.
દિવસ આથમ્યો, આશા ઓઝત કાંઠે મૂકીને શેણી બેડું ભરી ઘેર ગઈ. જઈને જુએ છે તો વેદો ચારણ હરખઘેલો થઈને બેઠો છે.
“બાપ શેણી!” વેદો બોલ્યો : “હવે અટાણે લાપસીનાં આંધણ મેલજે, હો ગીગી! ઈ કાળમુખો નસેં પોગ્યો ને આપણે ઊગર ગાં! અ ર ર ર! મોળી હંસલી જીમી ગીગી ઈ કાગડાને હાથ જાત, મોળો મૉત બગડત! મૂક્ય, બેટા, ઝટ લાપસીનાં આંધણ મૂક્ય.”

Line 123: Line 127:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો?]
'''[અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો?]'''

“અરે બાઈ! વિજાણંદ જેવા મેલાઘેલા પર તું શું મોહી છે? બીજા ક્યાં નથી?”
“અરે બાઈ! વિજાણંદ જેવા મેલાઘેલા પર તું શું મોહી છે? બીજા ક્યાં નથી?”
Line 133: Line 137:
મર મેલડીઓ હોય, (તોય) વર વહાલો વિજાણંદો!
મર મેલડીઓ હોય, (તોય) વર વહાલો વિજાણંદો!
</poem>  
</poem>  
 
{{Poem2Open}}
[ધોબીનાં ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી — ]
'''[ધોબીનાં ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી — ]'''
{{Poem2Close}}
<poem>
છાણાંનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ,  
છાણાંનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ,  
મેયુંના મથેલ, વાલાં ઘી વિજાણંદનાં.
મેયુંના મથેલ, વાલાં ઘી વિજાણંદનાં.
[હે મારાં સલાહકાર માનવીઓ, બકરાંનાં ચાટેલાં એવાં બગડેલ ઘી મારાથી નહિ ખાઈ શકાય. મને તો વહાલાં છે વિજાણંદે ભેંસોનાં મહીમંથન કરીને ઉતારેલ શુદ્ધ ઘી. (વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચારણોનો મલિન સ્નેહ મારે ન જોઈએ.)]
</poem>
{{Poem2Open}}
'''[હે મારાં સલાહકાર માનવીઓ, બકરાંનાં ચાટેલાં એવાં બગડેલ ઘી મારાથી નહિ ખાઈ શકાય. મને તો વહાલાં છે વિજાણંદે ભેંસોનાં મહીમંથન કરીને ઉતારેલ શુદ્ધ ઘી. (વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચારણોનો મલિન સ્નેહ મારે ન જોઈએ.)]'''
ડમણીમાં બેસીને અઢાર વરસની શેણી ચાલી નીકળી. માર્ગે અલકમલકની સીમો વીંધતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે :
ડમણીમાં બેસીને અઢાર વરસની શેણી ચાલી નીકળી. માર્ગે અલકમલકની સીમો વીંધતી જાય છે અને વિયોગે વલવલતી જાય છે :
{{Poem2Close}}
<poem>
મારગકાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ,  
મારગકાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ,  
ગોતું દેશવિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના.
ગોતું દેશવિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના.
[રસ્તાને કાંઠે હું મઢૂલી બાંધીને જોગણનો વેશ લઈ બેસીશ. દેશોદેશ હું વિજાણંદની શોધ કરીશ. અરે, મને વિજાણંદનો પત્તો આપો!]
</poem>
{{Poem2Open}}
'''[રસ્તાને કાંઠે હું મઢૂલી બાંધીને જોગણનો વેશ લઈ બેસીશ. દેશોદેશ હું વિજાણંદની શોધ કરીશ. અરે, મને વિજાણંદનો પત્તો આપો!]'''
માર્ગે ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારે નીસરીને શેણી સાદ પાડતી જાય છે કે ઓ ભાઈઓ!
માર્ગે ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારે નીસરીને શેણી સાદ પાડતી જાય છે કે ઓ ભાઈઓ!
{{Poem2Close}}
<poem>
(કોઈ) જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,  
(કોઈ) જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,  
(હું) સગડે પાંડું સાદ, (મને) વાવડ દ્યો વિજાણંદના.
(હું) સગડે પાંડું સાદ, (મને) વાવડ દ્યો વિજાણંદના.
</poem>
{{Poem2Open}}
“હા, હા, બાઈ, થોડા દી પહેલા જ એવો એક જુવાન આંહીં નીકળેલો; નવચંદરી ભેંસોના વાવડ પૂછતો હતો.” એમ માણસો પત્તો દેવા લાગ્યા.
“હા, હા, બાઈ, થોડા દી પહેલા જ એવો એક જુવાન આંહીં નીકળેલો; નવચંદરી ભેંસોના વાવડ પૂછતો હતો.” એમ માણસો પત્તો દેવા લાગ્યા.
“દેખાવ કેવો હતો?”
“દેખાવ કેવો હતો?”
જવાબ મળે છે —  
જવાબ મળે છે —  
{{Poem2Close}}
<poem>
લાલ સુરંગી ધોતિયે, કેસરભીને વાન,  
લાલ સુરંગી ધોતિયે, કેસરભીને વાન,  
હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન.
હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન.
[માથા પર લાલ ફેંટો હતો. સહેજ શ્યામ રંગ હતો. હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો.]
</poem>
{{Poem2Open}}
'''[માથા પર લાલ ફેંટો હતો. સહેજ શ્યામ રંગ હતો. હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો.]'''
“કઈ દશ્યે ઊતર્યો?”
“કઈ દશ્યે ઊતર્યો?”
“નવચંદરીની ભાળ લેતો આમ ઉપલા મલકમાં ચાલ્યો ગયો લાગે છે, બાઈ!”
“નવચંદરીની ભાળ લેતો આમ ઉપલા મલકમાં ચાલ્યો ગયો લાગે છે, બાઈ!”
સાંભળીને ત્યાંથી શેણી પગપાળી દોડવા લાગે છે. ઓ જાય! ઓ ચાલ્યો જાય! એમ માણસો એંધાણી દેતાં જાય તેમ તેમ તો જલદી એને ઝાલી લેવા માટે વેગથી આગળ વધવા દોડે છે, પણ એનાથી કેટલુંક દોડાય? વટેમાર્ગુના દેખતાં શી રીતે દોડાય?

ચાલું તો ચૂંકું નીકળે, ધોડ્યે લાજી મરું,  
ચાલું તો ચૂંકું નીકળે, ધોડ્યે લાજી મરું,  
વિજાણંદ વાગડ ઊતર્યો, ઊભી પોત્યું કરું.
વિજાણંદ વાગડ ઊતર્યો, ઊભી પોત્યું કરું.
[હું ચાલું છું તો મોડું થવાથી પેટમાં શૂળ નીકળે છે. દોડતાં તો હું લજ્જા પામું છું. અને વિજાણંદ તો છેક વાગડમાં દીસે છે. લાકડી ઉપર મારી ધાબળી ચડાવીને હું વનરાઈમાં ફરકાવતી જાઉં છું (પોત્યું કરું છું), જાણે ક્યાંક દૂર ચાલ્યો જતો વિજાણંદ મારી એ નિશાની દેખીને ઊભો રહેશે.]
</poem>
{{Poem2Open}}
'''[હું ચાલું છું તો મોડું થવાથી પેટમાં શૂળ નીકળે છે. દોડતાં તો હું લજ્જા પામું છું. અને વિજાણંદ તો છેક વાગડમાં દીસે છે. લાકડી ઉપર મારી ધાબળી ચડાવીને હું વનરાઈમાં ફરકાવતી જાઉં છું (પોત્યું કરું છું), જાણે ક્યાંક દૂર ચાલ્યો જતો વિજાણંદ મારી એ નિશાની દેખીને ઊભો રહેશે.]'''
એમ અરધી ઘેલી બનીને પંથ કાપતી કાપતી સતી શેણી હિમાલયનાં ચરણોમાં પહોંચી, આશા છોડીને ઉપર ચડવા લાગી. તીર્થતીર્થ કરતી કરતી ઊંચાં શિખરોમાં દાખલ થઈ. ઋષિમુનિઓની ધૂણીઓ આઠે પહોર ધખી રહી છે; આલેક આલેક! અને ૐકારના અઘોર નાદ શિખરે શિખરથી પડછંદા બોલાવે છે : અપ્સરાઓ સ્નાનક્રીડા કરવા આવતી હોય તેવાં સરોવરો હિલોળા ખાઈ રહ્યાં છે : મઢીએ મઢીએ ભગવાંધારી ને કાં ભભૂતધારી તપસ્વીઓનાં પહોળાં ગળાં હોકારા દઈ રહ્યાં છે. એવા જાગતાજીવતા હિમાલયની લીલી, રાતી, પીળી ને ગુલાબી એવી અઢાર ભાર વનસ્પતિમાં થઈને વાઘ-વરૂની ત્રાડો સાંભળતી શેણી થાક્યા વિના ચાલી જ ગઈ. મઢીઓ મેલી; માનવી મેલ્યાં; વનસ્પતિ મેલી ને વાઘ-વરૂ મેલ્યાં; અને ક્યાં આવી?

જ્યાં ચારેય દિશાએ બરફના ડુંગરા છે : જ્યાં ઉપરથીયે બરફ વરસે છે : નીચેનાં નીર પણ જ્યાં ઠરીને હિમ થઈ ગયાં છે : સૂરજનો તાપ જ્યાં ડોકિયુંયે કરતો નથી : એવી અઘોર એકાંતમાં અઢાર વરસની કંકુવરણી ચારણ્યનાં પગલાં પડ્યાં. ત્યાં શેણી હેમાળો ગળવા બેઠી.

Line 163: Line 187:
જવાબમાં જાણે હિમાલય સામા હોકારા દેવા લાગ્યો : “બેટા, તું બાળકુંવારી કહેવાય. એકલું આંહીં કોઈ ઓગળી શકે નહિ, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે! જા બાપ, પરણીને પછી બેલડીએ ગળવા આવજે.”
જવાબમાં જાણે હિમાલય સામા હોકારા દેવા લાગ્યો : “બેટા, તું બાળકુંવારી કહેવાય. એકલું આંહીં કોઈ ઓગળી શકે નહિ, અને તારા અંતરમાં બીજું માનવી બેઠું છે! જા બાપ, પરણીને પછી બેલડીએ ગળવા આવજે.”
“હવે તો પાછી ફરી રહી! પાછી જઈને ક્યાં ગોતું? પંથભૂલ્યો એ જંતરવાળો હવે મને ક્યાં ભેટે? હે બાપ! રામચંદ્રજીએ જાનકીજીની પૂતળી કરીને જગન-ટાણે પડખે બેસાડેલી : તો હુંય મારા સંકલ્પના સ્વામીનું પૂતળું કરીને આંહીં જ પરણી લઉં છું.”

હેમાળે શેણીનાં હાડ, ગળિયાં નવ ગાળ્યે,  
હેમાળે શેણીનાં હાડ, ગળિયાં નવ ગાળ્યે,  
(પછી) કાસનાં પૂતળ કરે, પરાણે પરણી ઊતર્યાં.
(પછી) કાસનાં પૂતળ કરે, પરાણે પરણી ઊતર્યાં.
</poem>
{{Poem2Open}}
‘કાસ’ અર્થાત્ દર્ભનું પૂતળું કરીને શેણીએ એમાં વહાલા વિજાણંદનો સંકલ્પ મૂક્યો. પૂતળાને પોતાની ગોદમાં બેસાડીને અગ્નિના કુંડ સરીખા એ શિખરને ચાર આંટા દીધા અને પછી પૂતળાને ખોળામાં લઈ શેણી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું. પગમાંથી લોહી શોષાય છે. ઘડી પહેલાં જે પગમાંથી કંકુવરણી કાંતિ ફૂટતી હતી, તે પગ શ્યામ પડી ગયા, પગમાંથી પ્રાણ જાતા રહ્યા. જોતજોતામાં તો ગોઠણ સુધીનાં હાડકાં પણ ગળીને પાણી થઈ ગયાં. ત્યાં તો ડુંગરનાં છેટાં છેટાં શિખરોમાંથી ‘શેણી! શેણી! શેણી!’ એવા શબ્દો સંભળાણા.

‘અરે, આ મારા નામના સાદ કોણ દ્યે છે?’
‘અરે, આ મારા નામના સાદ કોણ દ્યે છે?’
Line 178: Line 206:
“શેણી! ઓ શેણી! શું થયું?”
“શેણી! ઓ શેણી! શું થયું?”
ઉપરથી પડછાયો બોલે છે :
ઉપરથી પડછાયો બોલે છે :
{{Poem2Close}}
<poem>
હાડાં હેમાળે, ગળિયાં જે ગૂડા લગે,  
હાડાં હેમાળે, ગળિયાં જે ગૂડા લગે,  
વિજાણંદ વળે, ઘણમૂલા જાને ઘરે.
વિજાણંદ વળે, ઘણમૂલા જાને ઘરે.
[હે મહામૂલા વિજાણંદ, મારાં હાડકાં ગોઠણગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયાં. માટે હવે તો, હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.]
</poem>
{{Poem2Open}}
'''[હે મહામૂલા વિજાણંદ, મારાં હાડકાં ગોઠણગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયાં. માટે હવે તો, હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.]'''
“પગ ઓગળી ગયા? ફિકર નહિ! — ”
“પગ ઓગળી ગયા? ફિકર નહિ! — ”
{{Poem2Close}}
<poem>
વળવળ વેદાની, (તું) પાંગળી હોય તોય પાળશું,  
વળવળ વેદાની, (તું) પાંગળી હોય તોય પાળશું,  
કાંધે કાવડ કરી, (તને) જાત્રા બધી જુવારશું.
કાંધે કાવડ કરી, (તને) જાત્રા બધી જુવારશું.
[ઊભી થા, પાછી વળ, ઓ વેદાની પુત્રી, તું લૂલી થઈ ગઈ હોઈશ તોપણ હું તને કાવડમાં બેસારી, મારી કાંધ પર ઉપાડી, અડસઠે તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ, ઓ પ્રાણાધાર, પાછી વળ!”]
</poem>
{{Poem2Open}}
'''[ઊભી થા, પાછી વળ, ઓ વેદાની પુત્રી, તું લૂલી થઈ ગઈ હોઈશ તોપણ હું તને કાવડમાં બેસારી, મારી કાંધ પર ઉપાડી, અડસઠે તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ, ઓ પ્રાણાધાર, પાછી વળ!”]'''
“ના, વિજાણંદ! હવે પાછી નહિ વળું —  
“ના, વિજાણંદ! હવે પાછી નહિ વળું —  
{{Poem2Close}}
<poem>
વળું તો રહું વાંઝણી, મૂવા ન પામું આગ,  
વળું તો રહું વાંઝણી, મૂવા ન પામું આગ,  
આલુકો અવતાર, વણસાડ્યો વિજાણંદા!
આલુકો અવતાર, વણસાડ્યો વિજાણંદા!
[હવે જો હું પાછી વળું, તો મારે તારી સાથે શરીરસંબંધ ન થઈ શકે, ને પુત્ર વિના મને મરતી વેળા કોણ અગ્નિ મૂકે? એટલે આવતો જન્મ પણ બગડે, માટે હવે આ એક જ જન્મ વણસ્યો તેટલું બસ છે.]
</poem>
{{Poem2Open}}
'''[હવે જો હું પાછી વળું, તો મારે તારી સાથે શરીરસંબંધ ન થઈ શકે, ને પુત્ર વિના મને મરતી વેળા કોણ અગ્નિ મૂકે? એટલે આવતો જન્મ પણ બગડે, માટે હવે આ એક જ જન્મ વણસ્યો તેટલું બસ છે.]'''
{{Poem2Close}}
<poem>
“પાછી વળ! પાછી વળ!” એવા પોકાર ઊઠ્યા.
“પાછી વળ! પાછી વળ!” એવા પોકાર ઊઠ્યા.
“હવે હું તારા કામની નથી રહી, વિજાણંદ! કેમ કે હવે તો —  
“હવે હું તારા કામની નથી રહી, વિજાણંદ! કેમ કે હવે તો —  
ગળિયું અરધું ગાત્ર, અરધામાં અરધું રિયું,  
ગળિયું અરધું ગાત્ર, અરધામાં અરધું રિયું,  
હવે મસળતા હાથ, વિજાણંદ, પાછા વળો!”
હવે મસળતા હાથ, વિજાણંદ, પાછા વળો!”
[હે વિજાણંદ, હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા.]
</poem>
{{Poem2Open}}
'''[હે વિજાણંદ, હવે તો મારું પોણા ભાગનું શરીર ગળી ગયું છે. હવે તું ફોગટ મહેનત કર્યા વિના પાછો વળી જા.]'''
ફરી વાર એ ધુમ્મસઘેરી ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો : “પણ ચારણ! છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતાં મરતાં એક વાર તારું જંતર સાંભળવું છે.
ફરી વાર એ ધુમ્મસઘેરી ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો : “પણ ચારણ! છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતાં મરતાં એક વાર તારું જંતર સાંભળવું છે.
{{Poem2Close}}
<poem>
વિજાણંદ, જંતર વગાડ, હેમાળો હલકું દિયે,  
વિજાણંદ, જંતર વગાડ, હેમાળો હલકું દિયે,  
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.
</poem>
{{Poem2Open}}
“એક વાર બજાવી લે.”
“એક વાર બજાવી લે.”
ખંભેથી બીન ઉતારીને ચારણે ટેરવાં ફેરવ્યાં. ઝાંખે અજવાળે વાજિંત્રના સૂર રડવા લાગ્યા. અંધારું કંપી ઊઠ્યું. હિમાલય પહાડ હોંકારા દેવા લાગ્યો. દૂર દૂર નીચાણે સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો થંભી ગયા, અને માછલીઓ એ ગીત સાંભળવા ટોળે મળીને પાણી ઉપર પોતાના ચળકતાં મોં રાખી ઊભી રહી.

વાજિંત્ર વાગે છે : અને ગીતને તાલે તાલે બરફમાંથી ‘રામ! રામ! રામ! રામ!’ એવા જાપ બોલાય છે. જાપ જપાતા રહ્યા ને જંતર બજતું રહ્યું. એક તરફથી રામનામના અવાજ ધીરા પડવા લાગ્યા. બીજી તરફથી જંતરના તાર વધુ ને વધુ જોરથી ઝણેણાટી દેવા લાગ્યા. આખરે રામનામના ઉચ્ચાર અટકી ગયા ને ભેખડ ઉપરથી એક ધડાકો થયો. બેભાન જંત્રીના હાથમાંથી જંતર નીચે પછડાયું.

જંતર ભાંગ્યું જડ પડી, ત્રૂટ્યો મોભી ત્રાગ,  
જંતર ભાંગ્યું જડ પડી, ત્રૂટ્યો મોભી ત્રાગ,  
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.
[વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદા ચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા; એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો.]
</poem>
{{Poem2Open}}
'''[વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદા ચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા; એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો.]'''
અને —  
અને —  
{{Poem2Close}}
<poem>
ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જીં,  
ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જીં,  
શેણી જેવો સંગાથ, મેલીને વિજાણંદ વળ્યો.
શેણી જેવો સંગાથ, મેલીને વિજાણંદ વળ્યો.
[શેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો. અને જીવતર ટક્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો.]
</poem>
'''[શેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો. અને જીવતર ટક્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો.]'''
<center>*</center>
[કેટલાક ચારણો એમ કહે છે કે શેણીને વિજાણંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે, શેણી તો જોગમાયાનો અવતાર હતી અને એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થાથી જ કહી રાખેલું કે ‘મારો સંબંધ કરશો જ નહિ’ તેથી પોતે વિજાણંદથી બચવા માટે જ હિમાલય નાસી ગયેલી.

મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે, તે આ પ્રાચીન દુહાઓ પરથી. ન પરણવાનો નિશ્ચય હોવા છતાં પણ શેણીને વિજાણંદ પર વહાલ ઊપજ્યું, એ તો ઊલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. અને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઊલટું વધુ ઉજ્જ્વળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ.

ભાંચળિયા ચારણોને આજે પણ ભરવાડોના વિવાહ વખતે કોરી (પાવલી) મળે છે. તેઓ ભરવાડને જ માગે છે. લોકકથા એવી છે કે હિમાલયમાં વિજાણંદ પોતાની જોડે મરવા ન બેસી શક્યો તેથી શેણીએ શરાપ્યો કે “જા, ભરુ ભડકાવતો રે’જે.” બીજી લોકકથા એવી છે કે શેણીબાઈ સાથે હિમાલયમાં જવામાં ભેગો ખીમડ નામનો રાવળ હતો. તે પણ પાછો ફરી ગયો. એટલે શેણબાઈએ એને કહ્યું કે હે હૈયાફૂટા! ત્યારથી રાવળ બહુ ભુલકણા હોય છે. તેમનાં લગ્નોમાં ‘શેણી-ખીમડની ઘઉંની ઘૂઘરી’ વહેંચવાનો રિવાજ છે.]

[આ કથાના બધા દુહાઓ લેખકના પુસ્તક ‘સોરઠી ગીતકથાઓ’માં આપ્યા છે.]
'''[આ કથાના બધા દુહાઓ લેખકના પુસ્તક ‘સોરઠી ગીતકથાઓ’માં આપ્યા છે.]'''

{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits