સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/સેજકજી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:

<poem>
{{Poem2Open}}
<center>
તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ,  
તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ,  
નર પટાધર નીપજે, આયો મરધર દેશ.
નર પટાધર નીપજે, આયો મરધર દેશ.
ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી રણ-સળગતી છતાં રૂપાળી મરુભોમમાં ખેડગઢ નામે એક ગામડું હતું.
</center>
</poem>
{{Poem2Open}}
<big>ઊં</big>ડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી રણ-સળગતી છતાં રૂપાળી મરુભોમમાં ખેડગઢ નામે એક ગામડું હતું.
ખેડગઢ ગામની પનિહારીઓ હરહમેશાં ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે “અહોહો, ઇશ્વરે આ ધણી-ધણિયાણી વચ્ચે કેવી લેણાદેણી લખી છે!”
ખેડગઢ ગામની પનિહારીઓ હરહમેશાં ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે “અહોહો, ઇશ્વરે આ ધણી-ધણિયાણી વચ્ચે કેવી લેણાદેણી લખી છે!”
એ ધણી-ધણિયાણી તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવજોબનવંતી ઠકરાણી. ખેડગઢ પરગણું એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી. વજો ડાભી શાખનો રજપૂત હતો. ડાભીનું એ એક જ ખોરડું હતું. બાકી ગામના તમામ રજપૂતો રણા શાખના હતા. રણા રજપૂતોને આ એકનો એક ડાભી છાતીમાં શૂળની માફક ખટકતો; પણ રાજાજીનો એ માનીતો વજીર હતો. એની રિદ્ધિસિદ્ધિ સહુને સાલતી, એનું સંસારસુખ પણ શત્રુઓથી સહેવાતું નહિ. પનિયારીઓ આપસ-આપસમાં વાતો કરતી કે ‘એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઇશ્વર કોને કયા પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કાંઈ ખબર જ નથી પડતી, બાઈ!’

Line 61: Line 64:
રણાઓએ કહ્યું : “હવે હદ થઈ; બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર! હવે કાં તો સેજકજીનાં રાજ નહિ, ને કાં આપણે નહિ.”
રણાઓએ કહ્યું : “હવે હદ થઈ; બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર! હવે કાં તો સેજકજીનાં રાજ નહિ, ને કાં આપણે નહિ.”
પ્રપંચ રચીને રણાઓએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું કે ‘આવો, ખેડગઢની ગાદી સોંપીએ.’ રાઠોડ પોતાના બારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો. મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે. મામાએ ઝાઝાં આદરમાન દીધાં.

રણાઓએ ગામ બહાર ભાણેજને માટે કસુંબા-શિરામણ કરાવ્યાં; દરબારને તેમ જ વજા ડાભીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો; પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા. રણાઓ સહાયે ચાલ્યા ને ખેડગઢનો કબજો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા.  
રણાઓએ ગામ બહાર ભાણેજને માટે કસુંબા-શિરામણ કરાવ્યાં; દરબારને તેમ જ વજા ડાભીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો; પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા. રણાઓ સહાયે ચાલ્યા ને ખેડગઢનો કબજો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા. <ref>જુઓ વાર્તાને અંતે નોંધ.</ref>
<center></center>
<center></center>
રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે. શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી નથી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ  પોતાની સાથે જ છે; એ જ એને મન ચૌદ ભુવનના રાજપાટ સમાન દીસે છે. રસ્તામાં એક રાત્રિએ એને મુરલીધર પ્રભુએ સ્વપ્નામાં આવીને કહ્યું : “રે ભક્ત, ફિકર કરીશ નહિ. આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે.”
રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે. શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી નથી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ <ref>એ જ મુરલીધરની મૂર્તિ અત્યારે વળાની નજીક પચ્છેગામમાં મોજૂદ છે, અને ત્યાંના ગોહિલો હજુ એની ઉપાસના કરે છે.</ref> પોતાની સાથે જ છે; એ જ એને મન ચૌદ ભુવનના રાજપાટ સમાન દીસે છે. રસ્તામાં એક રાત્રિએ એને મુરલીધર પ્રભુએ સ્વપ્નામાં આવીને કહ્યું : “રે ભક્ત, ફિકર કરીશ નહિ. આ રથનું પૈડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 150: Line 153:
'''ડાભીઓ આવ્યા, પણ ખુલ્લી લડાઈ કરવામાં ન ફાવી શક્યા તેથી દગો ગોઠવ્યો. ગામ બહાર રાજાજીને ગોઠમાં નોતર્યા. અસલથી કરેલા સંકેત પ્રમાણે તમામ ડાભીઓ ડાબી બાજુ બેસી ગયા, અને ગોહિલો સામી બાજુ એકલા પડી ગયા. ગોહિલોને ખૂબ દારૂ પાયો. પછી કતલ ચાલી. ડાભીઓ તારાજ થયા, પણ ત્યાં રાઠોડ પોતાના સૈન્યની સાથે આવી પહોંચ્યો. સેજકજીનું બળ તૂટી પડ્યું. આખરે સેજકજી નાઠા.]'''

<br>
{{HeaderNav2
|previous = દેપાળદે
|next = રાણજી ગોહિલ
}}
<br>
26,604

edits