વંઠેલાં અને બીજી નાટિકાઓ/જયમનનું રસજીવન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જયમનનું રસજીવન |<br>|પ્રવેશ પહેલો |}} [પ્રભાતના નવ-દસ વાગતાને સુમારે. ડાબી બાજુની એક વીંગમાં રસોડાની સામગ્રી દેખાય છે. રમા બેઠી બેઠી શગડીમાં ગ્યાસલેટે ભીંજાડેલી કાકડી મૂકતી હો...")
 
No edit summary
 
(7 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
[પ્રભાતના નવ-દસ વાગતાને સુમારે. ડાબી બાજુની એક વીંગમાં રસોડાની સામગ્રી દેખાય છે. રમા બેઠી બેઠી શગડીમાં ગ્યાસલેટે ભીંજાડેલી કાકડી મૂકતી હોય છે. બીજી બાજુ, સામે બાજુની વીંગમાં એના પતિનું દીવાનખાનું છે. એ વીંગ પર એક ખીતીઆળું, એ ઉપર કપડાં મૂકેલાં : એક અરીસો લટકાવેલો: એક ટેલીફોન. દીવાનખાનાની અંદરથી જયમનનો અવાજ આવે છે: જયમન પોતે દેખાતો નથી. અવાજ પાનપટ્ટીથી ભરેલા મોંમાંથી ઊઠે છે.]
[પ્રભાતના નવ-દસ વાગતાને સુમારે. ડાબી બાજુની એક વીંગમાં રસોડાની સામગ્રી દેખાય છે. રમા બેઠી બેઠી શગડીમાં ગ્યાસલેટે ભીંજાડેલી કાકડી મૂકતી હોય છે. બીજી બાજુ, સામે બાજુની વીંગમાં એના પતિનું દીવાનખાનું છે. એ વીંગ પર એક ખીતીઆળું, એ ઉપર કપડાં મૂકેલાં : એક અરીસો લટકાવેલો: એક ટેલીફોન. દીવાનખાનાની અંદરથી જયમનનો અવાજ આવે છે: જયમન પોતે દેખાતો નથી. અવાજ પાનપટ્ટીથી ભરેલા મોંમાંથી ઊઠે છે.]


અવાજ : કાં, તું અહીં આવે છે કે?
 
રમા : [મોં પર કચવાટ દેખાડતી, છતાં મોંમાં કોમલતા સાચવતી, કાકડી ચૂલામાં મૂકતી મૂકતી, ચૂલા સામે જોઈ] એ...આ આવી.
{{Ps
[થોડો સમય જાય છે. રમા અસ્થિર બની જઈને બેક દીવાસળીઓ બગાડે છે. ફરી જયમનનો અવાજ. જરા વધુ જોરથી]
|અવાજ :
અવાજ : કાં, કોણે રોકી રાખી? આ તારા સારુ પાન બનાવેલું છે તે વાટ જોવે છે.
|કાં, તું અહીં આવે છે કે?
રમા : [અણગમો દર્શાવતે મોંએ, છતાં કોમલ સ્વરે] એ આ ચૂલો પેટાવીને આવી. [કાકડી પેટાવે છે. એના તાજા ધોયેલા વાળની મોકળી લટો ઝૂલે છે. કાકડીનો તાપ એના મોંને અજવાળે છે. લટોને એ પાછી નાખે છે.]
}}
અવાજ : પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરી કે મજૂરી કરવા ક્યાંય હાજર થવું છે તે? [રમા એ શબ્દો તરફ તાકતી તપેલી ચૂલે ચડાવે છે.] — ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી હવે નથી સહેવાતું, રમા! સ્ત્રી જાતિ પર આ પણ એક જુલમ...
{{Ps
રમા : મારા હાથ ગ્યાસલેટવાળા છે. આ ધોઈને આવી. [ઊઠે છે]
|રમા :
[જયમન વીંગમાં અરધો દેખાય છે.]
|[મોં પર કચવાટ દેખાડતી, છતાં મોંમાં કોમલતા સાચવતી, કાકડી ચૂલામાં મૂકતી મૂકતી, ચૂલા સામે જોઈ] એ...આ આવી.
જયમન : [કડક સ્વરે] નહિ, હાથ નથી ધોવા. એમ ને એમ ચાલી આવ.
}}
રમા : [કરુણ સ્મિત કરતી] હમણાં જ ધોઈ લઉં.
{{Right|[થોડો સમય જાય છે. રમા અસ્થિર બની જઈને બેક દીવાસળીઓ બગાડે છે. ફરી જયમનનો અવાજ. જરા વધુ જોરથી]}}
જયમન : [એક ડગલું આગળ વધી, વધુ કડક સ્વરે] કહું છું કે એમ ને એમ ચાલી આવ.
{{Ps
રમા : પણ...
|અવાજ :
જયમન : [સત્તાથી] આવે છે કે નહિ?
|કાં, કોણે રોકી રાખી? આ તારા સારુ પાન બનાવેલું છે તે વાટ જોવે છે.
[રમા ધીરે ધીરે સામે આવે છે. ઊભી રહે છે.]
}}
જયમન : કેટલી વાર બૂમો પાડવી? એક વાર ‘આવ’ કહું એટલે સમજી જવું. બરાડા ન પડાવવા. આજુબાજુ માણસોનો પાડોશ છે તે જાણે છે ને?
{{Ps
રમા : [ખસિયાણી પડેલી, પ્રયત્નપૂર્વક હસતી, પોતાના હાથ પર સાડીનો છેડો રાખીને હથેળી ધરતી] લાવો પાન.
|રમા :
જયમન : [પોતાના વિજયનો હર્ષ અનુભવતો] નહિ, એમ નહિ, મોં ફાડ. [જમણો હાથ રમાના મોં તરફ બતાવે છે ને ડાબા હાથમાંની પાનપટ્ટી ઊંચી કરે છે રમાના મોંમાં નાખવા.]
|[અણગમો દર્શાવતે મોંએ, છતાં કોમલ સ્વરે] એ આ ચૂલો પેટાવીને આવી. [કાકડી પેટાવે છે. એના તાજા ધોયેલા વાળની મોકળી લટો ઝૂલે છે. કાકડીનો તાપ એના મોંને અજવાળે છે. લટોને એ પાછી નાખે છે.]
રમા : [ચમકીને પાછલી બાજુ તેમજ ડાબી-જમણી બાજુ જોતી.] કોઈ પડોશીઓ દેખશે.
}}
જયમન : [નજીક જઈ] ભલે દેખે. મારે દેખાડવું જ છે. ફાડ મોં. [ઊંચે સ્વરે] ફાડે છે કે નહિ? [જમણો હાથ છેક રમાની દાઢી પર, છેક જડબાં સુધી લઈ જાય છે. જડબાં દાબવાની તત્પરતા કરે છે.]
{{Ps
રમા : ફાડું છું; ફાડું છું. [યંત્રવત્ મોં ઉઘાડે છે.]
|અવાજ :
જયમન : [પાનનું બીડું રમાના મોંમાં સહેજ જંગલી રીતે ધકેલી દઈને] હાં, બસ, હવે ડાહી ખરી. કોઈ જોઈ જશે! હાય, કોઈ જોઈ જશે! હજુ એ બીક ગઈ નહિ આપણામાંથી! આપણે તે શું કોઈના સારુ જીવવું છે? સાચું સહજીવન તો લોકોની છાતી પર ચડીને જ જીવી શકાય છે. મને એવી કશી જ પરવા નથી કોઈની. [ધીરો પડી] બસ, હવે જા, ડાહી થઈને હાથ ધોઈ આવ, કશુંક નવું નવું બતાવવું છે તને.
|પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરી કે મજૂરી કરવા ક્યાંય હાજર થવું છે તે? [રમા એ શબ્દો તરફ તાકતી તપેલી ચૂલે ચડાવે છે.] — ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી હવે નથી સહેવાતું, રમા! સ્ત્રી જાતિ પર આ પણ એક જુલમ...
રમા : શું બતાવો છો? હમણાં જ બતાવો ને!
}}
જયમન : ના, એવી નીરસ રીતે જોવા જેવી ચીજ નથી એ. હાથ ધોઈને નિરાંતે આવ તો!
{{Ps
[રમા રસોડા બાજુની વીંગમાં જાય છે. પોતાની બેઠકવાળી વીંગમાંથી જયમન એક ખુરસી ખેંચી લાવીને પ્રેક્ષકો તરફ ગોઠવે છે. પછી એક કાગળમાં વીંટેલ છબી લઈ આવે છે. ઉખેળીને છુપાવીને રાખે છે. રમા હાથ લૂછતી આવે છે.]
|રમા :
રમા : લો, શું બતાવો છો? ઝટ બતાવો.
|મારા હાથ ગ્યાસલેટવાળા છે. આ ધોઈને આવી. [ઊઠે છે]
જયમન : નજીક આવ. [રમા થોડી નજીક આવે છે] હજુ નજીક, હજુ, હજુ, હજુ, [રમાને ખુરસી પર બેસારે છે] અહીં બિરાજો, મારાં રાણીજી! [પછી પોતે ખુરસીની પછવાડે જઈ, ડાબો હાથ રમાના ડાબા ખભા પર ટેકવી, જમણે હાથે ઓચિંતો રમાને છબી બતાવે છે.]
}}
જયમન : આ આપણે વિલાસ-સ્ટુડીઓમાં પડાવેલી છબી, જેની હું દિવસ-રાત રાહ જોતો હતો. [રમા ખાસ કશો હર્ષ પ્રદર્શિત કરતી નથી. જયમન એથી ઊલટો ઘેલા જેવો બનેલો દેખાય છે.]
{{Right|[જયમન વીંગમાં અરધો દેખાય છે.]}}
જયમન : કહે જોઉં, આમાં તને સૌથી વધુ શું ગમે છે?
{{Ps
રમા : [ધીરે] બધું જ ગમે છે.
|જયમન :
જયમન : ના, પણ ખાસ?
|[કડક સ્વરે] નહિ, હાથ નથી ધોવા. એમ ને એમ ચાલી આવ.
રમા : મને શી ખબર પડે?
}}
જયમન : [છબી પર આંગળી બતાવી] આમ જો, આ તું ખુરશી પર બેઠી છે, ને હું ઊભો છું તે તો જાણે કે બીજાં સહુ સ્ત્રી-પુરુષો છબીઓ પડાવે છે તેવું જ. પણ આ જોયું?
{{Ps
રમા : [ચમકીને, જયમન તરફ જોઈ] અરે, આ શું? આ તમે મારે ગળે હાથ ક્યારે મૂકી દીધો હતો?
|રમા :
જયમન : [હસે છે] હા-હા-હા-હા! બરાબર ફોટોગ્રાફરે ચાંપ દબાવી તે જ ક્ષણે, ઓ ભાનભૂલી! કેવી છેતરી તને? કેવી બનાવી? બહુ શરમાળ રહી હતી તે લેતી જા!
|[કરુણ સ્મિત કરતી] હમણાં જ ધોઈ લઉં.
રમા : [ફિક્કું હસતી] હવે જઉં?
}}
જયમન : પણ ક્યાં જવું છે? [ઊભી થતી રમાને અટકાવી]
{{Ps
રમા : ચૂલે બળતણ બળે છે.
|જયમન :
જયમન : પણ બળતણ બળે છે તો મારી કમાણીનું બળે છે ને? ક્યાં તારે સીમમાં વીણવા જવું પડે છે? બેસ નીચે.
|[એક ડગલું આગળ વધી, વધુ કડક સ્વરે] કહું છું કે એમ ને એમ ચાલી આવ.
રમા : પણ તપેલીમાં આંધણ ફળફળી ઊઠ્યું છે. હમણાં ઢાંકણું ઊડી પડશે. [પ્રયત્નપૂર્વક છેડો છોડાવીને રમા રસોડા તરફ દોડી જાય છે. ચૂલે બેઠેલી અર્ધી દેખાય છે.]
}}
જયમન : ચૂલા-તપેલીને પણ આપણા સહચારની ઈર્ષ્યા આવે છે, નહિ રમા?
{{Ps
[રમા કશો જવાબ દેતી નથી]
|રમા :
જયમન : ખરું કે નહિ, રમા?
|પણ...
રમા : [તપેલીમાં ભાત ઓરતી] શું?
}}
જયમન : વાહ વાહ! પૂછે છે કે શું? બહુ લુચ્ચી. બહુ ઊંડી. હાં, હાં, એ ઊંડાણ તો છે અંતરના પૂરા ભરેલા ભાવનું. એ મૌન તો છે એક જીવન્ત કાવ્ય.
{{Ps
[છબી લઈને, ક્યાં લગાવવી તે તપાસતો, વીંગ પર ચોડે છે]
|જયમન :
અહીં જ: આવનાર ઘરમાં પ્રવેશ કરે ને દેખે તેવી જ જગ્યાએ. છો ને બધા જોઈને સળગી ઊઠતા! [છબી લટકાવીને એકીટશે ત્યાં તાકી રહે છે] વાહ! વાહ! વાહ!
|[સત્તાથી] આવે છે કે નહિ?
[એક ખૂણામાંથી એક પટાવાળો પ્રવેશ કરે છે]
}}
પટાવાળો : સાહેબ, આ ચિઠ્ઠી છે.
{{Right|[રમા ધીરે ધીરે સામે આવે છે. ઊભી રહે છે.]}}
[જયમન ચિઠ્ઠી લઈને વાંચે છે.]
{{Ps
જયમન : [પટાવાળાને] બાલુભાઈને ઘેર આઈસ્ક્રીમ પાર્ટી છે આજે? આજે શાની પાર્ટી? ને નિમંત્રણ મને એકલાને જ છે, કે બાઈસાહેબને પણ છે?
|જયમન :
પટાવાળો : એ તો ખબર નથી, સાહેબ.
|કેટલી વાર બૂમો પાડવી? એક વાર ‘આવ’ કહું એટલે સમજી જવું. બરાડા ન પડાવવા. આજુબાજુ માણસોનો પાડોશ છે તે જાણે છે ને?
જયમન : આમાં તો મને એકલાને જ લખ્યું છે. એ રીતે તો હું ક્યાંયે જતો નથી. ન્હાનાલાલ કવિને અમદાવાદની મહાસભામાં એકલા નિમંત્રણ મળેલું ત્યારથી એને કારી ઘા લાગ્યો છે. ખબર છે ને?
}}
પટાવાળો : જી, મને એ ખબર નથી.
{{Ps
જયમન : પણ બાલુભાઈ ક્યાં નથી જાણતા મારી પ્રકૃતિને? [ટેલીફોન પર જઈ, છટાથી નંબર જોડી] હલ્લો! હલ્લો, કોણ બાલુભાઈ, હા, પાર્ટીમાં મને એકલાને જ નિમંત્રણ છે, કે રમાને પણ છે? [થોડી વાર પછી] હાં, પોતાને ઘેરથી બૈરું બહારગામ ગયું એટલે સહુને એકલા નોતર્યા છે એમ કે? [થોડી વાર પછી] નહિ, નહિ, રમાને એવી કશી જ ખોટાં શરમ-સંકોચ નથી. તમે બધા છો શરમાતા એકલા આવીને! બીજાઓને તો સ્ત્રીઓ પાસે વૈતરાં જ કરાવવાં છે ઘરનાં. મારે એ નથી પાલવતું, મહેરબાન. હું તો રમાને લઈને જ આવવાનો. [થોડી વાર પછી] હાં, હવે કહો છો કે ઘણી ખુશીથી! તમારી ખુશી કે નાખુશી, હું તો લાવવાનો જ. [ટેલીફોન છોડી દઈ, રમા તરફ ફરીને] રમા, તારે તૈયાર થવાનું છે, હાં કે?
|રમા :
રમા : પણ —
|[ખસિયાણી પડેલી, પ્રયત્નપૂર્વક હસતી, પોતાના હાથ પર સાડીનો છેડો રાખીને હથેળી ધરતી] લાવો પાન.
જયમન : પણ ને બણ. એમાં છૂટકો નથી. મારે તો દાખલો બેસારવો છે.
}}
રમા : [માથા પરનું ઓઢણું સંકોરતી] પણ ત્યાં અજાણ્યા પુરુષો વચ્ચે...
{{Ps
જયમન : કોણ તને ખાઈ જવાનું હતું? ભલે તારા મોં સામે ટીકીટીકીને જોઈ લેતા. એમાં તેઓના હાથમાં શું આવી જવાનું હતું?
|જયમન :
[રમા શરમાઈને નીચે જુએ છે. પટાવાળો પણ હસવું છુપાવી બહાર ચાલ્યો જાય છે.]
|[પોતાના વિજયનો હર્ષ અનુભવતો] નહિ, એમ નહિ, મોં ફાડ. [જમણો હાથ રમાના મોં તરફ બતાવે છે ને ડાબા હાથમાંની પાનપટ્ટી ઊંચી કરે છે રમાના મોંમાં નાખવા.]
જયમન : એમાં શરમાવાનું શું છે? એવો ખોટો ક્ષોભ પણ એક જાતનો દંભ જ છે ને? લે જા હવે, જલદી કપડાં પહેરી આવ. આજે રસોઈનું માંડી વાળીએ. શાંતિ ભુવન હૉટલમાં જમી લઈશું. પછી બાગમાં જઈ આરામ કરશું. ત્યાંથી સીધા બાલુભાઈને ત્યાં. [રમાને પીઠ પર ધબો મારે છે.] રમા વીંગમાં ચાલી જાય છે. જયમન ખીંતીઆળા પરથી કોટ, કોલર, વગેરે વસ્ત્રો આયનામાં જોતો જોતો પહેરે છે. પણ જાણે કે કોઈ કપડું શરીર પર બંધબેસતું નથી આવતું. એટલે વારંવાર કપડાં ઉતારી ઉતારી ફેંકે છે અને બડબડે છે : સરખી ઘડી કરીને મૂકતી પણ નથી! કોણ જાણે શું થયું છે? રસોડાનાં ડબલાંને રંગવા-શણગારવાની ફુરસદ મળે છે એને, પણ મારાં કપડાં, મારી ચોપડીઓ, મારું ટેબલ, મારું કશું જ સંભાળવાનું એને ન સાંભરે, ને કહીએ ત્યારે મોંનો તોબરો ચડાવે... [રમા આવે છે.]
}}
જયમન : [એને નખશિખ નિહાળી, જરા વધુ પડતા ભપકાવાળાં સાડી-સ્લીપર જોતાં.] આ તારા પગમાં સ્લીપર ક્યાંથી? ને આ આસમાની સાડી તો આપણે કદી લીધી જ નથી!
{{Ps
રમા : [ગુન્હેગારની પેઠે] આ સ્લીપર ને આ સાડી તો મને લગ્નભેટમાં મળ્યાં હતાં.
|રમા :
જયમન : [રૂવાબમાં] કોના તરફથી?
|[ચમકીને પાછલી બાજુ તેમજ ડાબી-જમણી બાજુ જોતી.] કોઈ પડોશીઓ દેખશે.
રમા : મારા એક ભાઈ તરફથી.
}}
જયમન : એક ભાઈ તરફથી? કયો ભાઈ?
{{Ps
રમા : મારા પિયરમાં એક નર્મદા માશી નામનાં પાડોશણ રહે છે. તેના એ દીકરા છે. એનું નામ દિલખુશભાઈ. અમે બન્ને જોડે ભણતાં, તે દિવસથી એમણે મને બહેન કહી છે.
|જયમન :
જયમન : ઠી…ક!!! [થોડી વાર હોઠ દાબી, ચૂપ રહી] હું જાણે કેમ તને કશું ન જ લઈ આપતો હોઉં!
|[નજીક જઈ] ભલે દેખે. મારે દેખાડવું જ છે. ફાડ મોં. [ઊંચે સ્વરે] ફાડે છે કે નહિ? [જમણો હાથ છેક રમાની દાઢી પર, છેક જડબાં સુધી લઈ જાય છે. જડબાં દાબવાની તત્પરતા કરે છે.]
રમા : પણ એમ હું ક્યાં કહું છું?
}}
જયમન : અને મને આ વાદળી રંગ ગમતો નથી એ તો તું જાણે છે ને?
{{Ps
રમા : એ હું શી રીતે જાણું?
|રમા :
જયમન : ને આ સ્લીપર ઉપર તો ત્યાં સહુની આંખો ચોડાઈ રહેશે. તે કરતાં મેં આણેલાં રંગૂની ચંપલ શું ખોટાં છે?
|ફાડું છું; ફાડું છું. [યંત્રવત્ મોં ઉઘાડે છે.]
રમા : તમે તો કહેતા હતા કે બીજાની ટીકાની આપણને શી પરવા છે?
}}
જયમન : વાહ! હું કહેતો હતો તેનો આવો અર્થ લીધો?
{{Ps
રમા : રહો, હું બદલાવી આવું.
|જયમન :
[જવા લાગે છે.]
|[પાનનું બીડું રમાના મોંમાં સહેજ જંગલી રીતે ધકેલી દઈને] હાં, બસ, હવે ડાહી ખરી. કોઈ જોઈ જશે! હાય, કોઈ જોઈ જશે! હજુ એ બીક ગઈ નહિ આપણામાંથી! આપણે તે શું કોઈના સારુ જીવવું છે? સાચું સહજીવન તો લોકોની છાતી પર ચડીને જ જીવી શકાય છે. મને એવી કશી જ પરવા નથી કોઈની. [ધીરો પડી] બસ, હવે જા, ડાહી થઈને હાથ ધોઈ આવ, કશુંક નવું નવું બતાવવું છે તને.
જયમન : કંઈ નહિ. એ તો હવે ચાલશે. [ત્યાં તો રમા ઝડપથી ચાલી જાય છે.]
}}
જયમન : [સ્વગત] ભારી વિચિત્ર! કોણ જાણે શું થયું છે! હું આટલું આટલું કરી મરું તો ય એની હૃદય-કૂંપળો ફૂટતી જ નથી. વાતવાતમાં મિજાજ કરી બેસે છે. મારા કહેવાનો ઊલટો જ અર્થ કરે છે......
{{Ps
[રમા સાડી અને સ્લીપર બદલીને આવી પહોંચે છે. આ વેળા સાડી કેસરી રંગની છે.]
|રમા :
જયમન : [જોઈને હર્ષિત બની] ધેટ્સ ઇટ (That’s it.) વાહ! પ્રભાતના તડકામાં કેસરી રંગ કેવો સોહાય છે, રમા! તું પણ રંગની રસિકતા કેટલી બધી સમજે છે! આની જોડે પોલકું પણ કેસરી પહેર્યું હોત! ઠીક, કંઈ નહિ હવે એ તો. ચાલો, બહારને રસ્તેથી જ ચાલશું ને?
|શું બતાવો છો? હમણાં જ બતાવો ને!
રમા : કેમ? બહુ દૂર પડશે. તાપ પણ લાગશે.
}}
જયમન : પણ બજાર વચ્ચે બધા તાકી રહેશે ત્યાં આપણે આગળ-પાછળ ચાલવું પડશે. ને અહીં બહારને રસ્તે તો જો!.... [રમાની બગલમાં હાથ ભરાવી]
{{Ps
|જયમન :
|ના, એવી નીરસ રીતે જોવા જેવી ચીજ નથી એ. હાથ ધોઈને નિરાંતે આવ તો!
}}
{{Right|[રમા રસોડા બાજુની વીંગમાં જાય છે. પોતાની બેઠકવાળી વીંગમાંથી જયમન એક ખુરસી ખેંચી લાવીને પ્રેક્ષકો તરફ ગોઠવે છે. પછી એક કાગળમાં વીંટેલ છબી લઈ આવે છે. ઉખેળીને છુપાવીને રાખે છે. રમા હાથ લૂછતી આવે છે.]}}
{{Ps
|રમા :
|લો, શું બતાવો છો? ઝટ બતાવો.
}}
{{Ps
|જયમન :
|નજીક આવ. [રમા થોડી નજીક આવે છે] હજુ નજીક, હજુ, હજુ, હજુ, [રમાને ખુરસી પર બેસારે છે] અહીં બિરાજો, મારાં રાણીજી! [પછી પોતે ખુરસીની પછવાડે જઈ, ડાબો હાથ રમાના ડાબા ખભા પર ટેકવી, જમણે હાથે ઓચિંતો રમાને છબી બતાવે છે.]
}}
{{Ps
|જયમન :
|આ આપણે વિલાસ-સ્ટુડીઓમાં પડાવેલી છબી, જેની હું દિવસ-રાત રાહ જોતો હતો. [રમા ખાસ કશો હર્ષ પ્રદર્શિત કરતી નથી. જયમન એથી ઊલટો ઘેલા જેવો બનેલો દેખાય છે.]
}}
{{Ps
|જયમન :
|કહે જોઉં, આમાં તને સૌથી વધુ શું ગમે છે?
}}
{{Ps
|રમા :
|[ધીરે] બધું જ ગમે છે.
}}
{{Ps
|જયમન :
|ના, પણ ખાસ?
}}
{{Ps
|રમા :
|મને શી ખબર પડે?
}}
{{Ps
|જયમન :
|[છબી પર આંગળી બતાવી] આમ જો, આ તું ખુરશી પર બેઠી છે, ને હું ઊભો છું તે તો જાણે કે બીજાં સહુ સ્ત્રી-પુરુષો છબીઓ પડાવે છે તેવું જ. પણ આ જોયું?
}}
{{Ps
|રમા :
|[ચમકીને, જયમન તરફ જોઈ] અરે, આ શું? આ તમે મારે ગળે હાથ ક્યારે મૂકી દીધો હતો?
}}
{{Ps
|જયમન :
|[હસે છે] હા-હા-હા-હા! બરાબર ફોટોગ્રાફરે ચાંપ દબાવી તે જ ક્ષણે, ઓ ભાનભૂલી! કેવી છેતરી તને? કેવી બનાવી? બહુ શરમાળ રહી હતી તે લેતી જા!
}}
{{Ps
|રમા :
|[ફિક્કું હસતી] હવે જઉં?
}}
{{Ps
|જયમન :
|પણ ક્યાં જવું છે? [ઊભી થતી રમાને અટકાવી]
}}
{{Ps
|રમા :
|ચૂલે બળતણ બળે છે.
}}
{{Ps
|જયમન :
|પણ બળતણ બળે છે તો મારી કમાણીનું બળે છે ને? ક્યાં તારે સીમમાં વીણવા જવું પડે છે? બેસ નીચે.
}}
{{Ps
|રમા :
|પણ તપેલીમાં આંધણ ફળફળી ઊઠ્યું છે. હમણાં ઢાંકણું ઊડી પડશે. [પ્રયત્નપૂર્વક છેડો છોડાવીને રમા રસોડા તરફ દોડી જાય છે. ચૂલે બેઠેલી અર્ધી દેખાય છે.]
}}
{{Ps
|જયમન :
|ચૂલા-તપેલીને પણ આપણા સહચારની ઈર્ષ્યા આવે છે, નહિ રમા?
}}
{{Right|[રમા કશો જવાબ દેતી નથી]}}
{{Ps
|જયમન :
|ખરું કે નહિ, રમા?
}}
{{Ps
|રમા :
|[તપેલીમાં ભાત ઓરતી] શું?
}}
{{Ps
|જયમન :
|વાહ વાહ! પૂછે છે કે શું? બહુ લુચ્ચી. બહુ ઊંડી. હાં, હાં, એ ઊંડાણ તો છે અંતરના પૂરા ભરેલા ભાવનું. એ મૌન તો છે એક જીવન્ત કાવ્ય.
}}
{{Right|[છબી લઈને, ક્યાં લગાવવી તે તપાસતો, વીંગ પર ચોડે છે]}}
 
:::અહીં જ: આવનાર ઘરમાં પ્રવેશ કરે ને દેખે તેવી જ જગ્યાએ. છો ને બધા જોઈને સળગી ઊઠતા! [છબી લટકાવીને એકીટશે ત્યાં તાકી રહે છે] વાહ! વાહ! વાહ!
 
{{Right|[એક ખૂણામાંથી એક પટાવાળો પ્રવેશ કરે છે]}}
{{Ps
|પટાવાળો :
|સાહેબ, આ ચિઠ્ઠી છે.
}}
{{Right|[જયમન ચિઠ્ઠી લઈને વાંચે છે.]}}
{{Ps
|જયમન :
|[પટાવાળાને] બાલુભાઈને ઘેર આઈસ્ક્રીમ પાર્ટી છે આજે? આજે શાની પાર્ટી? ને નિમંત્રણ મને એકલાને જ છે, કે બાઈસાહેબને પણ છે?
}}
{{Ps
|પટાવાળો :
|એ તો ખબર નથી, સાહેબ.
}}
{{Ps
|જયમન :
|આમાં તો મને એકલાને જ લખ્યું છે. એ રીતે તો હું ક્યાંયે જતો નથી. ન્હાનાલાલ કવિને અમદાવાદની મહાસભામાં એકલા નિમંત્રણ મળેલું ત્યારથી એને કારી ઘા લાગ્યો છે. ખબર છે ને?
}}
{{Ps
|પટાવાળો :
|જી, મને એ ખબર નથી.
}}
{{Ps
|જયમન :
|પણ બાલુભાઈ ક્યાં નથી જાણતા મારી પ્રકૃતિને? [ટેલીફોન પર જઈ, છટાથી નંબર જોડી] હલ્લો! હલ્લો, કોણ બાલુભાઈ, હા, પાર્ટીમાં મને એકલાને જ નિમંત્રણ છે, કે રમાને પણ છે? [થોડી વાર પછી] હાં, પોતાને ઘેરથી બૈરું બહારગામ ગયું એટલે સહુને એકલા નોતર્યા છે એમ કે? [થોડી વાર પછી] નહિ, નહિ, રમાને એવી કશી જ ખોટાં શરમ-સંકોચ નથી. તમે બધા છો શરમાતા એકલા આવીને! બીજાઓને તો સ્ત્રીઓ પાસે વૈતરાં જ કરાવવાં છે ઘરનાં. મારે એ નથી પાલવતું, મહેરબાન. હું તો રમાને લઈને જ આવવાનો. [થોડી વાર પછી] હાં, હવે કહો છો કે ઘણી ખુશીથી! તમારી ખુશી કે નાખુશી, હું તો લાવવાનો જ. [ટેલીફોન છોડી દઈ, રમા તરફ ફરીને] રમા, તારે તૈયાર થવાનું છે, હાં કે?
}}
{{Ps
|રમા :
|પણ —
}}
{{Ps
|જયમન :
|પણ ને બણ. એમાં છૂટકો નથી. મારે તો દાખલો બેસારવો છે.
}}
{{Ps
|રમા :
|[માથા પરનું ઓઢણું સંકોરતી] પણ ત્યાં અજાણ્યા પુરુષો વચ્ચે...
}}
{{Ps
|જયમન :
|કોણ તને ખાઈ જવાનું હતું? ભલે તારા મોં સામે ટીકીટીકીને જોઈ લેતા. એમાં તેઓના હાથમાં શું આવી જવાનું હતું?
}}
{{Right|[રમા શરમાઈને નીચે જુએ છે. પટાવાળો પણ હસવું છુપાવી બહાર ચાલ્યો જાય છે.]}}
{{Ps
|જયમન :
|એમાં શરમાવાનું શું છે? એવો ખોટો ક્ષોભ પણ એક જાતનો દંભ જ છે ને? લે જા હવે, જલદી કપડાં પહેરી આવ. આજે રસોઈનું માંડી વાળીએ. શાંતિ ભુવન હૉટલમાં જમી લઈશું. પછી બાગમાં જઈ આરામ કરશું. ત્યાંથી સીધા બાલુભાઈને ત્યાં. [રમાને પીઠ પર ધબો મારે છે.] રમા વીંગમાં ચાલી જાય છે. જયમન ખીંતીઆળા પરથી કોટ, કોલર, વગેરે વસ્ત્રો આયનામાં જોતો જોતો પહેરે છે. પણ જાણે કે કોઈ કપડું શરીર પર બંધબેસતું નથી આવતું. એટલે વારંવાર કપડાં ઉતારી ઉતારી ફેંકે છે અને બડબડે છે : સરખી ઘડી કરીને મૂકતી પણ નથી! કોણ જાણે શું થયું છે? રસોડાનાં ડબલાંને રંગવા-શણગારવાની ફુરસદ મળે છે એને, પણ મારાં કપડાં, મારી ચોપડીઓ, મારું ટેબલ, મારું કશું જ સંભાળવાનું એને ન સાંભરે, ને કહીએ ત્યારે મોંનો તોબરો ચડાવે... [રમા આવે છે.]
}}
{{Ps
|જયમન :
|[એને નખશિખ નિહાળી, જરા વધુ પડતા ભપકાવાળાં સાડી-સ્લીપર જોતાં.] આ તારા પગમાં સ્લીપર ક્યાંથી? ને આ આસમાની સાડી તો આપણે કદી લીધી જ નથી!
}}
{{Ps
|રમા :
|[ગુન્હેગારની પેઠે] આ સ્લીપર ને આ સાડી તો મને લગ્નભેટમાં મળ્યાં હતાં.
}}
{{Ps
|જયમન :
|[રૂવાબમાં] કોના તરફથી?
}}
{{Ps
|રમા :
|મારા એક ભાઈ તરફથી.
}}
{{Ps
|જયમન :
|એક ભાઈ તરફથી? કયો ભાઈ?
}}
{{Ps
|રમા :
|મારા પિયરમાં એક નર્મદા માશી નામનાં પાડોશણ રહે છે. તેના એ દીકરા છે. એનું નામ દિલખુશભાઈ. અમે બન્ને જોડે ભણતાં, તે દિવસથી એમણે મને બહેન કહી છે.
}}
{{Ps
|જયમન :
|ઠી…ક!!! [થોડી વાર હોઠ દાબી, ચૂપ રહી] હું જાણે કેમ તને કશું ન જ લઈ આપતો હોઉં!
}}
{{Ps
|રમા :
|પણ એમ હું ક્યાં કહું છું?
}}
{{Ps
|જયમન :
|અને મને આ વાદળી રંગ ગમતો નથી એ તો તું જાણે છે ને?
}}
{{Ps
|રમા :
|એ હું શી રીતે જાણું?
}}
{{Ps
|જયમન :
|ને આ સ્લીપર ઉપર તો ત્યાં સહુની આંખો ચોડાઈ રહેશે. તે કરતાં મેં આણેલાં રંગૂની ચંપલ શું ખોટાં છે?
}}
{{Ps
|રમા :
|તમે તો કહેતા હતા કે બીજાની ટીકાની આપણને શી પરવા છે?
}}
{{Ps
|જયમન :
|વાહ! હું કહેતો હતો તેનો આવો અર્થ લીધો?
}}
{{Ps
|રમા :
|રહો, હું બદલાવી આવું.
}}
{{Right|[જવા લાગે છે.]}}
{{Ps
|જયમન :
|કંઈ નહિ. એ તો હવે ચાલશે. [ત્યાં તો રમા ઝડપથી ચાલી જાય છે.]
}}
{{Ps
|જયમન :
|[સ્વગત] ભારી વિચિત્ર! કોણ જાણે શું થયું છે! હું આટલું આટલું કરી મરું તો ય એની હૃદય-કૂંપળો ફૂટતી જ નથી. વાતવાતમાં મિજાજ કરી બેસે છે. મારા કહેવાનો ઊલટો જ અર્થ કરે છે......
}}
{{Right|[રમા સાડી અને સ્લીપર બદલીને આવી પહોંચે છે. આ વેળા સાડી કેસરી રંગની છે.]}}
{{Ps
|જયમન :
|[જોઈને હર્ષિત બની] ધેટ્સ ઇટ (That’s it.) વાહ! પ્રભાતના તડકામાં કેસરી રંગ કેવો સોહાય છે, રમા! તું પણ રંગની રસિકતા કેટલી બધી સમજે છે! આની જોડે પોલકું પણ કેસરી પહેર્યું હોત! ઠીક, કંઈ નહિ હવે એ તો. ચાલો, બહારને રસ્તેથી જ ચાલશું ને?
}}
{{Ps
|રમા :
|કેમ? બહુ દૂર પડશે. તાપ પણ લાગશે.
}}
{{Ps
|જયમન :
|પણ બજાર વચ્ચે બધા તાકી રહેશે ત્યાં આપણે આગળ-પાછળ ચાલવું પડશે. ને અહીં બહારને રસ્તે તો જો!.... [રમાની બગલમાં હાથ ભરાવી]
આમ રસભેર ચાલી શકાશે.
આમ રસભેર ચાલી શકાશે.
[ચાલ્યાં જાય છે. રમાને એમ ચાલવું ગમતું નથી એ સ્પષ્ટ દેખાય છે.]
}}
{{Right|[ચાલ્યાં જાય છે. રમાને એમ ચાલવું ગમતું નથી એ સ્પષ્ટ દેખાય છે.]}}
 
 
 
<center>'''પ્રવેશ બીજો'''</center>
 
 
[તે જ દિવસે સંધ્યાકાળે. બાલુભાઈને ઘેર પાંચેક મિત્રો એક ટેબલ ફરતી ખુરસીઓ પર બેઠા છે. બાલુભાઈ ઘરના માલિક છે. નટુભાઈ ગ્રેજ્યુએટ છે : પ્રવીણભાઈ દાકતર છે : વેણીલાલ લેખક છે : જીતુભાઈ જુવાન હેડમાસ્તર છે : કાંતિલાલ ગામના નગરશેઠનો પુત્ર છે. બધા હસતા હસતા કંઈક વાતો કરી રહેલ છે.]
 
{{Ps
|બાલુભાઈ :
|પણ આજની મજા મારી ગઈ. આજે તો આપણે એ ભાઈશ્રીની અદબ રાખવી પડશે.
}}
{{Ps
|નટુભાઈ :
|શા માટે?
}}
{{Ps
|પ્રવીણભાઈ :
|રમાબહેનને ખાતર.
}}
{{Ps
|વેણીલાલ :
|અરે, શી વીલ ઑલ્સો એન્જોય ધ ફન.
}}
{{Ps
|જીતુભાઈ :
|બાપડી ક્યાંય રડશે!
}}
{{Ps
|બાલુભાઈ :
|નહિ, નહિ, બેવકૂફી કરતાં નહિ કોઈ, હાં કે?
}}
{{Right|[જયમન અને રમા પ્રવેશ કરે છે.]}}
{{Ps
|જયમન :
|સાહેબ મહેરબાનો!
}}
{{Right|[હસાહસ થંભે છે. સહુ ઊભા થાય છે. સહુ રમાને નમન કરે છે.]}}
{{Ps
|બાલુભાઈ :
|આવી પહોંચ્યાં તમે? બહુ સારું થયું કે તમે આવ્યાં, રમાબહેન! આવો, આવો, અહીં વચ્ચે આવો બેઉ.
}}
{{Right|[વચલી બે બેઠકો ખાલી કરીને બેઉને ત્યાં લઈ જાય છે.]}}
<br>
{{Right|[રમા બેસે છે. જયમન ઊભો રહે છે.]}}
{{Ps
|જયમન :
|રમા, જો હવે તને આ પ્રત્યેકની ઓળખાણ કરાવું.
}}
{{Ps
|રમા :
|હું તો બધાને ઓળખું છું.
}}
{{Ps
|જયમન :
|નહિ, હું જે રીતે ઓળખાવવા માગું છું તે રીતે નથી તું ઓળખતી. જો સાંભળ. [પછી આંગળીઓ ચીંધી ચીંધી કહેતો જાય છે.] જો આ નટુભાઈ બી. એ. કે જે આપણાં શાંતાબહેનને ચોવીસેય કલાક રસોડામાં ગોંધી રાખે છે. [નટુ હસીને માથું નમાવે છે.] આ પ્રવીણભાઈ દાક્તરસાહેબ. આખા ગામને ઘેરે ઘેરે છેક રસોડાં સુધી પેસીને ભાઈબંધોની પત્નીઓને હાથે ચહા પી આવે, પણ પોતાને ઘેર જુઓ તો અઢારમી સદીના ઓઝલ પડદા! [પ્રવીણભાઈ ‘સાચું સાચું’ કહી સહાસ્ય શિર ઝુકાવે છે.] આ વેણીભાઈ મોટા લેખક. મુનશીના સાહિત્યને છાપરે ચડાવનારા. ઘેર કોઈ આવે તો અંદરનું બારણું પ્રથમ વાસી દીધા પછી જ આવનારને બેઠકમાં દાખલ કરે.
 
[વેણીલાલ કંઈક બોલવા જાય છે, પણ બાલુભાઈ એનો હાથ દબાવી ચેતાવે છે.] આ જીતુભાઈ : વરસને વચલે દહાડે કુટુંબને લઈ નદીકાંઠે ઉજાણી કરવા જાય, તો વેણીભાભીને કચ્ચાંબચ્ચાં સાથે ઉત્તર તરફથી મોકલી આપે, ને પોતે ચોરીછૂપીથી પૂર્વ દરવાજાનો ચકરાવો ખાઈને નદીએ પહોંચે. [જીતુભાઈ હસે છે.] આ કાંતિભાઈ. ઘેરે મોટરગાડી. બાપાના એકના એક દીકરા. પણ પૂછી જો, સોગંદ ખાવાય કદી મોટરમાં એનાં વહુને સાથે લઈ ફરવા નીકળ્યા છે? સાથે લઈ સિનેમા જોવા ગયા છે?
}}
{{Ps
|કાન્તિલાલ :
|સાચે જ, કોઈ દા’ડો નહિ.
}}
{{Ps
|રમા :
|હવે જવા દોને એ બધું!
}}
{{Ps
|જયમન :
|નહિ, નહિ, જવા કેમ દઉં? જો આ બાલુભાઈ, ઉષાબહેનને પિયર વળાવીને પાછળથી આ મહેફિલો ઉડાવે છે! આઈસ્ક્રીમ ગળે ઊતરશે કેમ?
}}
{{Ps
|બાલુભાઈ :
|હમણાં તમે જોશો તેમ. [‘સરસ પ્રાસ! સરસ પ્રાસ!’ કહી બધા હસે છે. રમાથી પણ તાળી પડાઈ જાય છે.]
}}
{{Ps
|બાલુભાઈ :
|આપણું તો, ભાઈ, આદર્શથી ઊલટું જ ગાડું ચાલે છે. બધી વેજા ઘરમાં હોય ત્યારે આવી નિરાંત ક્યાંથી મળે? [સહુ હસે છે.]
}}
{{Ps
|જયમન :
|[રમા તરફ જોઈ] જોયા કે આ પુરુષો? [રમા બાલુભાઈ તરફ જોઈ જાય છે.]
}}
{{Ps
|જયમન :
|[સહેજ ખસિયાણો પડીને પાછો બીજો પ્રયત્ન કરતો હોય તે રીતે] ઉષાબહેનને ગયાં કેટલા મહિના થયા, હેં બાલુભાઈ?
}}
{{Ps
|બાલુભાઈ :
|થયા હશે ચાર-પાંચ. બરાબર યાદ નથી.
}}
{{Ps
|જયમન :
|એમાં તમે કેટલા કાગળો લખ્યા?
}}
{{Ps
|બાલુભાઈ :
|બે. એક પત્તું ને એક કવર.
}}
{{Ps
|જયમન :
|[રમા તરફ] સાંભળો! [બાલુભાઈ તરફ] ગજબ છે તમારી છાતી, ભાઈ!
}}
{{Ps
|બાલુભાઈ :
|અમારાં તો, યાર, જૂના જમાનાનાં લગ્ન : લાકડે માંકડાં જોડી દીધેલાં. એમાં તે અઠવાડિયે બે લાંબાં કવરોની આવ-જા ક્યાંથી સંભવે? [સહુ હસે છે.]
}}
{{Ps
|જયમન :
|ઉષાબહેનને મળી આવ્યા કે નહિ એકેય વાર?
}}
{{Ps
|બાલુભાઈ :
|ના રે, રેલ્વે કંપનીને નાહકની શીદ ખટાવવી?
}}
{{Ps
|જયમન :
|સિનેમા જોવા તો છેક મુંબઇ સુધી દોડો છો!
}}
{{Ps
|બાલુભાઈ :
|શું કરીએ, ભાઈ! સ્ત્રી તો પિયરથી પાછી આવશે, પણ સારું પિકચર તો એક વાર ગયું પછી પાછું આવવાની શી આશા? [‘કમાલ!કમાલ’ કહેતા બધા હસે છે.]
}}
{{Right|[આઇસ્ક્રીમની પ્લેટો આવે છે. સહુ આરોગવા લાગે છે.]}}
{{Ps
|જયમન :
|મને તો આશ્ચર્ય જ એ થાય છે કે — [એટલું બોલતાં એના ચમચામાંથી આઈસ્ક્રીમનો લોંદો પડી જાય છે. એનાં કપડાં ખરાબ થાય છે. રમા તરફ ફરીને] રમા, આ જરા લૂછી...
}}
{{Ps
|બાલુભાઈ :
|રહો રહો, હું ટુવાલ લાવું.
}}
{{Ps
|જયમન :
|નહિ નહિ, એ તો રમા એને રૂમાલિયે જ લૂછી લેશે. [પણ રમા ઊઠતી નથી. બાલુભાઈ ટુવાલ લાવે છે. લૂછે છે.]
}}
{{Ps
|જયમન :
|મને તો એમ જ થાય છે, કે પરણેલી સ્ત્રીઓને તમારા જેવાઓ આમ ખસતી મૂકે છે, નથી ભણાવતા, નથી આનંદવિનોદોમાં ભાગ લેવા આપતા, છતાં તેઓ તમારા પર આટલી મરી પડે છે શાથી?
}}
{{Ps
|રમા :
|[ધીરેથી] એથી જ! [‘હીઅર! હીઅર!’ કહી સહુ તાળીઓ પાડે છે.]
}}
{{Ps
|જયમન :
|[જરા કડકાઈથી રમા તરફ] એટલે?
}}
{{Ps
|બાલુભાઈ :
|એટલે એમ, કે અમે અમારી સ્ત્રીઓને એકલા અમારા જ અભિમાની સ્નેહની ધુમાડી દઈને ચોવીસેય કલાક નથી ગૂંગળાવી મારતા. [‘ઑવરબાઉન્ડરી! બ્રેવો, બાલુભાઈ, ઓવરબાઉન્ડરી!’ એવા અવાજ કરતા સહુ તાળીઓ પાડે છે. રમા પણ તાળીઓ પાડતી હસે છે. પછી પાન-સોપારી આવે છે.]
}}
{{Ps
|જયમન :
|ઠીક ત્યારે, બાલુભાઈ, અમે હવે રજા લઈશું.
}}
{{Ps
|બાલુભાઈ :
|કેમ અત્યારમાં?
}}
{{Ps
|જયમન :
|રમાને પાછા હજુ ચૂલો...
}}
{{Ps
|રમા :
|ના, ના, ચૂલાને તો હું આજની રજા આપીને જ આવી છું. કાલની પૂરીઓ પડી છે.
}}
{{Ps
|બાલુભાઈ :
|ત્યારે તો બેસોને? વેણીભાઈ કંઈક ગાશે.
}}
{{Ps
|રમા :
|તો તો સાંભળીએ. વેણીભાઈનાં ગીતો વિષે બહુ સાંભળ્યું છે.
}}
{{Ps
|જયમન :
|ધૂળ પડી એ ગીતોમાં, જે ગીતોનો એક પણ પડઘો પોતાના જીવનમાં ન ઊઠતો હોય.
}}
{{Ps
|વેણીભાઈ :
|હું તો, ભાઈસા’બ, તમારા જેવાના રસજીવનના પડઘા ઝીલું છું મારાં ગીતોમાં.
}}
{{Ps
|જયમન :
|ને બૈરાં ફોસલાવો છો.
}}
{{Ps
|રમા :
|બસ, બૈરાં એમ જ ફોસલાઈ જતાં હશે? તમે સ્ત્રીપૂજક ઊઠીને આમ બોલશો?
}}
{{Ps
|બધા :
|બાઉન્ડરી! બાઉન્ડરી! રમાબહેન! [કહેતા હસે છે.] [અહીં એકાદ ગીત મૂકવું ઠીક લાગે તો મૂકવું. ગીત પૂરું થયે —]
}}
{{Ps
|રમા :
|સરસ: બહુ જ સરસ.
}}
{{Ps
|જયમન :
|આવું જ કોઈ બીજા કવિનું ગીત મેં ક્યાંક વાંચ્યું છે ખરું! આ શું તમારું મૌલિક છે, વેણીભાઈ?
}}
{{Ps
|રમા :
|સરસ છે. ગમે તેનું હોય, પણ સરસ છે.
}}
{{Ps
|જયમન :
|પણ ગુજરાતમાં ગીતો રચાય છે બધાં અજીઠાં કોઈકનાં ચોરેલાં.
}}
{{Ps
|રમા :
|અમારે ઘેર ક્યારે ગાવા આવશો, વેણીભાઈ! જરૂર એક દા’ડો આવો. મારે તમારાં ગીતો ખૂબ સાંભળવાં છે.
}}
{{Ps
|જયમન :
|લો હવે ચાલો ચાલો, રમા!
}}
{{Ps
|રમા :
|[સાંભળ્યું ન હોય તેમ] કહો વેણીભાઈ, ક્યારે રાખીશું?
}}
{{Ps
|જયમન :
|[રમાનું કાંડું ઝાલીને] હવે ચાલવું છે? [બેઉ જાય છે. ટેબલ પરના મિત્રો પરસ્પર જોઈને સ્મિત કરે છે.]
}}
{{Ps
|બાલુભાઈ :
|બહુ થઈ! બિચારાં રમાબહેન ઉપર માછલાં ધોવાશે આજ!
}}
 
 
<center>'''પ્રવેશ ત્રીજો'''</center>
 
 
[રમા રસોડામાં એકલી છે. ઘડી ચૂલા પર બેસતી, ઘડી વાળ ઓળતી, અરીસામાં જોતી, જુદી જુદી વીંગોમાં જતી ગુંજન-સ્વરે એક-બે ભાંગીતૂટી ગીત-પંક્તિઓ ગાય છે :]
<poem>
<center>
પાણીડાં હેલે ચડ્યાં હેલે ચડ્યાં.
:: મારા અંતરના સરોવર માંય રે
પાણીડાં હેલે ચડ્યાં હેલે ચડ્યાં.
[કોઈનો પગસંચાર થતાં રમા સ્તબ્ધ બને છે. જયમન આવીને છુપાઈ રહી વીંગ ઓથે ઊભો રહે છે. પાછી રમા ગાય છે.]
પાણીડાં હેલે ચડ્યાં, હેલે ચડ્યાં.
:: એક પોયણું ખીલે ખીલે બિડાય રે
પાણીડાં હેલે ચડ્યાં હેલે ચડ્યાં.
{{Right|[પછી તો ઝૂલતી જાય છે. શરીરને હેલે ચડાવે છે. ગાય છે.]}}
</poem>
</center>
<br>
{{Right|[જયમન વીંગમાંથી નિઃશ્વાસ નાખે છે. રમા નિઃશ્વાસ સાંભળીને થંભી જાય છે.]}}
{{Ps
|જયમન :
|[પ્રવેશ કરીને] આજ તો પાણીડાં ભારી હેલે ચડ્યાં છે કંઈ!
}}
{{Ps
|રમા :
|[આડી વાત નાખી] હજુ પુરોહિત માસ્તર કેમ નહિ આવ્યા હોય.
}}
{{Ps
|જયમન :
|એ ફરીથી ગા તો!
}}
{{Ps
|રમા :
|મને ક્યાં આવડે છે? પુરોહિત માસ્તર હજુ કેમ ભણાવવા ન આવ્યા?
}}
{{Ps
|જયમન :
|કેમ બહુ અધીરાઈ?
}}
{{Ps
|રમા :
|કોણ જાણે શાથી પણ હમણાં હમણાં મને ભણવાની અધીરાઈ બહુ આવી છે. હજુ કેમ ન આવ્યા પુરોહિત માસ્તર?
}}
{{Ps
|જયમન :
|પુરોહિત માસ્તર ભણાવે તો જ ચાલે? કે બીજા કોઈ માસ્તર ચાલે?
}}
{{Ps
|રમા :
|કેમ?
}}
{{Ps
|જયમન :
|પુરોહિત માસ્તરને મારે રજા આપવી પડી છે.
}}
{{Ps
|રમા :
|સાચેસાચ? શા માટે?
}}
{{Ps
|જયમન :
|અહીં આવ. કહું. [રમા પાસે આવે છે. જયમન એનું મોં નિહાળીને જુએ છે.]
}}
{{Ps
|જયમન :
|મને ખબર પડી કે એને એની પોતાની સ્ત્રી જોડે જ બનતું નથી.
}}
{{Ps
|રમા :
|પણ તેથી આપણે શું?
}}
{{Ps
|જયમન :
|પોતાના જ સંસારનું વાજું બસૂરું બજાવનારો શિક્ષક પારકાને શા સંસ્કાર દેવાનો હતો? [રમા વિચારે ચડે છે.]
}}
{{Ps
|જયમન :
|બીજી વાત વધુ ગંભીર છે.
}}
{{Ps
|રમા :
|[ચમકીને] શી?
}}
{{Ps
|જયમન :
|કાલે મને કહે, કે જયમનભાઈ! છ મહિના જો બ્રહ્મચર્ય પાળો તો રમાબહેનમાં અદ્ભુત પ્રતિભા ઝલકી ઊઠે!
}}
{{Ps
|રમા :
|એમાં શું?
}}
{{Ps
|જયમન :
|એમાં શું!!! પરાયા જીવનમાં આટલી હદ સુધી ઊંડા ઊતરવાની ધૃષ્ટતા!!! હું એ ન સહું. હું કંઈ બાયલો નથી.
}}
{{Ps
|રમા :
|પણ એ તો મેં જ...
}}
{{Ps
|જયમન :
|શું તેં જ?
}}
{{Ps
|રમા :
|રોજ સવારે શીખવા બેસું ત્યારે આળસ-બગાસાં આવે ને હાથપગ ફાટે, એ પરથી કદાચ એમણે નિર્દોષ ભાવે —
}}
{{Ps
|જયમન :
|નિર્દોષ ભાવે! સરસ વાત! પણ હું આ શિક્ષકોને તો હવે ઠીક ઠીક પામી ગયો છું. એમને તો સર્વ પારકી પત્નીઓનાં વહાલ પોતાની તરફ જ વહાવવાં હોય છે.
}}
{{Ps
|રમા :
|મને તો એવો ખ્યાલ પણ નહોતો.
}}
{{Ps
|જયમન :
|તું છે જાણે કે ભોળી ભટાક. કાચની શીશી જેવી તું નિર્મલ છે. એટલે તને ખ્યાલ ન આવે. પણ પુરુષો સાલા બધા જ અંદરખાનેથી લંપટ હોય છે.
}}
{{Right|[જયમન દાઝમાં ને દાઝમાં આંટા મારે છે. રમાનું સર્વ તેજ હરાઈ ગયું છે.]}}
{{Ps
|જયમન :
|એ કરતાં તો, ચાલ, હું જ તને મારી પ્રિય શિષ્યા બનાવું. કઈ કવિતા ચાલે છે હમણાં? લાવ જોઉં?
}}
{{Ps
|રમા :
|કવિતા નહોતી ચાલતી, મને તો માસ્તર હમણાં વિમાન વિષે શીખવતા હતા.
}}
{{Ps
|જયમન :
|એમાં આટલો બધો રસ? એ કરતાં તો ચાલ હું તને વસંતોત્સવ વંચાવું. [છટાથી શરૂ કરે છે.] “ગુલછડી સમોવડી એક બાલિકા હતી.”
}}
{{Ps
|રમા :
|[કંટાળીને] ત્યારે હું હમણાં પિયર જઉં?
}}
{{Ps
|જયમન :
|કેમ?
}}
{{Ps
|રમા :
|હવે ત્રણ જ મહિના રહ્યા છે.
}}
{{Ps
|જયમન :
|ત્રણ મહિના અગાઉથી જઈને શું કરવું છે?
}}
{{Ps
|રમા :
|શરીરને આરામ મળે તો સારું.
}}
{{Ps
|જયમન :
|તને અહીં કોણ વૈતરું કરાવે છે?
}}
{{Ps
|રમા :
|રાજી થઈને રજા આપો તો જવાનું મન બહુ જ થાય છે.
}}
{{Ps
|જયમન :
|ત્યાં જઈશ એટલે તું સહુને ભૂલી જઈશ. કાગળ પણ નહિ લખે.
}}
{{Ps
|રમા :
|લખીશ, જરૂર લખીશ. રાજી થઈને મને જવા દો. પાછી હું આવીશ ત્યારે તમારી જોડે જ વસંતોત્સવ વગેરે વાંચીશ.
}}
{{Ps
|જયમન :
|ચોક્કસ?
}}
{{Ps
|રમા :
|ચોક્કસ.
}}
{{Ps
|જયમન :
|તને મારા કરતાં તારાં માબાપ વધુ વહાલાં છે, ખરું? અહીંથી કેમ કંટાળે છે તું આટલી બધી? [રમા કશું બોલતી નથી. એની આંખોમાં જળજળિયાં ભરાય છે.]
}}
{{Ps
|જયમન :
|કહે તો ખરી?
}}
{{Ps
|રમા :
|શું કહું? હું પોતે જ નથી સમજી શકતી. [જયમનના ખોળામાં રમા માથું ઢાળી જાય છે.]
}}
 
 
<center>'''પ્રવેશ ચોથો'''</center>
 
 
[ત્રણ મહિનાના ગાળા પછી મુંબઈના એક સ્વચ્છ સુંદર સુવાવડ-ખાનામાં રમા દૂધ જેવી સફેદ પથારીમાં સૂતી છે. ફૂલફૂલ જેવું ચોખ્ખું વાતાવરણ છે. પાસે બાળકનું પારણું છે. રમાની પથારી પર, ઓસીકા પાસે ત્રણ કાગળો ને બે તાર પડ્યા છે. એ લઈને હાથમાં ચંચવાળતી રમા પડી પડી રડે છે. હસમુખી, કદાવર દેહવાળી, શ્વેત વસ્ત્રધારિણી દક્ષિણી મેટ્રન પ્રવેશ કરે છે.]
 
{{Ps
|મેટ્રન :
|કેમ? ર...મા...વં...તી? કે રમાદેવી! કેમ છે? રાતમાં નીંદ આવ્યો હતો કે? [રમાને કપાળે, શરીરે હાથ ફેરવે છે, ચાદર સરખી કરે છે, રમાનો પસીનો લૂછે છે. રમાના ઓસીકા પર એક ફૂલ મૂકે છે. આખી વાતચીત દરમ્યાન આ મેટ્રન ગતિમાન, વ્હાલભરી, અને ઉલ્લસિત દેખાય છે.]
}}
{{Ps
|રમા :
|નીંદ નહોતી આવી.
}}
{{Ps
|મેટ્રન :
|નહિ? આ શું? કેમ રડે છે? આ હાથમાં શું છે? ધણીનો ટપાલ? રોજ આટલો મોટો ટપાલ! તને રડાવવા જેવું શું લખ્યા કરે છે એ નવરો? કાંઈ ધંધોબીંધો કરતો નથી શું?
}}
{{Right|[કમાડ ઊઘડે છે. નોકર આવે છે. મેટ્રનને કહે છે : “આમના ધણી પરગામથી આવેલ છે. મળવા માગે છે.”]}}
{{Ps
|મેટ્રન :
|લે, યાદ કરતાં જ આવી પહોંચ્યો તારો નવરો.
}}
{{Ps
|રમા :
|એને અહીં ન લાવશો.
}}
{{Ps
|મેટ્રન :
|કેમ?
}}
{{Ps
|રમા :
|એ અહીં લાખ જાતની વાતો કરી મને સંતાપશે.
}}
{{Right|[ત્યાં તો જયમન અંદર આવી પહોંચે છે. મેટ્રન ઊઠીને બીજી બાજુની વીંગમાં ચાલી જાય છે.]}}
{{Ps
|જયમન :
|કાં, કેમ છો? આ ચાદર કેમ મેલી છે? આ લોકો બદલાવતા જ નથી શું? આમાં સેપ્ટીક થતાં શી વાર લાગે? ને આ મોસંબી કેમ ઉઘાડી પડી છે? દવામાં આ લોકો શું નાખે છે? આ બાળક કેમ વારે વારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી ઈસ્પિતાલમાં લઈ જાત ને! તારાં માબાપ લોભમાં તણાયાં!
}}
{{Ps
|રમા :
|તમે શીદ નાહકનો ધક્કો ખાધો?
}}
{{Ps
|જયમન :
|તારા ચચ્ચાર લીંટીના જવાબોને લીધે જ તો! તને ક્યાં મારા દરેક મુદ્દાનો ખુલાસો કરવાની પડી હતી? મેં કેટલા કાગળો કુલ લખ્યા, યાદ છે?
}}
{{Ps
|રમા :
}}
{{Right||[ના પાડતી ડોકું ધુણાવે છે.]}}
{{Ps
|જયમન :
|ક્યાંથી યાદ હોય? પૂરા વાંચ્યા તો હોય જ ક્યાંથી? શાની વાંચે? તને ક્યાં મારા પર હેત છે? હું આટલું કરું છતાં પણ… [રમા પેલી બાજુ ફરી જાય છે.]
}}
{{Ps
|જયમન :
|મારું મોં દીઠું ગમતું નથી કે?
}}
{{Ps
|રમા :
|એવું શીદ બોલો છો?મારી કમ્મર બહુ દુઃખે છે તેથી જ હું પડખું ફરી છું.
}}
{{Ps
|જયમન :
|[એકાએક રમાના શરીર પર આસમાની સાડી, ને પલંગ નીચે પેલાં સ્લીપરો જોઈ] આ આસમાની સાડી ને સ્લીપર તો પેલાં… તમારા…ધર્મભાઈએ…આપેલાં… તેજ કે?
}}
{{Ps
|રમા :
|હા.
}}
{{Ps
|જયમન :
|હજુય આ બે ચીજો હૈયેથી નથી છૂટતી કે?
}}
{{Ps
|રમા :
|તમને નહોતી ગમતી તેથી અહીં પહેરી ફાડું છું.
}}
{{Ps
|જયમન :
|નહિ રે! જીવનની મીઠી સ્મૃતિ કરી જાળવો ને?
}}
{{Ps
|રમા :
|[પેલે પડખેથી વેદનાભરી આ પડખે ફરી આક્રંદસ્વરે!] આ કરતાં કાં તો મારું ગળું દાબી દ્યો, ને કાં મને રજા આપો. તમારા પ્રેમનું આ કેદખાનું હવે મારાથી નથી સહેવાતું. ઓ મા! [રડે છે.]
}}
{{Ps
|જયમન :
|એમ કે? હજુ તો તારો જીવ લઈ......
}}
{{Right|[મેટ્રન આ શોર સાંભળી દોડતી આવે છે ને ઓચિંતી જયમનની ગર્દન પર પંજો દબાવે છે.]}}
{{Ps
|મેટ્રન :
|ગેટ અપ, પ્લીઝ! [કૃપા કરીને ઊભા થાઓ!]
}}
{{Ps
|જયમન :
|[મેટ્રનના પંજામાં ચંપાએલી એની ગર્દન છે.] વ્હાઈ? વ્હૉટ રાઇટ....[શા માટે? શો હક્ક...]
}}
{{Ps
|મેટ્રન :
|રાઈટ ટુ સેવ એ પ્રેશિયસ લાઈફ, અંડરસ્ટેન્ડ? [કીમતી જિંદગી બચાવવાનો હક્ક સમજ્યા?]
}}
{{Right|[મેટ્રન જયમનને ગર્દનથી પકડી, ધકાવી, છેક બારણા સુધી લઈ જઈ, બહાર ધકેલી નાખે છે. ત્યાં મુક્કી ઉગાવી ઊભી રહે છે.]}}
{{Ps
|જયમન :
|[વીંગમાં ઊભો ઊભો] મારી...... મારી પરણેલી ને... મારી કાયદેસર ઓરતને......
}}
<center>'''પડદો'''</center>
26,604

edits